- National
- બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આં...
બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે
-copy1.jpg)
બેંગ્લોરમાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL વિજેતા બનતા તેમના સન્માનમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પણ ભીડ એટલી વધી ગઈ હતી, કે લોકો એક બીજા પર પડી રહ્યા હતા અને ભાગદોડ પણ થઈ ગઈ હતી, જેમાં અનેક લોકો દબાય ગયા હતા અને તેમાંથી 7 લોકોએ જીવ ગુમાવી દીધા છે, તેવી ખબર આવી રહી છે, આ સિવાય મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેક લોકોની હાલત ગંભીર છે.
https://twitter.com/IndiaObserverX/status/1930236360746483932
મૃતકોમાં મહિલા પણ શામેલ છે, જેઓ RCB ટીમના સન્માન કાર્યક્રમમાં સામેલ થવા માટે સ્ટેડિયમની અંદર જવા માગતા હતા, પરંતુ કોઈપણ આયોજન વગર ટૂંક સમયમાં આ કાર્યક્રમનું આયોજન થતા હજારોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા, જેને કારણે આ ઘટના બની હતી.
https://twitter.com/Maratha__Sardar/status/1930236484512010641
હાલમાં સ્ટેડિયમની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી ગઈ છે. આ પહેલા એવી પણ ખબર આવી હતી કે કર્ણાટક વિધાનસભાથી સ્ટેડિયમ સુધી બસમાં વિજય પરેડ કાઢવામાં આવશે, પરંતુ પોલીસે સુરક્ષા કારણોસર તે વિજય પરેડને કેન્સલ કરી દીધી હતી.
https://twitter.com/Nishkama_Karma1/status/1930236618360721805
હાલમાં સ્ટેડિયમની બહાર અનેક લોકોએ જીવ ગુમાવી દીધો છે અને સ્ટેડિયમની અંદર રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી સહિત મોટા નેતાઓ સામેલ થયા છે. RCBની ટીમ પણ સ્ટેડિયમની અંદર છે, જેમનું સન્માન કરવામાં આવવાનું છે.
https://twitter.com/Trend_VKohli/status/1930236955997938050
આખું સ્ટેડિયમ ખચાખચ ભરાઈ ગયું છે અને બહાર પણ હજુ લોકોની ભારે ભીડ છે. ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 18 વર્ષ બાદ પહેલીવાર IPLની ટ્રોફી જીતી છે, જેને કારણે આખા કર્ણાટક અને ખાસ કરીને બેંગ્લોરમાં દિવાળી જેવો માહોલ છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Opinion
-copy.jpg)