- National
- પુરુષોને નફરત કરતી બે છોકરીએ એકબીજા સાથે કર્યા લગ્ન
પુરુષોને નફરત કરતી બે છોકરીએ એકબીજા સાથે કર્યા લગ્ન

ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કર્યા. આમાં, આશા નામની છોકરી પતિ બની, જ્યારે જ્યોતિ નામની છોકરી પત્ની બની. તેઓએ મંદિરમાં એક બીજાને વરમાળા પહેરાવી અને સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી. હાલમાં, આશા અને જ્યોતિના લગ્ન આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

હકીકતમાં, બદાયૂંના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન સ્થિત કોર્ટ પરિસરમાં ગઈકાલે એક અનોખી ઘટના જોવા મળી હતી. અહીં, દિવાકર વર્મા નામના વકીલના ચેમ્બર પાસેના શિવ મંદિરમાં, બે લવ જેહાદની શિકાર બનેલી બે મહિલાઓ, આશા અને જ્યોતિએ એકબીજાને વરમાળા પહેરાવીને લગ્ન કર્યા હતા. તેમણે એડવોકેટ દિવાકર સમક્ષ એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારપછી એડવોકેટે તેમને મદદ કરી.
છોકરીઓએ કહ્યું કે અમે મિત્રો છીએ અને લગભગ 3 મહિનાથી સાથે રહીએ છીએ. ભવિષ્યમાં પણ, અમે બંને જીવનભર પતિ-પત્ની તરીકે સાથે રહેવા માંગીએ છીએ. પરંતુ સમાન લિંગના હોવાને કારણે, લગ્ન કાયદેસર રીતે થઈ શક્યા નહીં, જેના કારણે તેઓએ કલેક્ટર કચેરી સ્થિત શિવ મંદિરમાં માળા બદલીને લગ્ન કર્યા અને જીવનભર એકબીજા સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી.

જ્યોતિ સાથે લગ્ન કરીને તેના પતિ બનેલી આશાએ કહ્યું કે તે પુરુષ સમાજને નફરત કરે છે. એક બીજી સમુદાયના બે છોકરાઓએ પોતાના નામ બદલીને તેમની સાથે પ્રેમ કરતા હોવાનું નાટક કર્યું હતું, તેમણે તેમની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને આખરે તેમની સાથે છેતરપિંડી કરી. કાયદાએ પણ તે ગુનેગારોને કોઈ સજા આપી ન હતી. એટલા માટે હવે અમે કોઈ પુરુષ સાથે લગ્ન કરવા માંગતા નથી. ભલે કાયદો અમને લગ્ન કરવાની પરવાનગી ન આપે, છતાં અમે બંનેએ મંદિરના પરિસરમાં લગ્ન કરી લીધા છે.

જ્યારે, તેની પત્ની બનેલી યુવતી જ્યોતિએ કહ્યું કે, ભલે અમારા લગ્ન કાયદેસર રીતે માન્ય ન હોય, પણ અમે બંને જીવનભર સાથે રહીશું. પતિ-પત્ની તરીકે, અમે એકબીજાની સહારો બનીશું. જ્યોતિએ વધુમાં કહ્યું કે, પુરુષો પ્રત્યેની નફરતને કારણે અમે આ પગલું ભરી રહ્યા છીએ. અમને બીજા સમુદાયના છોકરાઓએ દગો આપ્યો છે.
બંને છોકરીઓએ એમ પણ કહ્યું કે, જો તેમના પરિવારો તેમની સાથે સંબંધ જાળવી રાખે તો કોઈ વાંધો નથી, નહીં તો અમે બંને પોતાનું આખું જીવન એકબીજાના સહારાથી પસાર કરી નાખીશું. લવ જેહાદ પર સરકાર ગમે તેટલી કડક હોય, પણ તેમની સાથે છેતરપિંડી કરનારાઓને કોઈ સજા મળી નથી.

આ કેસમાં આશા અને જ્યોતિના વકીલ દિવાકર વર્માએ જણાવ્યું હતું કે, બંને છોકરીઓ મારી પાસે આવી અને કહ્યું કે અમે લગ્ન કરવા માંગીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમે બંને પુરુષોને ખૂબ જ નફરત કરીએ છીએ. પુરુષોએ અમને ખૂબ ત્રાસ આપ્યો છે. બીજા ધર્મના છોકરાઓએ પ્રેમમાં દગો આપ્યો, બંને લવ જેહાદનો ભોગ બની છે. તેમની વાત સાંભળ્યા પછી, કોર્ટ પરિસરમાં આવેલા મંદિરમાં તે બંનેના લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા.
Top News
કમિન્સ અને હેડને IPLની ટીમે 83 કરોડની ઓફર આપી કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમ છોડી દો, પણ...
છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી
શું હજારો બેરોજગાર રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડની તેજીએ બચાવી લીધા?
Opinion
3.jpg)