‘એક કરોડ રૂપિયા આપો..!’, RSS સાથે જોડાયેલા સંગઠને SIR અંગે ચૂંટણી પંચને લખ્યો પત્ર, કરી આ માંગ

દેશના ઘણા રાજ્યોમાં મતદાર યાદીઓ માટે ચાલી રહેલા SIR પ્રક્રિયાને લઈને ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે RSS સાથે જોડાયેલા એક શિક્ષક સંગઠને પ્રશ્નો ઉભા કર્યા છે. RSS સાથે જોડાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ (ABRSM)SIRની સમયમર્યાદા વધારવાની માંગ કરી છે. સંગઠને સ્પષ્ટપણે કહ્યું કે આટલા ઓછા સમયમાં SIR કાર્ય પૂર્ણ કરવું અવ્યવહારુ છે. તેણે જીવ ગુમાવનારા BLOના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર અને આશ્રિતોને સરકારી નોકરી આપવાની પણ માગ કરી છે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે SIR પ્રક્રિયાને લઈને લોકોને જાગૃત પણ કર્યા નથી, જેના પરિણામે BLO અને મતદારો બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો  છે. સમયમર્યાદા અને સંસાધનોના અભાવ અને અધિકારીઓના વલણનો ઉલ્લેખ કરતા સંગઠને BLO તરીકે કામ કરતા શિક્ષકોના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

સંઘ સાથે જોડાયેલા સંગઠને પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી પંચની આ પ્રકારની કાર્યપ્રણાલી લોકતાંત્રિક સંસ્થાઓમાં નૈતિક ધોરણો મુજબ નથી. મહાસંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને SIR પ્રક્રિયા માટે સમયમર્યાદા વધારવાની માગ કરી છે. પત્રમાં 6 મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે:

SIR-2
swarajyamag.com

1. SIR માટેની સમયમર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે જેથી કામ દબાણ વિના સચોટ અને ગુણવત્તાયુક્ત થઈ શકે.

2. SIRના દબાણને જે કારણે અકાળે જીવ ગુમાવનાર અથવા આત્મહત્યા કરનારા BLO શિક્ષકોના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર અને એક આશ્રિતને સરકારી નોકરી આપવામાં આવે. કામના દબાણને કારણે આત્મહત્યા કરનારા અથવા બીમાર પડેલા BLOના કેસોની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને દોષિત અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ.

3. દરેક બૂથ અથવા બ્લોક પર ટેક્નિકલ સહાયક, કમ્પ્યુટર ઓપરેટરો અથવા BLOના સહયોગી ઉપલબ્ધ કરાવવામાં આવે. તેના માટે શિક્ષિત યુવાનો, કમ્પ્યુટર વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અથવા બેરોજગારી ભથ્થું મેળવતા યુવાનોમાંથી પસંદ કરી શકાય છે. BLOને 5G નેટવર્ક ઍક્સેસ, ટેબ્લેટ અથવા લેપટોપ, મુસાફરી ભથ્થાં અને અન્ય જરૂરી સંસાધન પ્રદાન કરવામાં આવે.

4. અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવે કે તેઓ કોઈપણ પ્રકારની ધાકધમકી, ઉત્પીડન, અપમાનજનક ભાષા અથવા દંડાત્મક કાર્યવાહીથી દૂર રહે.

5. BLO શિક્ષકોને કાર્યભાર અને પડકારોને અનુરૂપ સન્માનજનક વધારાનું માનદ વેતન ચૂકવવું જોઈએ.

6.  અંતરિયાળ ડુંગરાળ, રણ અને દૂરના વિસ્તારોમાં જ્યાં વધુ સમસ્યા છે, ત્યાં વધારાના BLOs તૈનાત કરવામાં આવે.

આ પત્રમાં 24 નવેમ્બરે મોકલવામાં આવ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, BLOs ટેક્નિકલ અને વહીવટી સમસ્યાઓના કારણે તેમના કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. BLOs અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે. ચૂંટણી પંચ સમક્ષ 4 મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે BLO તરીકે કામ કરતા શિક્ષકો ટેક્નિકલ સુવિધાઓના અભાવ અને અધિકારીઓના દબાણ અને હેરાનગતિને કારણે માનસિક તણાવમાં છે. અધિકારીઓ અપમાનજનક વ્યવહાર કરી રહ્યા છે, જે ન માત્ર શિક્ષકોના માનવ અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, પરંતુ તેમને વિચલિત કરનાર પણ છે. આ પ્રકારની કાર્યપ્રણાલી લોકતાંત્રિક સંસ્થાઓમાં નૈતિક ધોરણો મુજબ નથી. ટેકનિકલ ખામીઓ અને સંસાધનોના અભાવને ઈજગર કરતા BLO એપ અને પોર્ટલ વારંવાર ક્રેશ થાય છે, કનેક્ટિવિટીમાં સમસ્યાઓ થઈ રહી છે અને અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક આવતું નથી. BLOsને પોતાના સંસાધનો સાથે કામ કરવું પડે છે અને ઓનલાઈન ચકાસણીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

SIR
scroll.in

ચૂંટણી પંચને લખેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ દ્વારા સમયસર વ્યવહારિક લક્ષ્યને પૂરા કરવા માટે દબાણ બનાવી રહ્યા છે, જે પૂરી રીતે ગેરવાજબી છે, શિક્ષકોની ગરિમા વિરુદ્ધ છે  અને તેનું ઉત્પીડન છે. તે ચૂંટણીની ગરિમા મુજબ નથી. આ પત્રદ્વારા બે દાયકા જૂના રેકોર્ડની માંગવા અંગે પણ પ્રશ્નો ઉભા કરે છે.

સંગઠનના મહાસચિવ પ્રોફેસર ગીતા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે ચૂંટણી પંચ આ પત્ર પર ધ્યાન આપશે, ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરશે અને સમયમર્યાદા લંબાવશે. જોકે, RSS સંલગ્ન સંગઠન દ્વારા SIR સમયમર્યાદા લંબાવવાની માંગણી પર નવી ચર્ચા બહેશ શરૂ થઈ ગઈ છે. હવે આ મુદ્દા પર રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.