- National
- સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અન...
સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...
ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના SIR વિરુદ્વ દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે, ‘પંચ 19 ઑગસ્ટ સુધીમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરે. આ ઉપરાંત, 22 ઑગસ્ટ સુધી આ આદેશના પાલનનો રિપોર્ટ પણ સોંપે.’ સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે મૃત્યુ પામેલા, જિલ્લા સ્તર પર પલાયન કરી ચૂકેલા અથવા અન્ય સ્થળોએ જતાં રહેલા મતદારોની લિસ્ટ શેર કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
કોર્ટમાં આગામી સુનાવણી હવે 23 ઑગસ્ટે થશે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે, જે લોકોના નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યા છે તેમને સુનાવણી માટે 30 દિવસનો સમય મળશે. આ ઉપરાંત, કમિશન એ પણ બતાવશે કે આ લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે? જો કોઈને આપત્તિ હોય, તો તેઓ સંપર્ક કરશે અને જરૂરી દસ્તાવેજ આપ્યા બાદ તેમના નામોને સામેલ કરી શકાય છે.
કોર્ટે કહ્યું કે, તમે વેબસાઇટ અને સ્થાનના વિવરણ માટે જાહેર નોટિસ જાહેર કરવા પર વિચાર કરે, જ્યાં લોકો (મૃત, પલાયન કરી ચૂકેલા અથવા અન્ય સ્થળો પર જતા રહ્યા હોય)ની માહિતી શેર કરી શકાય. તેના પર ચૂંટણી પંચે જણાવ્યું કે, અમે રાજનીતિક પાર્ટીઓના કાર્યકર્તાઓને મૃત, પલાયન કરી ચૂકેલા અથવા અન્ય જગ્યાએ જતા રહેલા લોકોના નામોની યાદી આપી છે. કોર્ટે આ અંગે કડક વલણ અપનાવ્યું. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય બાગચીની બેન્ચે કહ્યું કે, અમે નથી ઇચ્છતા કે નાગરિકોનો અધિકાર રાજનીતિક કાર્યકર્તાઓ પર નિર્ભર રહે.
બેન્ચે કહ્યું કે નોટિસ બોર્ડ અથવા વેબસાઇટ પર મૃત,પલાયન કરી ચૂકેલા અથવા બીજી જગ્યાએ જતાં રહેલા મતદારોના નામ પ્રદર્શિત કરવાથી અજાણતા થયેલી ભૂલો સુધારવાની તક મળશે. પંચે કહ્યું કે રાજનીતિક પાર્ટીઓ પક્ષોના કાર્યકર્તાઓને મૃત, પલાયન કરી ચૂકેલા અથવા અન્ય જગ્યાએ જતા રહેલા લોકોના નામોની યાદી આપવામાં આવી છે. બેન્ચે કહ્યું કે, ‘તમે આ નામો નોટિસ બોર્ડ અથવા વેબસાઇટ પર કેમ નથી મૂકી શકતા? જેમને સમસ્યા છે તેઓ 30 દિવસની અંદર સુધારાત્મક ઉપાય લઈ શકે છે. આ અંગે ચૂંટણી પંચે કહ્યું કે, બિહારમાં એક મોટા અનુમાન મુજબ, લગભગ 6.5 કરોડ લોકોએ SIR માટે કોઈ દસ્તાવેજ જમા કરવાની આવશ્યકતા નથી.

