શાળાએ 10 મિનિટ મોડી આવતા 13 વર્ષીય વિદ્યાર્થિનીને 100 ઉઠક-બેઠક કરાવી, ગુમાવ્યો જીવ

દેશભરમાં બાળ દિવસ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો હતો, પરંતુ આ બાળ દિવસે વસઈમાં એક દુ:ખદ ઘટના બની. શાળાએ પહોંચવામાં 10 મિનિટ વિલંબ થતા શિક્ષકે વિદ્યાર્થીનીને 100 ઉઠક-બેઠક કરવાનું કહ્યું, જેના કારણે વિદ્યાર્થીની તબિયત લથડી અને સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવી દીધો. આ ઘટના વસઈ પશ્ચિમના સાતિવલી વિસ્તારમાં આવેલી હનુમાન વિદ્યા હાઇ સ્કૂલમાં બની હતી. 13 વર્ષની અંશિકા ગૌડ ધોરણ-6માં અભ્યાસ કરતી હતી.

8 નવેમ્બરના રોજ અંશિકા રાબેતા મુજબ શાળાએ ગઈ હતી, પરંતુ તે શાળાએ પહોંચવામાં 10 મિનિટ મોડી પડી હતી. અંશિકા સાથે 2-4 બાળકોને શિક્ષિકાઓએ વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકી હતી અને તેમને 100 ઉઠક-બેઠક કરવાનું કહ્યું. ત્યારબાદ અંશિકાની તબિયત લથડી અને તેનું મોત થઇ ગયું.  વસઈ-ઈસ્ટના સાતીવલીના કુવરા પાડા વિસ્તારમાં શ્રી હનુમંત વિદ્યા મંદિર શાળા આવેલી છે. તેમાં ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમાં, વિદ્યાર્થી કાજલ ગૌડ ધોરણ 6 (A)માં અભ્યાસ કરતી હતી.

12-year-old-student1
ndtv.com

8 નવેમ્બરની સવારે, ઘણા વિદ્યાર્થીઓએ શાળામાં મોડા આવ્યા હતા. કાજલ પણ મોદી શાળાએ પહોંચી હતી. વિદ્યાર્થીઓ મોડા આવ્યા હોવાથી શિક્ષકે વિદ્યાર્થીઓને 100 ઉઠક-બેઠક કરવાની સજા કરી હતી.  કેટલાક વિદ્યાર્થીઓએ તેમની બેગ ખભા પર લઈને ઉઠક-બેઠક કરી હતી. આમાંથી બાકીના લોકો 10-20 ઉઠક-બેઠક કરીને અટકી ગયા હતા જ્યારે કાજલે ભયને કારણે 100 ઉઠક-બેઠક કરી હતી.

શાળાએથી ઘરે પરત ફર્યા બાદ છોકરીની તબિયત અચાનક અચાનક લથડી હતી, એટલે તેને તાત્કાલિક વસઈની આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તેની હાલત વધુ બગડતા, તેને સારવાર માટે મુંબઈની જે.જે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન શનિવારે રાત્રે 11:00 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીએ જીવ ગુમાવી દીધો. જેના કારણે તેના પરિવારમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી. પરિવારે સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે, જેના કારણે અમારી દીકરીનું મોત થયું છે.

school
indiatv.in

તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ ઘટના બાદ, વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા નજીક મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. વાલીવ પોલીસે શાળા અને હોસ્પિટલમાં જઈને તપાસ શરૂ કરી છે. જે.જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાની માહિતી મળ્યા બાદ અમારો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સાતીવલીની હનુમંત વિદ્યામંદિર શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતી છોકરીનો જીવ જવાની જાણ થતા જ બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને માહિતી મેળવી છે. વસઈના જૂથ શિક્ષણ અધિકારી પાંડુરંગ ગલંગેએ કહ્યું છે કે, સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ હંમેશા વિદ્યાર્થીઓની સલામતી અંગે તમામ શાળાઓને સૂચનાઓ આપે છે. તેમણે RTE 2009 શિક્ષણ કાયદામાં એવી જોગવાઈ છે કે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સજા કરવી એ ગુનો છે.

About The Author

Top News

RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25...
Business 
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત...
World 
પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત...
National 
મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.