પાકિસ્તાનની દુર્દશા કરનારી સેનાએ ઓસ્ટ્રેલિયાના બોલર લીલી અને થોમસનનું કેમ આપ્યું ઉદાહરણ?

ઓપરેશન સિંદૂર પર DGMOએ સોમવારે ફરી એક એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન, પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ઘણી નવી માહિતી પણ આપી હતી. DGMO લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે સંઘર્ષ દરમિયાન ક્યારેય એવો અવસર આવ્યો નથી, જ્યારે પાકિસ્તાની વાયુસેનાએ ક્યારેય આપણાં ડિફેન્સને ભેદીને અંદર ઘૂસી શક્યા અને એરબેઝને ટારગેટ કરી શક્યા.

Rajeev Ghai
awazthevoice.in

લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું કે, મને એક ઘટના યાદ છે, જ્યારે 70ના દાયકામાં સ્કૂલમાં હતો અને તે સમયે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રખ્યાત એશેઝ સીરિઝ ચાલી રહી હતી. તે સમયે, ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર જેફ થોમસન અને ડેનિસ લીલીએ ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપને તહેસ-નહેસ કરી દીધી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાએ એક કહેવત કાઢી હતી, ‘એશેજ ટૂ એશેજ, ડસ્ટ ટૂ ડસ્ટ, ઇફ લીલી ડંટ ગેટ યા, થોમો મસ્ટ.

તેમણે આ ઉદાહરણના માધ્યમથી કહ્યું કે, જો કોઈ એક લેયરને પાર પણ કરી ગયું તો ટારગેટ હિટ કરવા પહેલા આગળની ડિફેન્સ જરૂર પાડી દેશે. લેફ્ટિનેન્ટ જનરલ ઘાઈએ કહ્યું કે પાકિસ્તાનના એરફિલ્ડ્સની લોકોએ દુર્દશા જોઈ લીધી છે, જ્યારે આપણી બધી એરફિલ્ડ દરેક રીતે ઓપરેશનલ છે.

Rajeev Ghai
ddnews.gov.in

લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું કે, આપણે એર ડિફેન્સની  કાર્યવાહીને એક કોન્ટક્સ સંદર્ભમાં સમજવાની જરૂર છે. પહેલગામ સુધી પાપનો ઘડો ભરાઈ ગયો હતો. અમે બધી તૈયારીઓ પહેલા જ કરી લીધી હતી અને કાર્યવાહી પણ કરવામાં આવી. સેનાએ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે હતી. એટલે અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર જ હુમલો કર્યો. પરંતુ કમનસીબે પાકિસ્તાને તેને પોતાની લડાઈ બનાવી લીધી. એટલા માટે, તેમને જે કંઈ નુકસાન થાય છે તેના માટે તેઓ પોતે જ જવાબદાર છે. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને બચાવવાનો પ્રયાસ કર્યો.  તેમણે કહ્યું કે, પાકિસ્તાને આ લડાઈને પોતાની લડાઈ બનાવી લીધી, એટલે તેમને જવાબ આપવો જરૂરી હતો. આપણી ડિફેન્સ સિસ્ટમ ખૂબ મજબૂત છે, જેને પાર કરવી દુશ્મન માટે અસંભવ હતું.

Top News

મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
Gujarat 
મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
Business 
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
National 
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Entertainment 
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.