બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનને 6 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RCBએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા, પરંતુ તેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શકી. એવામાં, ચાલો જાણીએ પંજાબ કિંગ્સની હારના એ 5 ખલનાયકો, જેના કારણે ટીમના હાથમાંથી IPL ટ્રોફી સરકી ગઈ.

shrayas
BCCI

 

કેપ્ટન શ્રેયસ ઐય્યરની મોટી બેદરકારી

IPL 2025ની બીજી ક્વોલિફાયરમાં એકલા હાથે પંજાબ કિંગ્સને જીત અપાવનાર કેપ્ટન શ્રેયસ ઐય્યરથી ફાઇનલમાં મોટી ચૂંક થઈ ગઈ. મિડલ ઓર્ડરમાં જ્યારે ટીમને તેની જરૂર હતી, ત્યારે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. ફાઇનલ મેચમાં ઐય્યર માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો. બેટિંગમાં ઐય્યર ફ્લોપ જવાને કારણે પંજાબ કિંગ્સને ફાઇનલ હાર મળી.

nehal
BCCI

 

નેહલ વઢેરા પંજાબ માટે બન્યો મુશ્કેલી

આખી સીઝનમાં પંજાબ કિંગ્સ માટે મજબૂત રમત બતાવનાર નેહલ વઢેરા RCB વિરુદ્ધ ફાઇનલ મેચમાં ચાલી ન શક્યો. વઢેરાએ મેચમાં 100થી ઓછી સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. વઢેરાએ 18 બૉલમાં 15 રનની ઇનિંગ રમી. તેની ધીમી ઇનિંગને કારણે પંજાબ કિંગ્સની ટીમ પર દબાણ વધ્યું. નેહલ વઢેરાની આ ઇનિંગને કારણે પણ પંજાબ કિંગ્સને હાર મળી.

stoinis
navbharattimes.indiatimes.com

 

માર્કસ સ્ટોઇનિસ એક સિક્સ લગાવીને આઉટ થયો

RCB વિરુદ્ધ ફાઇનલ મેચમાં માર્કસ સ્ટોઇનિસે શરૂઆત સિક્સથી કરી હતી, પરંતુ તેણે બીજા જ બૉલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી. માર્કસ સ્ટોઇનિસનું આઉટ થવું પંજાબ કિંગ્સને ભારે પડી ગયું. આ વિકેટ સાથે જ, પંજાબ કિંગ્સના હાથમાંથી લગભગ ટ્રોફી નીકળી ગઈ. સ્ટોઇનિસની બેદરકારીપૂર્ણ ઇનિંગને કારણે પણ પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો.

prabh
BCCI

 

પ્રભસિમરન મોટી મેચમાં ન ચાલી શક્યો

પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહ પણ ફાઇનલ મેચમાં સારું પ્રદર્શન કરી ન શક્યો. પ્રભસિમરન સિંહે 22 બૉલમાં 26 રનની ઇનિંગ રમી. બેટિંગમાં તેનું ન ચાલી શકવું પણ પંજાબ કિંગ્સ માટે સમસ્યાઓ ઊભી થઈ. આ જ કારણ છે કે પંજાબની ટીમ ટ્રોફી જીતી ન શકી.

josh
espncricinfo.com

 

જોશ ઇંગ્લિશથી થઈ ગઈ મોટી ચૂંક

પંજાબ કિંગ્સ માટે RCB વિરુદ્ધ ફાઇનલ મેચમાં,જોશ ઇંગ્લિસે જરૂર 23 બૉલમાં 39 રનની ફાસ્ટ ઇનિંગ રમી હતી, પરંતુ જો તે સંભાળીને થોડો વધુ સમય ક્રીઝ પર રહ્યો હોત, તો પંજાબ કિંગ્સ માટે પરિણામ કંઈક અલગ રહેતું. જોશ ઇંગ્લિસની આ ભૂલને કારણે પંજાબ કિંગ્સના હાથમાંથી IPL ટ્રોફી સરકી ગઈ.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.