- National
- Video: ચાલતી ટ્રેનમાં 4 નિર્દોષને ઠાર કરનાર ચેતન વિશે સહકર્મીએ કહ્યું- કસાબ...
Video: ચાલતી ટ્રેનમાં 4 નિર્દોષને ઠાર કરનાર ચેતન વિશે સહકર્મીએ કહ્યું- કસાબ...

31 જુલાઈના રોજ જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં ASI અને 3 મુસ્લિમ પેસેન્જરોની ગોળી મારી હત્યા કરનારા આરોપી ચેતન સામે પૂછપરછ ચાલી રહી છે. તેની વચ્ચે શૂટઆઉટ સમયના સાક્ષીએ ફાયરિંગની ઘટના વિશે વાત કહી છે. સાક્ષીનું કહેવું છે કે ચેતને મુંબઈ હુમલાના દોષી આતંકવાદી કસાબની યાદ અપાવી.
સોમવારે જયપુરથી મુંબઈ જઇ રહેલી ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી. દોષી કોન્સ્ટેબલ ચેતને તેના સીનિયર ટીકારામ અને 3 અન્ય મુસાફરોની ગોળી મારી હત્યા કરી દીધી. ત્યાર પછી તે ટ્રેનમાંથી કૂદી ગયો હતો.
ટ્રેન અટેંડન્ટ કૃષ્ણ કુમાર શુક્લા પણ ફાયરિંગ સમયે ટ્રેનમાં હતા. તેમણે કહ્યું કે, આણે મને કસાબ જેવી સ્થિતિની યાદ અપાવી દીધી. ચેતનના હાથમાં ગન હતી અને તેણે પોતાને એ રીતે જ તૈનાત કર્યો હતો. હું બી5 કોચમાં હતો ત્યારે ગોળીનો અવાજ આવ્યો. ત્યાર પછી મેં ટીકારામને જોયા. ચેતન થોડા સમય સુધી શવને જોતો રહ્યો. ત્યાર પછી બધા મુસાફરો ગભરાઈ ગયા. યાત્રીઓએ બી5 કોચને બંધ કરી દીધો. જેથી કોઈ તેમાં આવી ન શકે કે બહાર જઈ ન શકે.
શુક્લાએ જણાવ્યું કે, ચેતન થોડીવાર રહીને ફરી ટીકારામના શવ પાસે ગયો અને તેને ઘૂરવા લાગ્યો. ત્યાર પછી તે જતો રહ્યો, બોરીવલી સ્ટેશન પર જીઆરપી જવાન ટ્રેનમાં આવ્યા તો લોકો કોચમાંથી બહાર નીકળ્યા. બોરીવલીમાં મેં અન્ય શવોને જોયા.
કહેવામાં આવી રહ્યું છે કે, ચેતન સૈયદ એસ પેસેન્જરને બંદૂકની અણીએ બી2 કોચમાંથી પેન્ટ્રી કારમાં લઈ ગયો હતો. એ જ પેસેન્જરની ચેતને ગોળી મારી હત્યા કરી નાખી. પેન્ટ્રી કાર બી2થી બે કોચ આગળ હતી.
The RPF constable Chetan Singh, Standing infront of dead body of Muslim man after shooting him says,
— Mohammed Zubair (@zoo_bear) July 31, 2023
“Pakistan se operate hue hain, tumhari media, Yahi desh ki media ye khabrein dikha Rahi hai, Pata chal raha hai unko, sab pata chal raha hai, inke aaqa hai wahan. Agar XXXXX hai,… pic.twitter.com/Tcl9m9TArF
મૃતક યાત્રીઓની ઓળખ પાલઘરના અબ્દુલ કાદરભાઈ મોહમ્મદ હુસૈન ભાનપુરવાલા(58) અને બિહારના મધુબની નિવાસી અસગર અબ્બાસ શેખ(48)ના રૂપમાં થઇ છે. તો ત્રીજા પેસેન્જરની ઓળખ સૈયદ એસ(43) ના રૂપમાં થઇ છે.
Top News
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Opinion
-copy.jpg)