સ્ટ્રોંગ રૂમમાંથી 24 EVM ગાયબ થવા પાછળનું સત્ય શું છે? સરકારી કર્મચારી સસ્પેન્ડ

મધ્ય પ્રદેશમાં 24 EVMની કથિત ચોરીની ઘટના ચોરીનો મામલો નહોતો. તે માત્ર રેકોર્ડમાં બેદરકારી હતી, જેના માટે એક સરકારી કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેનું કારણ જણાવવામાં આવ્યું હતું કે કર્મચારીએ મશીનોનો રેકોર્ડ યોગ્ય રીતે રાખ્યો નહોતો, ફરજમાં બેદરકારી અને મશીનોનું સ્ટેટસ અપડેટ કરી ન કર્યું. આનાથી 'EVM ચોરી'ની વાત ફેલાઈ અને સરકારની છબીને નુકસાન થયું. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીનું નામ ફૂલ સિંહ શ્યામ છે, જેઓ એક સહાયક શિક્ષક છે. તેમને EVM સ્ટ્રોંગ રૂમનો રેકોર્ડ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ ઘટના મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લાની છે. અહીં તાલુકાની જૂની બિલ્ડિંગમાંથી 24 EVM મશીનો ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે તાલૂકાની તહસીલ બિલ્ડિંગ તોડી પાડવામાં આવી રહી હતી અને ત્યાંથી સામાન શિફ્ટ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે આ બધુ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અધિકારીઓને બિલ્ડિંગમાં રાખવામાં આવેલા 24 EVM મશીનો મળ્યા નહોતા. એવી આશંકા હતી કે મશીનો ચોરાઈ ગઇ છે. જે મશીનો 'ગાયબ' બતાવવામાં આવ્યા હતા, તેમાં 8 બેલેટ યુનિટ અને 16 કંટ્રોલ યુનિટનો સમાવેશ થાય છે અને આ બધા રાજ્ય ચૂંટણી પંચના હતા.

strong-room
bhaskar.com

મશીનો ન મળ્યા બાદ, અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી હતી. બાદમાં જાણવા મળ્યું કે મશીનો ચોરાયા નહોતા, પરંતુ ખરાબ થઈ ગયા હતા. ત્યારબાદ, 2021માં તમામ 24 મશીનોને ભોપાલમાં રાજ્ય ચૂંટણી પંચને મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, હૈદરાબાદની કંપની, ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ INDIA લિમિટેડ (ECIL)એ ખરાબ મશીનો નાશ કર્યો હતો.

જ્યારે ખરાબ મશીનો ચૂંટણી પંચને મોકલી દેવામાં આવ્યા અને ત્યારબાદ તેનો નાશ કરવામાં આવ્યો, તો પછી ચોરીની ફરિયાદ કેમ નોંધાવવામાં આવી? અહીંથી આરોપી ફૂલ સિંહ શ્યામની ભૂમિકા પર સવાલ ઊભા થાય છે. તેમનું કામ સ્ટ્રોંગનો રેકોર્ડ રાખવાનું હતું. કેટલા મશીનો છે કેટલા નહીં, કેટલા ખરાબ છે. કયા મશીનો ક્યાં છે? રેકોર્ડમાં આ જ બધું નોંધવાનું હોય છે. પરંતુ, ફૂલ સિંહ શ્યામ આ કામ સારી રીતે ન કરી શક્યો; તેમણે 24 મશીનો ખરાબ હોવા અ તેમને ભોપાલ મોકલવા અને ત્યારબાદ તેનો નાશ કરવાની માહિતી જિલ્લા રેકોર્ડમાં સારી રીતે નોંધી નહોતી.

EVM
bhaskar.com

આ કારણે જે મશીનોનો વર્ષો પહેલા જ નાશ કરવામાં આવ્યો હતો, તેના 'ગુમ' થઈ ગયા હોવાનું માનવામાં આવ્યું અને ચોરીની ફરિયાદ નોંધવામાં આવી. રેકોર્ડ નોંધવામાં બેદરકારીને કારણે ફૂલ સિંહ શ્યામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા સસ્પેન્શનના આદેશમાં રેકોર્ડ રાખવામાં બેદરકારી અને મશીનોના સ્ટેટસ સ્પષ્ટ ન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ બેદરકારીને કારણે સરકારની છબી ખરડાઈ હતી.

About The Author

Top News

USની ચૂંટણીમાં બિન-નિવાસી નાગરિક તરીકે મતદાન કરવાનો 3 પાકિસ્તાનીઓ સહિત 16 લોકો પર આરોપ!

USમાં મહત્વપૂર્ણ મધ્યવર્તી ચૂંટણીઓ માટે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે, US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે...
World 
USની ચૂંટણીમાં બિન-નિવાસી નાગરિક તરીકે મતદાન કરવાનો 3 પાકિસ્તાનીઓ સહિત 16 લોકો પર આરોપ!

જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાની ટૂલકીટ થયા સક્રિય

હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે....
National 
જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાની ટૂલકીટ થયા સક્રિય

વ્યક્તિએ એક વીડિયો બનાવીને દિવાળીની ભેટ માંગી; લોકોએ તેને એટલી બધી વસ્તુઓ મોકલી કે તેને કહેવું પડ્યું, 'ભાઈ બસ કરો!'

તમિલનાડુના મદુરાઈના એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને લાગ્યું કે તેને દિવાળી પર તેના ફોલોઅર્સ તરફથી કેટલીક મીઠાઈઓ મળશે. આ આશામાં, તેણે...
National 
વ્યક્તિએ એક વીડિયો બનાવીને દિવાળીની ભેટ માંગી; લોકોએ તેને એટલી બધી વસ્તુઓ મોકલી કે તેને કહેવું પડ્યું, 'ભાઈ બસ કરો!'

વિરોધ પ્રદર્શન દરમિયાન ડિટેન કર્યા પછી બસમાં એકબીજાના વાળ પકડ્યા, પછી જોરદાર થપ્પડ... NSUI કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી

મંગળવારે, કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન, NSUIએ દિલ્હીના કનોટ પ્લેસમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કર્યું....
National 
વિરોધ પ્રદર્શન દરમિયાન ડિટેન કર્યા પછી બસમાં એકબીજાના વાળ પકડ્યા, પછી જોરદાર થપ્પડ... NSUI કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.