છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી

ગરીબીને કારણે કોઈ પણ બાળકને શિક્ષણથી વંચિત રાખવું જોઈએ નહીં અથવા તેની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ. આમ જોવા જઈએ તો આ જવાબદારી દરેક માણસનું છે કે, સમાજને આ દિશામાં કામ કરવાની મંજૂરી આપવી, પરંતુ સ્કૂલો પાસે તો આનાથી પણ વધુ જવાબદારી છે કે તે આ દ્રષ્ટિકોણથી જ બાળકોને શિક્ષિત કરવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે. પરંતુ શરમજનક પરિસ્થિતિ ત્યારે ઉભી થાય છે કે જ્યારે શાળાઓ આવા વર્તનનો આશરો લે છે. આવી જ એક ઘટના તાજેતરમાં મહારાષ્ટ્રના ભિવંડીમાંથી બહાર આવી છે.

Bhiwandi-School2
justdial.com

આ ઘટના સલાહુદ્દીન અય્યુબી મેમોરિયલ ઉર્દૂ હાઇ સ્કૂલમાં બની હતી, જ્યાં ફી ન ભરવાને કારણે 9મા ધોરણના વિદ્યાર્થી ફહદ ફૈઝ ખાનને પરીક્ષા દરમિયાન જમીન પર બેસાડવામાં આવ્યો હતો. ફહદના પિતા ફૈઝ ખાન દરરોજની જેમ 3 ઓક્ટોબરની રાત્રે કામ પરથી ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે તેમના પુત્રને રડતો જોયો. ફહદે પૂછ્યું, 'પપ્પા, તમે ફી ક્યારે ભરશો?' આ પ્રશ્ન અને પીડા તે અપમાન સાથે જોડાઈ ગઈ હતી જે, તે દિવસે તેને શાળામાં સહન કરવી પડી હતી.

ફૈઝ ખાનના જણાવ્યા મુજબ, 'ફહદની પહેલા સેમેસ્ટરની પરીક્ષા હતી. તેને બીજા વિદ્યાર્થીઓથી દૂર જમીન પર બેસાડીને પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યું હતું.' તેણે તેના પુત્રને પરિસ્થિતિ સમજાવી અને કહ્યું કે તે બીજા દિવસે સવારે તેઓ વાત કરવા માટે શાળામાં જશે. 4 ઓક્ટોબરના રોજ, ફૈઝ શાળામાં ગયો અને તેના પુત્ર વિશે પૂછપરછ કરી. તેને કહેવામાં આવ્યું કે ફહદ ત્રીજા માળે બેઠો છે. શરૂઆતમાં, તેને ઉપર જવાથી અટકાવવામાં આવ્યો હતો, પરંતુ ગમે તેમ કરીને તે ત્યાં પહોંચવામાં સફળ રહ્યો અને તેના પુત્રને જમીન પર અખબાર પાથરીને પરીક્ષા આપતો જોયો.

જ્યારે તેણે પરીક્ષકને પૂછ્યું, ત્યારે તેને આચાર્ય સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું. ફૈઝ તરત જ તેના પુત્રને બહાર લઈ ગયો. ત્યારપછી ફૈઝ તેના પુત્રને પોલીસ સ્ટેશન લઈ ગયો અને ફરિયાદ નોંધાવી. પોલીસે શાળાના આચાર્ય અને શિક્ષકો સામે કેસ દાખલ કર્યો અને બાળકને શાળાએ પાછો મોકલી દીધો જેથી તે તેની પરીક્ષા પૂર્ણ કરી શકે.

ફૈઝ ખાન કહે છે કે, તેના પુત્રની શાળાની ફી 2500 રૂપિયા છે, જેમાંથી તેણે 1200 રૂપિયા ચૂકવી દીધા છે. 1300 રૂપિયા બાકી હોવાથી, શાળાએ તેને માત્ર જમીન પર જ બેસાડ્યો નહીં પરંતુ તેનું 9મા ધોરણનું પરિણામ પણ અટકાવી રાખ્યું હતું. ફૈઝના પરિવારનો આરોપ છે કે, શાળા પ્રશાસને તેમના પુત્રના આત્મસન્માન અને અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે અને તેનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.