- Gujarat
- ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના આધારે તેમણે ફાયર ઓફિસરની ડિગ્રી માટે એડમિશન મેળવ્યું અને ત્યારબાદ નોકરીમાં લાગી ગયા હતા. હવે આ 9માંથી 3 અધિકારીના નવાં કાંડનો ખુલાસો થયો છે. દિવ્યભાસ્કરના રિપોર્ટ મુજબ, જે સર્ટિફિકેટને કારણે AMCએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા એ જ સર્ટિફિકેટ દ્વારા હાંસલ કરેલી ડિગ્રી GPSCને આપી અને ક્લાસ-1 તેમજ ક્લાસ-2ની નોકરી મેળવી લીધી છે. અમદાવાદ ફાયર વિભાગે જેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા તેમાથી 3 અધિકારી ઓમ જાડેજા, અભિજિત ગઢવી અને અનિરુદ્ધ ગઢવીની ગણતરીના દિવસોમાં જ નવી ભરતીમાં નિમણૂક થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ આવેલી છે. કેન્દ્ર સરકાર હસ્તક ચાલતી આ કોલેજમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. આ પરીક્ષા સરળ હોતી નથી. એટલે પરીક્ષા અઘરી લાગતી હોય એવા ઉમેદવારો શોર્ટકર્ટ તરીકે ખાનગી કંપની તરફથી સ્પોન્સરશિપ મેળવી કોલેજમાં પ્રવેશ મેળવે છે, જોકે આ પદ્ધતિ ખોટી નથી, પરંતુ સ્પોન્સરશિપ આપનારી કંપનીઓ અને સંસ્થાઓએ ખરેખરમાં એવા સ્પોન્સર લેટર આપ્યા છે કે નહીં? એની તપાસ કરવામાં આવી હતી. NFSCએ ક્રોસ ઈન્ક્વાયરી કરી તો મોટો ભાંડો ફૂટ્યો હતો.
ઘણા એવા લોકો હતા, જેઓ નકલી સંસ્થાઓના નકલી સ્પોન્સરશિપ લેટર લઈને આવ્યા હતા અને એડમિશન લીધું, નાગપુરમાં ભણ્યા અને પછી એ જ સર્ટિફિકેટના આધારે દેશના વિવિધ શહેરોમાં ફાયર વિભાગમાં અલગ-અલગ પદ પર નોકરી પણ મેળવી લીધી હતી. આ વાત જ્યારે ધ્યાનમાં આવી તો NFSCના ડિરેક્ટરે 3 જૂન, 2019ના રોજ નાગપુરના માનકાપુર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી, જેમાં નકલી સ્પેન્સરશિપ લેટર આપનારી અલગ-અલગ 7 સંસ્થાનાં નામ પણ લખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તપાસનો રેલો ગુજરાત સુધી પણ પહોંચ્યો હતો.
2021માં સામે આવ્યું કે ગુજરાતના ઘણા ઉમેદવારોએ નકલી કંપનીઓમાંથી સ્પોન્સરશિપ મેળવીને નાગપુરની કોલેજમાં પ્રવેશ લીધો હતો. ગુજરાતમાં તો સિવિલ ડિફેન્સ જેવી સરકારી સંસ્થાના નકલી સ્પોન્સરશિપ પર પણ ઉમેદવારોએ આ કોલેજમાં એડમિશન લીધું હોવાનું સામે આવ્યું હતું. એટલે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની તપાસ બેસી અને નકલી સ્પેન્સરશિપ સર્ટિફિકેટના આધારે ડિગ્રી મેળવી નોકરી લેનારા અધિકારીઓને લિસ્ટ બનાવી. ત્યારબાદ 22 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદ મહાનગરપાલિકાએ કઠોર નિર્ણય લીધો અને 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, પરંતુ આટલેથી જ કહાની ખતમ ન થઈ. પીકચર હજી બાકી હતું.
અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણય સામે નોકરીમાથી હાથ ધોઈ બેઠેલા અધિકારીઓ હાઇકોર્ટમાં પહોંચ્યા. હાઇકોર્ટે AMCના નિર્ણય પર સ્ટે આપી દીધો, એટલે AMCએ મોટી બેંચ સમક્ષ આ કેસ મૂકવા અરજી કરી દીધી, પરંતુ આ સમયગાળામાં અન્ય એક ગજબનો ઘટનાક્રમ ચાલ્યો. હાઇકોર્ટે આપેલા એક ચુકાદા બાદ 9માંથી 4 અધિકારીને AMCએ કાઢી મૂક્યા છે, જોકે અન્ય 5 અધિકારીના મામલે હજી નીરની આવ્યો.
વર્ષ 2021થી લઈને 2025 સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં ફાયર વિભાગ માટે GPSC ભરતીપ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં અલગ-અલગ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવામાં આ 9 ટર્મિનેટેડ અધિકારીમાંથી 3 લોકો સામેલ હતા. ઓમ જાડેજા, અભિજિત ગઢવી અને અનિરુદ્ધ ગઢવી. GPSCની જુદી-જુદી ભરતીમાં શૈક્ષણિક લાયકાતમાં નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં કરેલા કોર્સનું સર્ટિફિકેટ પણ માન્ય ગણવામાં આવ્યું હતું. હવે એક બાદ એક ભરતીના પરિણામો આવ્યા અને આ ત્રણેય ઉમેદવારોએ અલગ-અલગ ભરતીમાં નિમણૂક પામ્યા હતા.

