- National
- હવે ટ્રાફિકના નિયમો તોડવા પર થશે બમણો દંડ, સરકાર બનાવવા જઈ રહી છે નવા નિયમ, ફરી આપવી પડશે ડ્રાઇવિંગ
હવે ટ્રાફિકના નિયમો તોડવા પર થશે બમણો દંડ, સરકાર બનાવવા જઈ રહી છે નવા નિયમ, ફરી આપવી પડશે ડ્રાઇવિંગ ટેસ્ટ
દેશભરમાં થતા માર્ગ અકસ્માતોમાં રોડ એન્જિનિયરિંગ ખામીઓ કે અન્ય કારણો ઉપરાંત પોતે વાહનચાલકોની બેદરકારી પણ એક મોટું કારણ છે. દુઃખની વાત એ છે કે દર વર્ષે થતા લગભગ 1.75 લાખ રોડ અકસ્માતોમાં મોટી સંખ્યામાં બાળકો પણ જીવ ગુમાવે છે. તો, બાળકોની સુરક્ષાની સાથે જ વાહન ચાલકોને જવાબદાર બનાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટને કડક બનાવવા માટે બાળકો સાથે મુસાફરી કરતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ બમણો કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેની સાથે જ મેરિટ-ડીમેરિટ પોઈન્ટ નોંધીને ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાનો વિચાર પ્રસ્તાવમાં સામેલ છે.
કહેવામાં આવે છે કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પ્રસ્તાવ બનાવ્યો છે કે, જો કોઈ વ્યક્તિ વાહન ચલાવતી વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તે સમયે ગાડીમાં બાળકો (સગીરો) પણ સવારી કરતા હોય તો ઉપરોક્ત નિયમના ઉલ્લંઘન માટે નિર્ધારિત દંડની રકમની તુલનામાં બમણો દંડ ફટકારવામાં આવશે.
આ પ્રસ્તાવ માત્ર ખાનગી વાહનો માટે જ નહીં, પરંતુ શાળાઓની માલિકીના અથવા ભાડા પર સંચાલિત કરવામાં આવી રહેલા વાહનો માટે પણ હશે. વાહન માલિક અને ડ્રાઇવર બંનેને સમાન રીતે જવાબદાર માનવામાં આવશે. આ સાથે જ એક અન્ય પ્રસ્તાવ એ પણ છે કે વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરોની ઓળખ કરવામાં આવે. તેના માટે, મેરિટ-ડીમેરિટ પોઇન્ટ સિસ્ટમ લાવવાની તૈયારી છે.
મેરિટ-ડીમેરિટ પોઇન્ટ જોડાવાનો વિચાર
આ વ્યવસ્થા હેઠળ નિયમો તોડનારા ડ્રાઇવરોના લાયસન્સ પર નેગેટિવ પોઇન્ટ નોંધવામાં આવશે. નિર્ધારિત મર્યાદા કરતા વધુ ડીમેરિટ પોઇન્ટ નોંધાયા બાદ, તે લાઇસન્સ સ્થાયી અથવા અસ્થાયી રૂપે રદ કરી શકાય છે. તેની સાથે જ વીમા પ્રીમિયમમાં પણ આ મેરિટ-ડીમેરિટ પોઇન્ટ્સને જોડવાનો વિચાર છે.
આ પ્રક્રિયા સાથે સરકાર એ નિયમ પણ લાગૂ કરવા માગે છે કે લાઇસન્સ રિન્યૂઅલ દરમિયાન મેરિટ-ડીમેરિટ પોઇન્ટ જોવામાં આવશે. જો વધુ ડીમેરિટ પોઇન્ટ હશે, તો ડ્રાઇવરે ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે.
સરકારે આ પ્રસ્તાવ તૈયાર કરીને ફીડબેક માટેને વિવિધ મંત્રાલયોને મોકલ્યો છે. નિશ્ચિત રૂપે સરકારનો આ પ્રસ્તાવ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વિશેષજ્ઞોની ચિંતા એ વાતને લઈને છે કે આવા કેટલા નિયમો જમીન પર લાગૂ કરવામાં આવશે. આમ પણ અત્યાર સુધી માર્ગ પરિવહન મંત્રાલયે માર્ગ સુરક્ષામાં સુધાર માટે જે પણ પ્રયાસો કે પ્રવધાન કરવાનો પ્રયાસ કર્યો છે, તેને રાજ્યો તરફથી અપેક્ષિત સહયોગ મળ્યો નથી.

