કબાટ ખોલતા નીકળી 2000ની 7000 કરતા વધુ નોટ, સોનું પણ મળ્યું, જેના પર લખ્યું...

રાજસ્થાનની રાજધાની જયપુરમાં સચિવાલયથી થોડે દૂર 2.31 કરોડ રૂપિયા કરતા વધુનું કાળું ધન મળવાની ઘટના ખૂબ જ ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે જે દિવસે RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણથી પરત લેવાનો નિર્ણય લીધો, એ જ દિવસે યોજના ભવન સ્થિત સૂચના અને ટેક્નોલોજી વિભાગ (DOIT) ઓફિસમાં રાખેલી આ રકમ જપ્ત કરવામાં આવી. કબાટમાં મળેલી આ રકમમાં 2000ની 7,298 રૂપિયા એટલે કે 1,45,96,000 રૂપિયા સામેલ હતા. એ સિવાય 500ની 17,107 નોટ મળી, જેની કિંમત 85,53,500 રૂપિયા છે. સાથે જ એક કિલો સોનાની એક બિસ્કિટ પણ મળી. બિસ્કિટ પર મેડ ઇન સ્વિત્ઝરલેન્ડ લખ્યું હતું. સોનાની કિંમત બજાર ભાવ મુજબ લગભગ 62 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આ વિભાગમાં દસ્તાવેજોના ડિજિટલીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે વિભાગની ઓફિસમાં રાખેલી એક કબાટની ચાવી મળી રહી નહોતી. આ દેખરેખ DOITના ધિકારીઓએ ટેક્નિશિયનને બોલાવીને લોક તોડાવી દીધું. દરવાજો ખોલતા તેમણે ફાઈલો સિવાય એક શંકાસ્પદ બેગ પણ જોવા મળી. તેની જાણકારી DOITના એક એડિશનલ ડિરેક્ટર તરફથી પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળ પર જયપુર સાહેર પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવ પણ પહોંચ્યા.

જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાંથી 2.31 કરોડ રૂપિયાની રોકડ અને એક કિલોગ્રામ વજનની સોનાની બિસ્કિટ જપ્ત કરવામાં આવી. હવે આ બાબતે જયપુર સિટી પોલીસ અત્યાર સીધી 6 લોકોને કસ્ટડીમાં લઈ ચૂકી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કાળું ધન કોનું છે. પ્રાથમિક તપાસથી જાણકારી મળી જે કાળું ધન વિભાગના સરકારી અધિકારિઓનું છે. તેમણે જ કબાટમાં પૈસા છુપાવી રાખ્યા હતા. પૈસા એ કોન્ટ્રાક્ટરોના માધ્યમથી હાંસલ કરવામાં આવ્યા હતા, જેમને થોડા મહિના અગાઉ ટેન્ડર વહેચવામાં આવ્યા હતા. જો કે, સ્પષ્ટ જાણકારી મેળવવાની અત્યારે બાકી છે.

આ દરમિયાન પોલીસ સરકારી વિભાગના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને અધિકારીઓ પર શકંજો કસવાનો પ્રયાસ કરી રહી છે. તો મુખ્યમંત્રી અશોક ગહલોત પણ આ બાબતે પૂરું અપડેટ પર વ્યક્તિગત રૂપે નજર રાખી રહ્યા છે. બીજી તરફ સરકારી વિભાગના કબાટમાંથી કાળા ધનની જપ્તીને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. ભાજપના સંસદ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંગ શેખવાતે એક ટ્વીટમાં કહ્યું કે, કાળું ધન ગળીને ગેહલોત સરકારનું પેટ ઉપર સુધી ભરી દેવામાં આવ્યું છે એટલે આજે સચિવાલયે કરોડોની રોકડ અને સોનુ કાઢી દીધું. આ એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે વિકાસમાં સતત નીચે જઈ રહેલા રાજ્યમાં ભ્રષ્ટાચાર કઈ ઊંચાઈ પર પહોંચી ગયું છે. આ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. સરકારી સફાઇ ચાલુ છે, પરંતુ જનતાથી કશું જ છુપાયેલું નાથી.

નેતા પ્રતિપક્ષે કહ્યું કે, ભ્રષ્ટાચારની ગંગોત્રી આખરે સચિવાલય પહોંચી ગઈ. ત્યાં કરોડોની રોકડ અને સોનું જપ્ત થવું એ વાતના પુરાવા છે કે ગહલોત સરકાર રક્ષકની ભૂમિકામાં છે. 2000 રૂપિયાની નોટોને ચલણથી બહાર કરવાનું નિવેદન આપનારા મુખ્યમંત્રીજી તમે માત્ર એટલું કહી દો કે, તમારું સચિવાલય 2000ની અગણિત નોટોને કેમ ઓકી રહ્યું છે? યોજના ભવનના સૂચના અને ટેક્નોલોજી વિભાગમાં કયા ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે કરોડો રૂપિયા છુપાવીને રાખવામાં આવ્યા. પોતાના કાળા કારનામાઓને છુપાવવા માટે ઇમરજન્સીમાં બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં IT, ED અને ACB જેવા વિભાગોના કોઈ અધિકારી સામેલ નહોતા, શું માંજરો છે?

About The Author

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.