પિતાની સરકાર દીકરા પાસે વસૂલશે 21 કરોડ રૂપિયા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલી પેઢીની મુશ્કેલીઓ વધી ગઈ છે. સરકારે પેઢીને 21 કરોડ રૂપિયાની બાકી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ મામલો પુણેમાં થયેલા વિવાદાસ્પદ જમીન ડીલ સાથે જોડાયેલો છે. મહારાષ્ટ્ર સ્ટેમ્પ રજિસ્ટ્રેશન વિભાગે અમેડિયા એન્ટરપ્રાઇઝિસ LLPને અંતિમ આદેશ જાહેર કર્યો છે, જેમાં પાર્થ પવાર ભાગીદાર હોવાનું કહેવામાં આવે છે. વિભાગે પેઢીને 1.47 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

પુણેના મુંઢવામાં સરકારી જમીનના વિવાદિત વેચાણ સાથે સંબંધિત 500 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી સવાલોના ઘેરામાં છે. પેઢીએ મુક્તિ મેળવવા માટે વિગતવાર જવાબ રજૂ કર્યો હતો, પરંતુ વિભાગે તેને નામંજૂર કરી દીધો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવાર 11 ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે પેઢીએ સંપૂર્ણ બાકી રકમ ચૂકવવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે બાકી રકમ ઉપરાંત, રજીસ્ટ્રેશનની તારીખથી 1% દંડ પણ ભરવો પડશે. વિવાદિત જમીન માટે વેચાણ દસ્તાવેજ મે 2025માં થયા હતા. એટલે કે પેઢીએ 21 લાખ રૂપિયે દર મહિનાના હિસાબે 7 મહિના સુધીનો દંડ થશે., જે 1.47 કરોડ રૂપિયા થાય છે. પેઢીએ 60 દિવસની અંદર પૂરી રકમ ચૂકવવાની રહેશે. પેઢી અથવાતો રકમ ચૂકવી શકે છે અથવા ચીફ કંટ્રોલિંગ રેવન્યૂ ઓથોરિટી (CCRA) પાસે આદેશ વિરુદ્ધ અપીલ કરી શકે છે.

parth-pawar2
hindustantimes.com

વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેડિયાએ 21 કરોડ રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટી ચાર્જને ખોટો ગણાવ્યો હતો. દિગ્વિજય પાટિલ અને પાર્થ પવાર પેઢીમાં ભાગીદાર છે. ગુરુવારે, પેઢીએ વિભાગને જણાવ્યું હતું કે તેઓ 21 કરોડ રૂપિયાની છૂટ મેળવવાના હકદાર છે તેના માટે તેમણે 20-મુદ્દાની પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. જોકે, મહારાષ્ટ્ર સરકારના નોંધણી વિભાગે પેઢીને કોઈ રાહત આપી નહોતી.

ગુરુવારે, વિભાગે પેઢીના વકીલોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ અંતિમ સુનાવણી છે અને તેમને ફરીથી બોલાવવામાં નહીં આવે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘તેમણે અમારા આદેશમાં આપેલા સમયમર્યાદામાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ ફક્ત સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જ સાથે સંબંધિત છે. તો બીજી તરફ, જિલ્લા વહીવટીતંત્ર જમીન વેચાણ દસ્તાવેજ રદ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મે મહિનામાં થયેલા એક જમીન ડીલમાં 300 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી, જેમાં ફક્ત 500 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી.

brothers
gujaratsamachar.com

આ ડીલ માટે અંદાજિત સ્ટેમ્પ ડ્યૂટી 21 કરોડ હતી. પુણે ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રી સેન્ટરના જનરલ મેનેજરના લેટર ઓફ ઇંતેન્તના આધારે આ કથિત છૂટ આપવામાં આવી હતી. સરકારે સેલ ડિડ રજીસ્ટર કરનાર મામલતદાર સૂર્યકાંત યેવાલે અને સબ-રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુને સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં પોલીસે તારુની ધરપકડ કરી હતી.

મુંઢવા વિસ્તારમાં 40 એકર જમીન કથિત રીતે અમેડિયા એન્ટરપ્રાઇઝિસ LLPને વેચવામાં આવી હતી. જમીનનું બજાર મૂલ્ય લગભગ 1,800 કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો, પરંતુ તે ખૂબ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. એવો આરોપ છે કે 21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ માફ કરવામાં આવી હતી. પાછળથી એવું બહાર આવ્યું કે જમીન મહારાષ્ટ્ર સરકારની હતી, જેને વેંચી શકાતી નહોતી.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.