વિશ્વના સૌથી પ્રભાવશાળી 500 મુસ્લિમોની યાદી જાહેર, ભારતના આ 22 લોકોના નામ સામેલ

વિશ્વભરમાં The Muslim 500 નામની આ યાદી ખૂબ ધ્યાન ખેંચી રહી છે. આ એ યાદી છે જેમાં વૈશ્વિના 500 પ્રભાવશાળી મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારતમાંથી 22 વ્યક્તિઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. તેમાં ધાર્મિક નેતાઓ અને બોલિવુડ અભિનેતાથી લઈને ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. ભારત તરફથી જે મુસ્લિમોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં પહેલું સ્થાન જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીનું છે; આમ મદનીને વૈશ્વિના પ્રભાવશાળી મુસ્લિમોમાં 18મા ક્રમે છે.

ભારતના 22 લોકો પર નજર કરીએ જેમને 'ધ મુસ્લિમ 500' યાદીમાં સ્થાન મળ્યું છે

શેખ અબૂબકર અહમદ

મૌલાના કમરુઝ્ઝમાં આઝમી

શબાના આઝમી

4. સૈયદ ઈબ્રાહિમુલ ખલીલ અલ-બુખારી

5. મીરવાઈઝ ઉમર ફારૂક

6. ડૉ. હાશિમા હસન

7. મૌલાના સાદ કંધલવી

8. મૌલાના ઝુહૈર-ઉલ-હસન કંધલવી. આમિર ખાન

10. ડૉ. સાનિયાસનૈન ખાન

11. શાહરૂખ ખાન

12. મૌલાના મહમૂદ મદની

13. મૌલાના સૈયદ અરશદ મદની

14. ડૉ. બહાઉદ્દીન મુહમ્મદ જમાલુદ્દીન નદવી

15. ડૉ. ઝાકિર અબ્દુલ કરીમ નાઈક

16. મુફ્તી અબુલ કાસિમ નોમાની

17. મૌલાના શાકિર અલી નૂરી

18. અસદુદ્દીન ઓવૈસી

19. અઝીમ પ્રેમજી

20. મૌલાના બદ્રુદ્દીન અજમલ

21. એ. આર. રહેમાન

22. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન

24

મૌલાના મહમૂદ મદની ભારતના એવા શખ્સ છે જેમણે ટોપ-50માં સ્થાન મળ્યું છે. બોલિવુડમાંથી આ યાદીમાં શાહરૂખ ખાન, આમિર ખાન, શબાના આઝમી અને સંગીતકાર એ. આર. રહેમાનનો સમાવેશ થાય છે. આ સત્તાવાર યાદીમાં શાહરૂખ ખાનના નામની આગળ New લખેલું છે, જેનો મતલબ આ વર્ષે તેમનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, યાદીમાં રાજકીય ક્ષેત્રમાંથી અસદુદ્દીન ઓવૈસી અને બદરુદ્દીન અજમલ, વ્યાપાર જગતમાંથી અઝીમ પ્રેમજી અને વિજ્ઞાન ક્ષેત્રમાંથી ડૉ. હાશિમા હસનનો સમાવેશ થાય છે.

આ યાદી કોણ પ્રકાશિત કરે છે?

'ધ મુસ્લિમ 500'નું આખું નામ 'The World's 500 Most Influential Muslims' છે, તેને જોર્ડનમાં સ્થિત 'ધ રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર' નામની સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ યાદી સૌપ્રથમ 2009માં બહાર પાડવામાં આવી હતી અને 2027ની આવૃત્તિ તેનું 18મું વાર્ષિક પ્રકાશન છે. આ વર્ષના અહેવાલમાં 82 દેશોના 509 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 29 વ્યક્તિઓ એવી છે જેઓ પ્રથમ વખત આ યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે.

25

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેમણે આ ટોચનું સ્થાન સાઉદી અરેબિયાના રાજા સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તેમજ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆન સાથે સંયુક્ત રૂપે આ સ્થાન હાંસલ કર્યું છે.

About The Author

Related Posts

Top News

ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, બોલ્યા- ‘મોદી ખૂબ ટફ વ્યક્તિ છે’, આગામી 12 મહિનામાં દુનિયાને...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોડ (QUAD) નેતાઓની બેઠક દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમને ટફ વ્યક્તિ ગણાવ્યા....
ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, બોલ્યા- ‘મોદી ખૂબ ટફ વ્યક્તિ છે’, આગામી 12 મહિનામાં દુનિયાને...

ક્રિકેટમાં એક યુગનો અંત... ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ! લોકો બોલ્યા- ‘હવે IPLનો કોઇ અર્થ નથી..’

પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એમ.એસ. ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. તે હવે ચેન્નાઈ સુપર કિંગ્સનો મેન્ટોર બની...
Sports 
ક્રિકેટમાં એક યુગનો અંત... ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ! લોકો બોલ્યા- ‘હવે IPLનો કોઇ અર્થ નથી..’

SMCના કર્મચારીને લાફો ખાધા બાદ ભાન આવ્યું? પોલીસ સ્ટેશનમાં અધિકારીએ માફી માંગી

છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બનેલા ‘લાફા કાંડ’ના રહસ્ય પરથી આખરે પડદો ઉંચકાયો છે. વેસુ ...
Gujarat 
SMCના કર્મચારીને લાફો ખાધા બાદ ભાન આવ્યું? પોલીસ સ્ટેશનમાં અધિકારીએ માફી માંગી

જેફરી એપસ્ટીનના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મૃત્યુને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો આવ્યો છે. જાણીતા ફોરેન્સિક નિષ્ણાતે દાવો કર્યો છે કે, જેફરી એપસ્ટીનનું મૃત્યુ...
World 
જેફરી એપસ્ટીનના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.