મુંબઈની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે ગડકરીએ એક નવી યોજના બનાવી

ટ્રાફિક જામની સમસ્યા કોઈથી છુપી નથી. દેશના મોટાભાગના શહેરો તેનાથી ઝઝૂમી રહ્યા છે. ભવ્ય ઇમારતો, દરિયાકિનારા અને ઝડપી જીવન માટે જાણીતા મુંબઈમાં પણ, દૈનિક મુસાફરી અને ટ્રાફિકથી ભરાયેલા રસ્તાઓ લાખો લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ સમસ્યા તાજેતરમાં ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતે, મુંબઈના વરલીથી એક કાર્યક્રમમાં જતી વખતે ભારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. તેમની યાત્રા લગભગ એક કલાક મોડી પડી હતી, ત્યારપછી તેમણે શહેરના કેટલાક જૂના ફ્લાયઓવરની ખામીઓ અને આધુનિક માળખાગત સુવિધાઓની જરૂરિયાત વિશે વાત કરી હતી.

12 સપ્ટેમ્બરના રોજ, નીતિન ગડકરી મુંબઈમાં 22મા ઈન્ડો-અમેરિકન કોર્પોરેટ એક્સેલન્સ એવોર્ડ્સમાં હાજરી આપવા માટે વર્લીથી મુસાફરી કરી રહ્યા હતા. જોકે, ભારે ટ્રાફિકના કારણે તેમની યાત્રામાં લગભગ એક કલાકનો વધારાનો સમય લાગી ગયો. આ વિશે કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ કહ્યું, 'આજે હું આ કાર્યક્રમમાં એક કલાક મોડો પહોંચ્યો, કારણ કે હું વર્લીથી આ હોટેલ તરફ આવતા ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. મને એક કલાક કરતા વધુ સમય લાગ્યો.'

10

આ અનુભવને યાદ કરતાં, તેમણે 1995થી 2000 દરમિયાન મહારાષ્ટ્રના જાહેર બાંધકામ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બનેલા માળખાકીય પ્રોજેક્ટ્સ વિશે વાત કરી.

નીતિન ગડકરીએ કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન, તેમને 55 ફ્લાયઓવર, બાંદ્રા-વરલી સી લિંક અને મુંબઈ-પુણે એક્સપ્રેસવેના નિર્માણનું નિરીક્ષણ કરવાની તક મળી હતી. તેમણે કહ્યું, 'પરંતુ હકીકતમાં, હું મારી પોતાની જ ભૂલોના પરિણામો ભોગવી રહ્યો છું. 1995થી 2000 દરમિયાન, મને 55 ફ્લાયઓવર, બાંદ્રા-વરલી સી લિંક અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે બનાવવાની તક મળી હતી, પરંતુ તે સમયે આ ટેકનોલોજી ઉપલબ્ધ નહોતી.' તેમના શબ્દો દર્શાવે છે કે શહેરના ઝડપી વિકાસ સાથે, છેલ્લા 3 દાયકામાં મુંબઈના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલો ફેરફાર થયો છે.

શહેરની ટ્રાફિક સમસ્યા ફક્ત રસ્તાઓ પર વાહનોની સંખ્યા સાથે જોડાયેલી નથી. તે એ પણ છે કે દાયકાઓ પહેલા બાંધવામાં આવેલ માળખાગત સુવિધા આજના ભારે ટ્રાફિકનો સામનો કેવી રીતે કરી રહી છે. 1990ના દાયકાથી મુંબઈનો ખુબ વધારે વિકાસ થયો છે, દક્ષિણ મુંબઈ, પશ્ચિમ ઉપનગરો, થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારો વચ્ચે દૈનિક ટ્રાફિકનો પ્રવાહ વધી રહ્યો છે.

