કેરળનું નામ બદલીને 'કેરળમ' કરવામાં આવ્યું, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારનો પ્રસ્તાવ મંજૂર કર્યો

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને 'કેરળમ' કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી. સેવાતીર્થ ખાતે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી પહેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે, ભાષાકીય ધોરણે રાજ્યોની રચના થઈ ત્યારથી કેરળનું નામ બદલવાની માંગણી ચાલી રહી હતી.

Kerala-to-Keralam
upscprep.com

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી, રાષ્ટ્રપતિ 'કેરળ નામ પરિવર્તન બિલ, 2026'નો મુસદ્દો મંજૂરી માટે કેરળ વિધાનસભામાં મોકલશે. આ પછી, રાષ્ટ્રપતિ બંધારણની કલમ 3 હેઠળ બિલ પર કેરળ વિધાનસભાનો મત માંગશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાની મંજૂરી પછી, કેન્દ્ર સરકાર આગળની કાર્યવાહી કરશે અને બિલને સંસદમાં પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે.

Kerala-to-Keralam
ddnews.gov.in

આ અગાઉ, 24 જૂન, 2024ના રોજ, કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને કેરળમ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, મલયાલમ ભાષામાં રાજ્યનું નામ કેરળમ છે. 1 નવેમ્બર, 1956ના રોજ ભાષાકીય ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળ પરિવાર દિવસ 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામથી, મલયાલમ ભાષી લોકો માટે એકીકૃત રાજ્યની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ અમારા રાજ્યનું નામ બંધારણની પ્રથમ અનુસૂચિમાં કેરળ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું.

કેરળ વિધાનસભાના ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, 'આ ગૃહ સર્વાનુમતે કેન્દ્ર સરકારને બંધારણની કલમ 3 હેઠળ કેરળનું નામ બદલીને કેરળમ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.' અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કેરળમાં ચૂંટણીઓ પણ યોજાવાની છે.

Kerala-to-Keralam
republicworld.com

આ પછી, કેરળ સરકારે કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં કાર્યવાહી કરવા વિનંતી કરી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો હતો, અને ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી પછી, મંત્રીમંડળ માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની અને કાયદાકીય વિભાગના અભિપ્રાય પછી આ દરખાસ્ત કેબિનેટ સમક્ષ લાવવામાં આવી હતી.

About The Author

Top News

9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

Vivoએ ભારતમાં એક નવો સ્માર્ટફોન, Vivo T5 Pro 5G લોન્ચ કરી દીધો છે. કંપની આ મિડ-રેન્જ સ્માર્ટફોન 9020...
Tech and Auto 
9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

કોંગ્રેસના નેતા શશિ થરૂર પોતાના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે કંઈક એવો દાવો કરી દીધો...
Politics 
ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે ત્યારે પાર્ટીઓ અન્ય ઉમેદવારોને ફોર્મ ખેચાવવા માટે સામ, દામ અને...
Gujarat 
25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

ઈનોવાને ટક્કર મારવા આવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, એક ચાર્જ પર 517 Km રેન્જ, 10 વર્ષની બેટરી વોરંટી અને કિંમત...

ભારતીય કાર બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન, વિયેતનામી કાર ઉત્પાદક VinFastએ તેની નવી...
Tech and Auto 
ઈનોવાને ટક્કર મારવા આવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, એક ચાર્જ પર 517 Km રેન્જ, 10 વર્ષની બેટરી વોરંટી અને કિંમત...
Copyright (c) Khabarchhe All Rights Reserved.