ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર OBC અનામતમાં ક્રીમી લેયર નક્કી કરવાના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. આ એટલા માટે છે કે, સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, યુનિવર્સિટીઓ, ખાનગી ક્ષેત્ર અને રાજ્ય સરકારી સંસ્થાઓમાં સમાન ધોરણ લાગુ કરી શકાય. સરળ ભાષામાં, તેનો અર્થ એ છે કે કયા પદ અથવા આવક મર્યાદા હેઠળ આવતા OBC શ્રેણીના લોકો અનામતના લાભોથી બહાર રહેશે. હવે આ બધા ક્ષેત્રોમાં એક સરખી રીતે નક્કી કરવામાં આવશે. આનાથી જાતિ પ્રમાણપત્ર બહાર પાડવામાં આવતી સમસ્યાઓ ઓછી થશે અને અનામત વ્યવસ્થા વધુ પારદર્શક બની શકશે. હવે આપણે આને બરાબર સમજવાની જરૂર છે.

Government,-OBC-Creamy-Layer
livehindustan.com

હકીકતમાં, એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલમાં તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ દરખાસ્ત સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ, કાયદા મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, જાહેર સાહસો વિભાગ, નીતિ આયોગ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ NCBC વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો પછી તૈયાર કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં સમાન માપદંડ નક્કી કરીને OBC પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

સુપ્રીમ કોર્ટના ઇન્દ્રા સાહની વિરુદ્ધ ભારત સરકારના મંડલ કમિશનના નિર્ણય પછી 1992માં ક્રીમી લેયરનો ખ્યાલ અમલમાં આવ્યો. શરૂઆતમાં 1993માં, આવક મર્યાદા વાર્ષિક રૂ. 1 લાખ નક્કી કરવામાં આવી હતી, જેને 2004, 2008, 2013માં સુધારી દેવામાં આવી હતી અને 2017માં આ મર્યાદા વધારીને રૂ. 8 લાખ કરવામાં આવી હતી. આ અંતર્ગત, ઉચ્ચ હોદ્દા ધરાવતા OBC વર્ગના તે લોકો જેમની આવક અથવા પદ મર્યાદા આ માપદંડથી ઉપર છે તેઓ અનામતના લાભોમાંથી બહાર થઇ જાય છે.

Government,-OBC-Creamy-Layer4
samarsaleel.com

2017માં, કેટલાક કેન્દ્રીય PSUમાં પોસ્ટ સમાનતા નક્કી કરવામાં આવી હતી. આ પછી પણ, તે ખાનગી ક્ષેત્ર, યુનિવર્સિટીઓ, રાજ્ય સરકારના વિવિધ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પેન્ડિંગ રહ્યું. આ કારણે ઘણી વખત OBC વર્ગના લોકોને જાતિ પ્રમાણપત્ર આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓમાં સહાયક પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસર જેવી શિક્ષણ પોસ્ટ્સનો પગાર ધોરણ સામાન્ય રીતે લેવલ-10 અથવા તેનાથી ઉપરથી શરૂ થાય છે. જે સરકારના ગ્રુપ-A પોસ્ટ્સ જેટલો હોય છે. આવી સ્થિતિમાં, આ પોસ્ટ્સને ક્રીમી લેયરમાં સમાવવાનો પ્રસ્તાવ છે. જેથી તેમના બાળકોને OBC અનામતનો લાભ ન મળે. બીજી તરફ, ખાનગી ક્ષેત્રમાં, પોસ્ટ અને પે સ્કેલ વચ્ચે ઘણો તફાવત હોવાથી, પોસ્ટ સમાનતા નક્કી કરવી મુશ્કેલ છે. તેથી, આવક/મિલકતના માપદંડોના આધારે નિર્ણય લેવાનું સૂચન છે.

કેન્દ્ર અને રાજ્યના સ્વાયત્ત અને વૈધાનિક સંસ્થાઓમાં પોસ્ટ સમાનતા કેન્દ્ર રાજ્ય સરકારના અધિકારીઓના પગાર ધોરણ અને સ્તરના આધારે નક્કી કરવાનો પ્રસ્તાવ છે. તેવી જ રીતે, યુનિવર્સિટીઓના બિન-શિક્ષણ કર્મચારીઓને પણ તેમના પોસ્ટ-લેવલ-પે સ્કેલ અનુસાર ક્રીમી લેયરમાં મૂકી શકાય છે.

Government,-OBC-Creamy-Layer1
livehindustan.com

રાજ્યના જાહેર ક્ષેત્રના એકમો માટે પ્રસ્તાવ છે કે, 2017ના ધોરણો કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમોની જેમ લાગુ કરવામાં આવે, જેમાં તમામ એક્ઝિક્યુટિવ સ્તરના પદો, બોર્ડ સ્તરના અધિકારીઓ અને મેનેજરિયલ પદો પર તૈનાત અધિકારીઓ ક્રીમી લેયરમાં આવે છે. પરંતુ, જો આ અધિકારીઓની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તેમને ક્રીમી લેયરમાં સમાવવામાં આવશે નહીં.

સરકારી સહાયિત સંસ્થાઓના કિસ્સામાં, એવું પ્રસ્તાવ છે કે, તેઓ સામાન્ય રીતે સંબંધિત કેન્દ્ર/રાજ્ય સરકારના પગાર ધોરણ અને સેવા શરતોનું પાલન કરે છે, તેથી તેમના કર્મચારીઓને પોસ્ટ સમાનતાના આધારે ક્રીમી લેયરમાં મૂકવામાં આવે. સુપ્રીમ કોર્ટ અને ઘણી હાઈકોર્ટમાં આ વિષય પર મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે. તેથી, સ્પષ્ટ નીતિની જરૂરિયાત જણાવવામાં આવી રહી છે. આ પગલાથી OBC સમુદાય માટે રોજગારની તકો વધશે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ વધવા માટે મજબૂતી મળશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.