- National
- આમ આદમી પાર્ટી બાદ આ પાર્ટી પણ INDIA ગઠબંધનથી છેડો ફાડી શકે છે, પૂર્વ CMએ કહ્યું- અહંકાર...
આમ આદમી પાર્ટી બાદ આ પાર્ટી પણ INDIA ગઠબંધનથી છેડો ફાડી શકે છે, પૂર્વ CMએ કહ્યું- અહંકાર...
શિવસેના (UTB)ના વડા ઉદ્ધવ ઠાકરેએ MVA ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જો 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની જેમ બેઠકોની વહેંચણી અને ઉમેદવારોની પસંદગીમાં વિલંબ જેવી ભૂલોનું પુનરાવર્તન થાય છે, તો મહા વિકાસ આઘાડી (MVA)નું શું વાજબીપણું રહેશે? તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં MVAના પ્રભાવશાળી પ્રદર્શન પછીનો ઉત્સાહ વ્યક્તિગત અહંકારમાં ફેરવાઈ ગયો, જે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષોની પોતાની જીત પર કેન્દ્રિત હતો, જેના કારણે આખરે તેમની હાર થઈ.
શિવસેના (UTB)ના મુખપત્ર 'સામના'ને આપેલા ઇન્ટરવ્યુમાં, ઠાકરેએ અફસોસ વ્યક્ત કર્યો કે, તેમની પાર્ટીએ લોકસભા ચૂંટણી દરમિયાન તેના MVA સાથીઓને બેઠકો આપવી પડી, જે તે પહેલા ઘણી વખત જીતી ચૂકી છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, '(વિધાનસભા ચૂંટણી દરમિયાન) બેઠક વહેંચણી પર વાતચીત છેલ્લી ક્ષણ સુધી ચાલી. આ ઝઘડા (MVA સાથીઓ વચ્ચે)એ જનતાને અમારા વિશે ખોટો સંદેશ આપ્યો.' ભૂતપૂર્વ CMએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન કેટલાક મતવિસ્તારોમાં ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા ન હતા.
ઠાકરેએ કહ્યું, 'આ એક ભૂલ હતી, જેને સુધારવી પડશે. જો ભવિષ્યમાં આવી ભૂલો થતી રહેશે, તો સાથે રહેવાનો કોઈ અર્થ નથી.' તેમણે સૂચન કર્યું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન છૂટછાટો જાહેર કરવાની હરીફાઈથી શિવસેના (UBT), NCP (SP) અને કોંગ્રેસના જોડાણ MVAને નુકસાન થયું.

'EVM કૌભાંડ', નકલી મતદાર યાદીઓ અને વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારોની સંખ્યામાં વધારો થવા અંગે ચર્ચા થઈ રહી છે. ઠાકરેએ 'સામના'ના કાર્યકારી સંપાદક અને રાજ્યસભા સભ્ય સંજય રાઉતને કહ્યું કે 'લડકી બહેન' જેવી ભ્રામક યોજનાઓ હતી, જેણે ચૂંટણીની સંભાવનાઓને અસર કરી. પરંતુ તેમણે કહ્યું કે, ભૂલો સ્વીકારવામાં શરમાવું યોગ્ય નથી.
2024ની લોકસભા ચૂંટણીમાં, MVAએ મહારાષ્ટ્રમાં 48માંથી 30 બેઠકો જીતી હતી. જો કે, માત્ર પાંચ મહિના પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, BJPના નેતૃત્વ હેઠળના જોડાણ મહાયુતિએ MVAને હરાવ્યું. 288 સભ્યોની વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં, શિવસેના (UBT), શરદ પવારની NCP અને કોંગ્રેસે કુલ 46 બેઠકો જીતી હતી.

વિધાનસભા ચૂંટણીમાં, BJPએ સૌથી વધુ 132 બેઠકો જીતી હતી, જ્યારે DyCM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 અને DyCM અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ 41 બેઠકો જીતી હતી.

