- National
- મહાગઠબંધન પર સવાલ ઉઠાવતા AIMIMએ કહ્યું કે, 19 ટકા મુસ્લિમો ફક્ત મતદાન કરશે, જ્યારે 2 ટકા મત ધરાવતા D...
મહાગઠબંધન પર સવાલ ઉઠાવતા AIMIMએ કહ્યું કે, 19 ટકા મુસ્લિમો ફક્ત મતદાન કરશે, જ્યારે 2 ટકા મત ધરાવતા DyCM બનશે!
2025ની બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એકદમ નજીક આવી ગઈ છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ સાથે, તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન, મહાગઠબંધને CM અને DyCM પદ માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી. પટણામાં એક પત્રકાર પરિષદમાં, મહાગઠબંધને તેજસ્વી યાદવને CM અને મુકેશ સાહનીને DyCM તરીકે જાહેર કર્યા. આ જાહેરાત પછી, રાજકીય વર્તુળોમાં મુસ્લિમ ભાગીદારી અંગે ચર્ચાઓ તેજ બની છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીન, આ મુદ્દે મહાગઠબંધન પર સૌથી વધુ આક્રમક બની ગઈ છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMI)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને તેમના વસ્તી ગુણોત્તરના આધારે હિસ્સો ન આપવા બદલ મહાગઠબંધન પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે CM અને DyCM ઉમેદવારોની તાજેતરની જાહેરાતથી મહાગઠબંધનનો સાચો ચહેરો ખુલી ગયો છે.
https://twitter.com/ANI/status/1981342257296134322
AIMIMના વરિષ્ઠ નેતા વારિસ પઠાણે મહાગઠબંધન પર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, બિહારની વસ્તીના 19 ટકા મુસ્લિમ સમુદાય હોવા છતાં મહાગઠબંધને DyCM ઉમેદવાર તરીકે મુસ્લિમ નેતાનું નામ કેમ જાહેર કર્યું નથી. VIP પાર્ટીના પ્રમુખ મુકેશ શાહાનીને DyCM ઉમેદવાર તરીકે નિયુક્ત કરવા પર કટાક્ષ કરતા પઠાણે કહ્યું કે, બિહારમાં 2 ટકા વસ્તી ધરાવતો સમુદાય DyCM બનશે, પરંતુ મુસ્લિમ સમુદાય, જે વસ્તીના 19 ટકા છે, તેને અવગણવામાં આવ્યો છે.
તેમણે એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો, જેમાં પૂછવામાં આવ્યું કે શું મુસ્લિમો ફક્ત મતદાન કરવા માટે છે, કે તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવશે? અત્રે ઉલ્લેખનીય છે કે, AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનમાં જોડાવાનો અને સાથે મળીને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મહાગઠબંધને તેનો સ્વીકાર કર્યો ન હતો. ત્યારપછી, AIMIMએ એક નવું ગઠબંધન બનાવ્યું અને જાહેરાત કરી કે તે બિહારની ચૂંટણી વધુ મજબૂતીથી લડશે.
AIMIMએ જાહેરાત કરી છે કે, તે 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં 35 બેઠકો પર ચૂંટણી લડશે. AIMIM ગઠબંધન, જેમાં આઝાદ સમાજ પાર્ટી (ASP) અને અપના જનતા પાર્ટી (AJP)નો સમાવેશ થાય છે, 25 બેઠકો અને ચાર બેઠકો પર ચૂંટણી લડશે. આનો અર્થ એ થયો કે, AIMIM ગઠબંધન બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 243 બેઠકોમાંથી 64 બેઠકો પર ચૂંટણી લડશે.

