- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ: 15-8-2025
વાર: શુક્રવાર
આજની રાશિ મેષ
ચોઘડિયા, દિવસ
ચલ 06:18 - 07:55
લાભ 07:55 - 09:31
અમૃત 09:31 - 11:07
કાળ 11:07 - 12:43
શુભ 12:43 - 14:19
રોગ 14:19 - 15:55
ઉદ્વેગ 15:55 - 17:31
ચલ 17:31 - 19:07
ચોઘડિયા, રાત્રિ
રોગ- 19:07 - 20:31
કાળ- 20:31 - 21:55
લાભ- 21:55 - 23:19
ઉદ્વેગ- 23:19 - 24:43
શુભ- 24:43 - 26:07
અમૃત- 26:07 - 27:31
ચલ- 27:31 - 28:55
રોગ- 28:55 - 30:19
રાહુ કાળ- 11:07 - 12:43
યમ ઘંટા - 15:55 - 17:31
અભિજિત-12:17 - 13:09
મેષ - પતિ પત્નીના સંબંધો મજબૂત બને, વાગવા પડવાથી સાચવવું, સરસ્વતી માતાનું સ્મરણ કરવું.
વૃષભ - તમારા મોસાળ તરફથી લાભ મળે, પ્રેમ સંબંધોમાં તણાવ ઉત્પન ન થાય સાચવવું, પોતાની પાસે કપૂર રાખો, મન આનંદમાં રાખી કામ કરી શકશો.
મિથુન - સંતાનની પ્રગતિથી આનંદ રહે, ઘરમાં નવીન વસ્તુઓ લાવી શકશો, ભગવાન લક્ષ્મી નારાયણનું સ્મરણ કરી નીકળશો દિવસ આનંદમય રહે.
કર્ક - આજે ઘર પરિવારમાં આનંદ રહે, તમારા સાહસથી ધંધામાં પ્રગતિ થશે, ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી આજે લાભ થાય.
સિંહ - તમારા ભાઈ બહેન સાથે ના સંબંધ મજબૂત થાય, બહારના કામથી વ્યસ્ત રહેતા થાકનો અનુભવ થાય, ઘરેથી મીઠી વસ્તુ ખાઇ બહાર નીકળવું.
કન્યા - આજે તમારી વાણીથી ધારેલા કામ પાર પાડી શકશો, આજે ખોરાક લેવામાં ધ્યાન રાખવું, જળાશય કે નદીના દર્શન અવશ્ય કરશો.
તુલા - પતિ પત્નીના સંબંધ સુધરે, પૈસાની બચતમાં વધારો થાય, કપૂરનો દીપક આજે અવશ્ય કરજો.
વૃશ્ચિક - શરદી ખાંસી જેવા રોગોથી સાચવવું, તમારી બચતમાં વધારો થાય, ઘરમાં ધૂપ કરી ફેરવજો આનંદની અનુભૂતિ થશે.
ધન - સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે, વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, ઘરેથી ગોળ ખાઈને બહાર નીકળવું.
મકર - ઘર પરિવારમાં આનંદ રહે, ભાગ્ય આજે તમને સાથ આપશે, રોકાયેલા કામ પૂર્ણ થાય, તમારી કુળદેવીનું નામ લઈ આજે બહાર નીકળવું.
કુંભ - આજે પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી શકશો, ધનલાભના આજે પ્રબળ યોગ છે, માતાજીનું સ્મરણ કરી બહાર નીકળવું.
મીન - તમારી ભક્તિમાં આજે વધારો થાય, પતિ કે પત્ની સાથે ના વિવાદોનો અંત લાવી શકશો, આજે ગણેશજીને લાલ ફૂલ અર્પણ કરશો, આપનો દિવસ શુભ રહે,
દિવ્યાંગ ભટ્ટ.

