શું સી.આર.પાટીલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે? ચર્ચાનો માહોલ ગરમ

ગુજરાત ભાજપ ના નેતા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું નામ હાલમાં રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચર્ચામાં છે. હાલમાં સુરતમાં ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ દરમિયાન પાટીલની હાજરીએ આ અટકળોને વેગ આપ્યો છે. સુરતના કેટલાક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કે જો પાટીલ આ પદ મેળવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પછી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે વજન વધશે. આ ચર્ચાઓ હજુ અટકળોના તબક્કે છે. 

સી.આર. પાટીલનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષની દોડમાં ત્યારે ચર્ચામાં આવી રહ્યું છે જ્યારે વર્તમાન અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયો.  દરમિયાન સુરતમાં અમિત શાહના પ્રવાસ દરમ્યાન જ્યાં પાટીલ સાથે હતા આ અટકળોને હવા મળી છે. સુરત શહેરમાં ચર્ચાઓમાં પાટીલની નજીકના નેતાઓ અને કાર્યકર્તાઓ આ નિમણૂકને ગુજરાતના ગૌરવ તરીકે જુએ છે. પાટીલનો પીએમ મોદી સાથેની નિકટતાનો આભા અને હવે ગૃહમંત્રી સાથેની નિકટતાની અટકળો આ ચર્ચાઓને વધુ વેગ આપે છે. 

02

રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની દાવેદારીના મજબૂત પાસાંઓમાં પાટીલનો પાર્ટીની આંતરિક રાજનીતિમાં પ્રભાવ અને ગુજરાતમાં ભાજપની સતત સફળતા છે. ગુજરાતમાં પાટીલના નેતૃત્વમાં પાર્ટીને ચૂંટણીઓમાં સતત વિજય મળ્યો છે. પાટીલની વહીવટી શૈલી અને પાર્ટીના નેતાઓ પરની યેન કેન પ્રકારે પકડ એક શક્તિશાળી નેતૃત્વ પુરવાર કરે છે. ગુજરાતમાં ભાજપની મજબૂત સ્થિતિ અને પીએમ મોદીના વિશ્વાસને કારણે પાટીલને રાષ્ટ્રીય નેતૃત્વમાં આગળ લાવવાની શક્યતા વધે છે. સુરતના તાજેતરના ગૃહમંત્રી શાહના પ્રવાસે આ ચર્ચાઓને વધુ બળ આપ્યું. 

નવસારી લોકસભાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કે પાટીલની નિમણૂકથી રાષ્ટ્રીય રાજકારણમાં વજન વધશે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગુજરાતી નેતાની નિમણૂકને ગુજરાતના વર્ચસ્વના પ્રતીક તરીકે ચર્ચા કરવામાં આવી રહી છે. 

03

પાટીલની દાવેદારી સામે કેટલાક પડકારો પણ છે. ભાજપની આંતરિક રાજનીતિમાં સંતુલન જાળવવું મહત્વનું છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સલાહ નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હાલના સમયમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં પાર્ટીના વિસ્તરણને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, શિવરાજસિંહ ચૌહાણ અને દેવેન્દ્ર ફડણવીસ જેવા નેતાઓના નામ પણ ચર્ચામાં છે. આ નેતાઓની પોતાની સંગઠનાત્મક ક્ષમતા અને પ્રાદેશિક પ્રભાવ છે જે પાટીલની સંભાવનાઓને પડકાર આપે છે. ખાસ કરીને ગુજરાતમાંથી બે મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્તરે પહેલેથી સક્રિય હોવાથી પાર્ટી ગુજરાતી નેતાને ત્રીજું મોટું પદ આપવાનું ટાળી શકે છે જેથી પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે. આરએસએસનો પ્રભાવ પણ આ નિર્ણયમાં મહત્વનો રહેશે અને તેમની પસંદગી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ કે ઓડિશા કે દક્ષિણ જેવા રાજ્યોના નેતા તરફ વળી શકે છે.

વિશેષમાં ભાજપની વ્યૂહરચના ૨૦૨૯ની લોકસભા ચૂંટણીઓ પર કેન્દ્રિત હોય જેમાં પૂર્વ અને દક્ષિણ ભારતમાં પાર્ટીનો વિસ્તાર મહત્વનો છે. આને ધ્યાનમાં રાખીને પાટીલની ગુજરાત કેન્દ્રિત છબિ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની દાવેદારીને મર્યાદિત કરી શકે છે. ગુજરાતમાં પાર્ટીની મજબૂત સ્થિતિને જોતાં પાટીલને રાજ્યમાં રાખવાનો નિર્ણય પણ પાર્ટી હાઈકમાન્ડ લઈ શકે છે જેથી રાષ્ટ્રીય સ્તરે નવા યુવા ચહેરાઓને તક મળે.

નવસારી સુરત ભાજપ કાર્યકર્તાઓમાં પાટીલની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની નિમણૂકને લઈને ઉત્સાહ છે. તેઓ માને છે કે આ નિમણૂક ગુજરાતના રાજકીય વર્ચસ્વને મજબૂત કરશે અને પાર્ટીને નવી દિશા આપશે. જોકે આ ઉત્સાહ રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના વ્યાપક હિતો સાથે સંઘર્ષ અસંતુલન પણ કરી શકે છે કારણ કે ભાજપની નીતિ પ્રાદેશિક સંતુલન અને વૈવિધ્યને પ્રાધાન્ય આપે છે.

સી.આર. પાટીલનું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે માત્ર ચોક્કસ કાર્યકર્તાઓની ટોળીમાં ચર્ચામાં છે અને ચલાવવામાં આવી રહ્યું હોય શકે છે. આવનારા મહિનાઓમાં પાર્ટીનો નિર્ણય આ વિષયને સ્પષ્ટતા આપશે. હાલમાં આ ચર્ચાઓ રાજકીય માહોલને ગરમ રાખે છે પરંતુ તે માત્ર અટકળો જ રહેશે કે વાસ્તવિકતા બનશે તે સમય જ જણાવશે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.