જેમ જેમ ટ્રાફિકમાં વધારો થતો ગયો, તેમ તેમ જે એક સમયે ભીડ ઓછી કરવામાં મદદ કરતી હતી તે માળખાગત સુવિધાઓ હવે અવરોધોનું કારણ બની રહી છે, ખાસ કરીને મોટા જંકશન અને મુખ્ય રસ્તાઓની આસપાસ.

12

નીતિન ગડકરીએ કહ્યું કે, તેમણે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસને સલાહ આપી છે કે, તેઓ હાલના ફ્લાયઓવરને આધુનિક બાંધકામ તકનીકો પર આધારિત માળખાઓથી બદલવાનો વિચાર કરે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતે તાજેતરમાં મલેશિયા પાસેથી ટેકનોલોજી મેળવી છે, જે એક જ પિલર સેટ પર બહુ-સ્તરીય ફ્લાયઓવર બનાવવા માટે પરવાનગી આપે છે. આ પ્રસ્તાવિત અભિગમ પરંપરાગત ફ્લાયઓવર પર આધાર રાખવાને બદલે મર્યાદિત શહેરી જગ્યામાં રસ્તાની ક્ષમતામાં વધારો કરી શકે છે.

નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, તેમણે પુણેમાં રૂ. 50,000 કરોડનો માળખાગત કાર્યક્રમ પ્રસ્તાવિત કર્યો છે. તેમના મતે, મુખ્ય ધ્યાન નવી તકનીકો અને માળખાગત મોડેલોનો ઉપયોગ કરીને શહેરી ગતિશીલતાના વધતા પડકારોને સંબોધવા પર છે. મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા શહેરોમાં, જ્યાં રસ્તાઓની જગ્યા મર્યાદિત છે અને ટ્રાફિકની માંગ સતત વધી રહી છે, ત્યાં પડકાર ફક્ત વધુ રસ્તા બનાવવાનો નથી, પરંતુ હાલની શહેરી જગ્યાનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનો પણ છે.

About The Author

Top News

આ ભારતીય કંપનીએ બ્રિટનમાં રૂ. 5,100 કરોડમાં 118 પેટ્રોલ પંપ ખરીદ્યા; શું ફાયદો થશે?

દેશના અગ્રણી બિઝનેસ સમૂહ, એસ્સાર ગ્રુપના રિટેલ યુનિટ, EET રિટેલે UKના ઇંધણ બજારમાં એક મોટો સોદો કર્યો...
Business 
આ ભારતીય કંપનીએ બ્રિટનમાં રૂ. 5,100 કરોડમાં 118 પેટ્રોલ પંપ ખરીદ્યા; શું ફાયદો થશે?

મોબાઈલનો હપ્તો ન ભરી શકતા યુવકને બ્લડ બેંક લઇ જઇને લોહી કઢાવી લીધું

લખનૌના નિગોહા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મોબાઈલ ફોનના હપ્તાની વસૂલાત માટે એક યુવકને બંધક બનાવવા...
National 
મોબાઈલનો હપ્તો ન ભરી શકતા યુવકને બ્લડ બેંક લઇ જઇને લોહી કઢાવી લીધું

દુબઈ એરપોર્ટ પર 8 મિનિટમાં પાસપોર્ટ રિન્યુઅલ થઇ ગયો! જાણો ભારતમાં કેટલો સમય લાગે છે

કલ્પના કરો કે તમે વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમને ખબર પડે છે કે તમારો પાસપોર્ટ...
World 
દુબઈ એરપોર્ટ પર 8 મિનિટમાં પાસપોર્ટ રિન્યુઅલ થઇ ગયો! જાણો ભારતમાં કેટલો સમય લાગે છે

પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે, પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો 6 દિવસનો દિલ્હી અનુભવ

નવી દિલ્હી, ઓગસ્ટ 2026. પારુલ યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચારના વિદ્યાર્થીઓએ છ દિવસના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરમાં ઇન્ડિયા ગેટ પરની લાઇવ...
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે, પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો 6 દિવસનો દિલ્હી અનુભવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.