રામ મંદિરના નામે મહિલાએ આપ્યો 4 કરોડનો ચેક, ખાતામાં નીકળ્યા ફક્ત 3 રૂપિયા... એક્શનની તૈયારીમાં બેંક

અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા ચેક બાઉન્સ થવાનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈની એક મહિલા ભક્તે રામ મંદિરના કર્મચારીઓની સુવિધા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ₹4 કરોડનો ચેક આપ્યો હતો. જ્યારે ટ્રસ્ટે ચેક જમા કરાવ્યો, ત્યારે ચકાસણીમાં ખાતામાં ફક્ત ₹3 જ હોવાનું બહાર આવ્યું. પૂરતી રકમ ન હોવાને કારણે ₹4 કરોડનો ચેક બાઉન્સ થઇ ગયો.

અહેવાલો અનુસાર, મહિલા શ્રદ્વાળું ઇચ્છતી હતી કે તેનું ₹4 કરોડનું દાન ખાસ કરીને રામ મંદિરના કર્મચારીઓ માટે સુવિધાઓ માટે ખર્ચવામાં આવે. આના માટે તેણે ટ્રસ્ટ પાસેથી આ અંગે લેખિત ખાતરી માંગી હતી; જો કે, ટ્રસ્ટે આવી લેખિત ગેરંટી ન આપી હોવાનું સામે આવ્યું છ. આ દરમિયાન, મહિલાએ મંદિરને ₹10,000નું દાન પણ આપ્યું હતું.

₹4 કરોડનો ચેક બાઉન્સ થયા બાદ બેંક ચેક જાહેર કરનાર મહિલાને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. નોટિસમાં તેમના ખાતામાં પૂરતી રકમ ન હોવા છતાં આટલી મોટી રકમનો ચેક કેમ આપવામાં આવ્યો આ સંબંધમાં ખુલાસો માંગવામાં આવી શકે છે. ચેક બાઉન્સ થવાના કેસોમાં નિયમો અનુસાર કાનૂની કાર્યવાહીનું પણ પ્રાવધાન છે.

ram mandir
gnttv.com

જોકે, હાલમાં ટ્રસ્ટ તરફથી મહિલા શ્રદ્વાળું સાથે વાતચીત દ્વારા આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટના અંગે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

અગાઉ પણ કરોડોના ચેક બાઉન્સ થયા હતા

2020માં રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે નિધિ સમર્પણ અભિયાન' દરમિયાન, 45 દિવસમાં આશરે ₹3,500 કરોડનું યોગદાન એકત્રિત કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ચેક દ્વારા યોગદાન આપ્યું હતું. તે સમયે, ટેકનિકલ અથવા અન્ય કારણોસર લગભગ ₹100 કરોડના ચેક બાઉન્સ થયા હતા. મોટાભાગના ચેક પછીથી ફરીથી જમા કરવામાં આવ્યા હતા, અને ભંડોળ પાછું મેળવવામાં આવ્યું હતું. જોકે, એવું પણ બહાર આવ્યું છે કે આશરે ₹22 કરોડના ચેકની રકમની રિકવરી હજુ બાકી છે.

ram mandir
jagran.com

રામ લલ્લા મંદિરને વિવિધ માધ્યમો દ્વારા આશરે ₹3 થી ₹4 કરોડનું દાન મળવાની માહિતી છે. આમાં રોકડ, ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક દ્વારા આપવામાં આવેલા યોગદાનનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે દર મહિને લગભગ ₹1 થી ₹1.5 કરોડના દાન ચેક દ્વારા પ્રાપ્ત થાય છે. ₹4 કરોડના ચેક બાઉન્સ થયા પછી ટ્રસ્ટ મોટી રકમના ચેક સ્વીકારતી વખતે અને તેમની ક્લિયરિંગ પ્રક્રિયામાં વધુ સાવધાની રાખી શકે છે. જો કે, ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી આ બાબત અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

About The Author

Related Posts

Top News

શું કપડા મોંઘા થવાના છે? કોટન યાર્નના ભાવમાં ધરખમ વધારો

કલ્પના કરો કે તમે બજારમાં કોટન ટી-શર્ટ ખરીદવા જાઓ છો અને તેની કિંમત પહેલા કરતા વધારે જોવા મળે છે. પ્રશ્ન...
Business 
શું કપડા મોંઘા થવાના છે? કોટન યાર્નના ભાવમાં ધરખમ વધારો

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે? 4 તારીખે કે 5 તારીખે, જાણી લો પૂજા માટે સાચી તારીખ અને શુભ સમય

હિંદુ ધર્મમાં, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા...
Astro and Religion 
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે? 4 તારીખે કે 5 તારીખે, જાણી લો પૂજા માટે સાચી તારીખ અને શુભ સમય

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 01-09-2026 દિવસ: મંગળવાર મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારતીયો માટે હવે ઉઝબેકિસ્તાનમાં 30 દિવસ માટે વીઝા-ફ્રી એન્ટ્રી, જાણી લો ફરવાલાયક સ્થળો વિશે

ભારતીય નાગરિકો માટે સેન્ટ્રલ એશિયાના સૌથી આકર્ષક દેશોમાંના એક એવા ઉઝબેકિસ્તાનની મુસાફરી હવે અત્યંત સરળ બની ગઈ છે. ઉઝબેકિસ્તાન સરકારે...
Lifestyle 
ભારતીયો માટે હવે ઉઝબેકિસ્તાનમાં 30 દિવસ માટે વીઝા-ફ્રી એન્ટ્રી, જાણી લો ફરવાલાયક સ્થળો વિશે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.