સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને પ્સ્પષ્ટ હિન્દીમાં વાત કરવા લાગ્યા ત્યારે સૌ કોઈ અને ખાસ કરીને ભારતીયોના હૃદયમાં ગર્વની લાગણી ઉભરી આવી છે. ઇન્ડિયા ટુડેના પત્રકાર રાજદીપ સરદેસાઈ સાથેની વાતચીતમાં તેમણે પ્રશ્નોના જવાબ આપ્યા ઉપરાંત ભારત સાથેના ઊંડા સંબંધો, પોતાના વિદ્યાર્થીજીવનની યાદો અને ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓનો પણ સચોટ જવાબ આપ્યો અને આ બધું જ સ્વચ્છ હિન્દીમાં!

સલાહ જમાએ જણાવ્યું કે તેમણે પુણે, હૈદરાબાદ અને દિલ્હી જેવા શહેરોમાં અભ્યાસ કર્યો છે. ત્યાં વિતાવેલા સમયે તેમને ભારતીય સંસ્કૃતિ, ભાષા અને લોકો સાથે ગાઢ સંબંધ બંધાયો. આ સંદર્ભ એ બતાવે છે કે હિન્દી માત્ર ભારતની રાષ્ટ્રભાષા જ નથી રહી પરંતુ તે વૈશ્વિક સ્તરે પણ સંપર્કનું માધ્યમ બની છે. આફ્રિકાના એક દેશના ઉચ્ચ હોદ્દેદાર દ્વારા આ ભાષામાં વાત કરવી એ ભારતીય ભાષા અને સંસ્કૃતિની વૈશ્વિક પહોંચનું સચોટ પ્રમાણ છે.

photo_2026-01-25_17-55-45

જ્યારે આપણા દેશના નેતાઓ ક્યારેક પ્રાદેશિક ભાષાઓના મુદ્દે વિવાદમાં આવે છે ત્યારે વિદેશી નેતા હિન્દીને આટલી સરસ રીતે અપનાવે એ આપણી સાંસ્કૃતિક શક્તિનો પુરાવો છે. આ ઘટના ભારત સોમાલિયા વચ્ચેના ઐતિહાસિક અને શૈક્ષણિક સંબંધોને પણ નવી દિશા આપે છે અને યાદ અપાવે છે કે ભાષા માત્ર સંચારનું સાધન નથી પરંતુ તે હૃદયોને જોડનારી, સન્માન વધારનારી અને ગૌરવની ભાવના જગાડનારી ઊર્જા છે.

આવી ક્ષણો આપણને કહે છે કે હિન્દીનો ઉપયોગ વધુને વધુ વૈશ્વિક બની રહ્યો છે અને તેના માટે આપણે ખરેખર ગર્વ અનુભવી શકીએ છીએ. સલાહ જમાની આ હિન્દીએ ન માત્ર એક ઇન્ટરવ્યૂને યાદગાર બનાવ્યું પરંતુ ભારતીય ભાષાને વિશ્વમંચ પર નવું ગૌરવ પણ અર્પણ કર્યું.

About The Author

Related Posts

Top News

દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

  સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્રારા સાયબર સ્લેવરી વેબસીરિઝ તૈયાર કરવામાં આવી છે અને સાયબર ફ્રોડના અવેરનેસ માટે એક14...
Gujarat 
દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની
Copyright (c) Khabarchhe All Rights Reserved.