- Opinion
- PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ વધવાનું સાચું કારણ શું છે?
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ વધવાનું સાચું કારણ શું છે?
ગુજરાત આપના દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ રહી છે. ભાજપ માટે પીએમ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી રહ્યા તે સમય સુવર્ણકાળ સમો રહ્યો. ગુજરાતના મતદારોનો વિશ્વાસ જીત્યા અને પણ એમના કાર્યોને યાદ કરીને ગુજરાતની જનતા ભાજપને મત આપે છે અને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. એ વાત સાચી છે કે કેટલાક વર્ષોથી ભાજપનું સંગઠન ડખે ચઢ્યું છે અને કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ ડગ્યો છે સાથે સાથે સરકાર પણ કેટલાક પ્રશ્નોમાં ભેખડે ભેરવાયાના સંજોગો બન્યા છે. પરંતુ આ બધા વચ્ચે સમયાંતરે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની સક્રિયતા ને કારણે બધું ઠરીઠામ થતું આવ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને હાલ ભુપેન્દ્રભાઈ પટેલ માટે મુખ્યમંત્રીનો તાજ કાંટાળો રહ્યો છે પરંતુ સરકાર હંમેશા વિપરીત સંજોગોમાંથી બહાર આવી અને મતદારોનો વિશ્વાસ ભાજપ પર અડીખમ રહ્યો છે એ ચૂંટણીઓના પરિણામો પરથી જાણી સમજી શકાય છે.
હવે વાત ભાજપની. ભાજપના પ્રદેશના વરિષ્ઠ નેતાઓ અને ચૂંટાયેલા સાંસદો ધારાસભ્યો અને કાર્યકર્તાઓ માટે પક્ષની વિચારધારા, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આદર્શ અને પ્રેરણા સ્ત્રોત રહ્યા. પરંતુ જ્યારથી સીઆર. પાટીલ પ્રદેશ અધ્યક્ષની ભૂમિકામાં આવ્યા ત્યારથી સરકાર, વરિષ્ઠ કાર્યકર્તાઓ, સાંસદો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ માટે કઈક નવાજ સમીકરણો અને સંજોગો ઊભા થયા. તેઓ પીએમ મોદીના નિકટવર્તી હોવાનું એક એવું આભામંડળ રચાયું અને ગુજરાતના સરકારના વહીવટમાં એમની દખલ અને સંગઠનમાં પીઢ નેતાઓને હાસિયામાં ધકેલી દેવાના નિર્ણયોને કારણે કાર્યકર્તાઓમાં મૌન અસંતોષ ઊભો થયો અને નિરાશા વધતી ગઈ. PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશની ધૂરા સાચવવામાં વ્યસ્ત રહ્યા ત્યારે સીઆર. પાટીલની કાર્યશૈલીથી નારાજ નેતાઓ, કાર્યકર્તાઓ , વિવિધ સામાજિક આગેવાનો અને ઉદ્યોગકારોનો પીએમ મોદી અને અમિત શાહ સાથેનો જે સંપર્ક તૂટ્યો તે હવે ફરીથી જીવીત કરવાનો સમય આવી ગયો હોવાનું સિરસસ્થ નેતૃત્વના ધ્યાનમાં આવી ગયેલું હોવાનું તેઓના ગુજરાત પ્રવાસો પરથી જણાઈ રહ્યું છે.

સૌ રાજનેતાની પોતાની આગવી કાર્યશૈલી હોય છે અને સમયાંતરે વિવિધ કાર્યશૈલીના નેતાઓની આવશ્યકતા રાજનીતિમાં રેહતી જોય છે. બની શકે કે સીઆર. પાટીલની કાર્યશૈલીનો યથાયોગ્ય સમયે પક્ષને આવશ્યકતા જણાય હોય અને એમને એમનું સારું ફળ પણ મળ્યું હોય. પરંતુ હવે ગુજરાતની રાજનીતિમાં પરિવર્તનનો પવન ફૂંકાય રહ્યો છે એવું જણાઈ રહ્યું છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતાની કર્મભૂમિ ગુજરાતની જનતા અને ગુજરાત ભાજપના અદના કાર્યકર્તાઓ નેતાઓની સાથે સીધો સંપર્ક સાધી ગુજરાતના પ્રશ્નો ને ઉકેલવા અને ભાજપના સંગઠનની સ્થિતિ અને કાર્યકર્તાઓના મનને વાંચી અને લાગણીઓને સમજી એજ જૂની ભાજપ ને ફરીથી રૂપ આપવા માટે ગુજરાતના પ્રવાસો વધાર્યા હોવાનું રાજકીય ચિંતકોનું વિશ્લેષણ આવી રહ્યું છે.

