પશ્ચિમ બંગાળમાં SIRની પ્રક્રિયાએ વિખુટા પડેલા પરિવારને જોડ્યો; 37 વર્ષ પહેલાં કુટુંબને છોડી ગયેલો પુત્ર ઘરે પાછો ફર્યો

મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા, જે હાલમાં સમગ્ર પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદનું કેન્દ્ર બનેલી છે, જે પુરુલિયાના એક ગામમાં એક અદભુત અને લાગણીસભર પરિણામ લઈને આવ્યું છે. આ કાગળકામ સાથે જોડાયેલી સમગ્ર પ્રક્રિયા લગભગ ચાર દાયકા પહેલા અલગ થયેલા પરિવારને ફરીથી મેળવવાનું માધ્યમ બની હતી.

Bengal Family-Missing Son
cgimpact.org

ચક્રવર્તી પરિવારે તેમના મોટા પુત્ર, વિવેક ચક્રવર્તીને ફરી ક્યારેય મળશે એવી આશા છોડી દીધી હતી. વિવેક 1988માં ઘર છોડીને ગયો અને ફરી ક્યારેય પાછો ફર્યો ન હતો. વર્ષોની શોધખોળનું કોઈ પરિણામ આવ્યું નહીં. ધીમે ધીમે, પરિવાર કાયમ માટે દુ:ખમાં ડૂબી ગયો. પરંતુ SIR પ્રક્રિયા દ્વારા ભાગ્યએ એક એવો દરવાજો ખોલ્યો જે પરિવાર હંમેશા માટે બંધ મણિ રહ્યો હતો.

આ ચમત્કાર એક સરળ સરકારી ફોર્મ અને એક ભાઈની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાવાન પ્રતિબદ્ધતા દ્વારા શક્ય બન્યો. વિવેકનો નાનો ભાઈ પ્રદીપ ચક્રવર્તી, તેમના વિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર (BLO) છે. SIR ઝુંબેશ દરમિયાન, તેમના નામ અને ફોન નંબરવાળા ફોર્મ આખા વિસ્તારમાં વહેંચવામાં આવ્યા હતા અને એક સાધારણ ફોન કોલથી બધું બદલાઈ ગયું.

Bengal Family-Missing Son
zeenews.india.com

કોલકાતામાં રહેતા અને BLO સાથેના કોઈ કૌટુંબિક સંબંધથી અજાણ વિવેકના દીકરાએ દસ્તાવેજીકરણ સહાય માટે પ્રદીપને ફોન કર્યો. બંનેએ પરિવારના ઇતિહાસના ટુકડાઓ ભેગા કરવાનું શરૂ કર્યું ત્યારે એક નીરસ સત્તાવાર વાતચીત ધીમે ધીમે ભાવનાત્મક બની ગઈ.

પ્રદીપે બતાવ્યું કે, 'મારો મોટો ભાઈ છેલ્લે 1988માં ઘરે આવ્યો હતો. તે પછી, તે ગાયબ થઈ ગયો. અમે ઘણી જગ્યાએ શોધ કરી. કદાચ તેને કોઈ ગેરસમજ અથવા અભિમાન હતું, પરંતુ તેણે બધા સંબંધો તોડી નાખ્યા. જ્યારે આ છોકરો મારી સાથે વાત કરી, અને તેના જવાબો અમારી કૌટુંબિક ઓળખ સાથે મેળ ખાવા લાગ્યા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું મારા પોતાના ભત્રીજા સાથે જ વાત કરી રહ્યો છું.'

પ્રશ્નો ધીમે ધીમે ધ્રૂજતા અવાજોમાં ફેરવાઈ ગયા, અને અંતે, તે ક્ષણ આવી જેની બંનેમાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી. 37 વર્ષના મૌન પછી, પ્રદીપ અને વિવેકે એકબીજાના અવાજો સાંભળ્યા, અને દાયકાઓની પીડા આનંદમાં ફેરવાઈ ગઈ.

Bengal Family-Missing Son
indiatoday.in

ફોનની બીજી બાજુ, ભાવનાશીલ વિવેકે કહ્યું, 'આ લાગણીનું વર્ણન શબ્દોમાં કરી શકાતું નથી. 37 વર્ષ પછી, હું આખરે ઘરે પાછો ફરી રહ્યો છું. મેં મારા પરિવારના બધા સભ્યો સાથે વાત કરી છે. હું ખુશીથી આનંદવિભોર થઇ ગયો છું. હું ચૂંટણી પંચનો આભાર માનું છું. જો SIR પ્રક્રિયા ન હોતે તો, આ પુનઃમિલન ક્યારેય શક્ય બન્યું ન હોત.'

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.