- National
- ભરણપોષણ માટે મહિલાએ પતિ પાસે 12 કરોડ, BMW, ઘર માંગ્યું...CJIએ કહ્યું- 'શિક્ષિત સ્ત્રીએ ગુજરાન જાતે ચ...
ભરણપોષણ માટે મહિલાએ પતિ પાસે 12 કરોડ, BMW, ઘર માંગ્યું...CJIએ કહ્યું- 'શિક્ષિત સ્ત્રીએ ગુજરાન જાતે ચલાવવું જોઈએ'
છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, જો કોઈ મહિલા સારી શિક્ષિત છે, તો તેણે પોતાના જીવન નિર્વાહ માટે ભરણપોષણ પર આધાર રાખવાને બદલે પોતે જાતે કમાવું જોઈએ.
એક મહિલાએ પતિ સામે મુંબઈમાં ફ્લેટ, ₹12 કરોડના ભરણપોષણ અને BMW કારની માંગણી કરી હતી. ભારતમાં મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલામાં સૂચન આપ્યું કે:
"તમારા લગ્ન ફક્ત 18 મહિના જ ચાલ્યા છે અને તમે દર મહિને ₹1 કરોડ માગો છો? તમે એટલા શિક્ષિત છો, તો નોકરી કેમ નથી કરતા? એક ઉચ્ચ શિક્ષિત સ્ત્રી ખાલી બેસી શકતી નથી. તમારે જાતે કમાવું જોઈએ અને પોતાનું ભવિષ્ય ઊભું કરવું જોઈએ."
કોર્ટે મહિલાને બે વિકલ્પ આપ્યા:
તમારે મુંબઈના ફ્લેટથી સંતુષ્ટ રહેવું જોઈએ, આથવા તો ₹4 કરોડ સ્વીકારી લે અને પછી કોઈ સારી નોકરી શોધી પોતાનું વ્યવસાયિક જીવન શરૂ કરવું જોઈએ. નિર્ણય અનામત રાખવામાં આવ્યો છે અને સાથે સાથે છૂટાછેડાનો કેસ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
મહિલાની દલીલો:
"મારો પતિ ખૂબ ધનવાન છે. સિટી બેંકમાં મેનેજર છે અને બે અલગ વ્યવસાય પણ ચલાવે છે."
"મને બાળક જોઈતું હતું, પણ પતિએ મને માતૃત્વથી વંચિત રાખી."
"મારા પતિએ આરોપ મૂક્યો કે મને સ્કિઝોફ્રેનિયા છે. પરંતુ શું હું એવી લાગી રહી છું?"
"પતિએ મને નોકરી છોડવા દબાણ કર્યું હતું. હવે તો મારા વિરુદ્ધ FIR પણ દાખલ છે, તો નોકરી ક્યાં મળશે?"
સુપ્રીમ કોર્ટે આપેલો જવાબ:
CJI ગવઈએ સ્પષ્ટ કહ્યું કે FIR રદ કરી શકાય છે, પરંતુ તમે તમારા પતિના પિતાની મિલકત પર દાવો ન કરી શકો.
"તમે ખૂબ શિક્ષિત છો અને તમે તમારી ઈચ્છાથી નોકરી ન કરવાની પસંદગી કરી છે. પરંતુ એક શિક્ષિત વ્યક્તિએ પોતાની આર્થિક સ્વતંત્રતા માટે પ્રયત્ન કરવો જોઈએ."
પતિનો પક્ષ:
મહિલાના પતિની તરફથી વરિષ્ઠ વકીલ માધવી દિવાને કહ્યું:
"પતિ પણ રોજગારી માટે કામ કરે છે અને પત્ની આવી અનૌચિત માંગ કરી શકતી નથી."
"પત્ની પાસે પહેલેથી જ બે કાર પાર્ક કરવા માટે યોગ્ય ફ્લેટ છે, જે આવકનો સ્ત્રોત બની શકે છે."
"BMW માટે જે કારની માગણી છે તે 10 વર્ષ જૂની હતી અને હવે વપરાતી નથી."
અંતે સુપ્રીમ કોર્ટે એવું દર્શાવ્યું કે છૂટાછેડા બાદ મહિલાઓએ સંપૂર્ણ રીતે પતિની કમાણી પર આધારિત ન રહેવું જોઈએ, ખાસ કરીને જ્યારે તેઓ સારી રીતે શિક્ષિત હોય. આ નિર્ણય સામાજિક અને ન્યાયિક દૃષ્ટિએ મહત્ત્વનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

