- National
- જેલમાં રહેલા કેદીને પેટમાં ભયંકર દુખાવો થયો, ડૉક્ટરોએ સર્જરી કરી મોબાઇલ ફોન કાઢ્યો
જેલમાં રહેલા કેદીને પેટમાં ભયંકર દુખાવો થયો, ડૉક્ટરોએ સર્જરી કરી મોબાઇલ ફોન કાઢ્યો
શિવમોગા સેન્ટ્રલ જેલમાં તપાસકર્તાઓની અચાનક રેડ પડતા એક કેદીએ પકડાઈ જવાના ડરથી મોબાઇલ ફોન ગળી લીધો. પેટમાં દુખાવો થયા પછી તેની સર્જરી કરવામાં આવી, સર્જરી કરાવ્યા પછી આ વાત બહાર આવી. કર્ણાટકની શિવમોગા સેન્ટ્રલ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની જેલમાં બંધ એક કેદીએ મોબાઇલ ફોન ગળી લીધો. આ ફોન તેના પેટમાં ફસાઈ ગયો હતો, જેને સર્જરી પછી ડોક્ટરોએ બહાર કાઢ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ડ્રગ્સ દાણચોરીના કેસમાં સજા કાપી રહ્યો હતો. તેણે તાજેતરમાં પકડાઈ જવાના ડરથી મોબાઇલ ફોન ગળી ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેદીએ થોડા દિવસ પહેલા પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે, તે ભૂલથી પથ્થરનો ટુકડો ગળી ગયો હતો, જોકે જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે મામલો કંઈક અલગ જ નીકળ્યો. જાણવા મળ્યું કે, કેદીના પેટમાં મોબાઇલ ફોન હતો. ડોક્ટરોએ સર્જરી દ્વારા કેદીના પેટમાંથી 3 ઇંચ લાંબો અને 1 ઇંચ પહોળો મોબાઇલ ફોન કાઢ્યો.
અહીં તમને જણાવી દઈએ કે, 30 વર્ષીય કેદી દૌલત ઉર્ફે ગુંડુ ગાંજાની દાણચોરીના આરોપમાં શિવમોગા સેન્ટ્રલ જેલમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે. ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ તેની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. પકડાઈ જવાના ડરથી તેણે થોડા દિવસો પહેલા મોબાઈલ ફોન ગળી લીધો હતો. 24 જૂન, 2025ના રોજ તેણે જેલ સ્ટાફને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેણે તેનું કારણ આકસ્મિક રીતે પથ્થર ગળી ગયો હોવાનું જણાવ્યું હતું, ત્યારપછી તેને મેકગન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન, ડૉક્ટરે કેદીના પેટમાં કોઈ વસ્તુ પડેલી જોઈ, જેના પછી તાત્કાલિક સર્જરીનો આદેશ આપવામાં આવ્યો. સર્જરી દરમિયાન, ડૉક્ટરોએ કેદીના પેટમાંથી એક મોબાઇલ ફોન કાઢ્યો. તેની પહોળાઈ 1 ઇંચ અને લંબાઈ 3 ઇંચ હતી. સફળ સર્જરી પછી ડૉક્ટરોએ ફોન કાઢીને જેલ પ્રશાસનને સોંપી દીધો. આ બાબત અંગે, જેલના મુખ્ય અધિક્ષક P રંગનાથએ તુંગનગરમાં કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેલ પરિસરમાં પ્રતિબંધિત વસ્તુઓ લાવવા બદલ કેદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસની દેખરેખ રાખતા મુખ્ય અધિક્ષક ડૉ. P. રંગનાથને આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તુંગા નગર પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે, જેમાં ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં પ્રતિબંધિત ઉપકરણ કેવી રીતે પહોંચ્યું તેની તપાસની માંગ કરવામાં આવી છે. ડૉ. રંગનાથને કહ્યું, 'ફોન ગળી જવા પાછળના કારણ અંગે ગુનેગારે મૌન જાળવી રાખ્યું છે.'
આશ્ચર્યજનક રીતે, જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પેટમાં મોબાઇલ ફોન હોવા છતાં, દૌલત નિયમિતપણે ખોરાક ખાતો રહ્યો અને તેને તકલીફના કોઈ સંકેતો દેખાયા નહીં.

