વિરોધ પ્રદર્શન દરમિયાન ડિટેન કર્યા પછી બસમાં એકબીજાના વાળ પકડ્યા, પછી જોરદાર થપ્પડ... NSUI કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી

મંગળવારે, કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન, NSUIએ દિલ્હીના કનોટ પ્લેસમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. રાજીવ ચોક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 7 પર અચાનક ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શન દરમિયાન, દિલ્હી પોલીસે ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો ઘટનાસ્થળે હાજર હતા. આ દરમિયાન NSUI મહિલા કાર્યકરો અને દિલ્હી પોલીસની મહિલા અધિકારીઓ વચ્ચે ધક્કામુક્કી અને મારપીટના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક NSUIની મહિલા કાર્યકર્તા અને દિલ્હી પોલીસની મહિલા અધિકારી વચ્ચે ઝપાઝપી જોવા મળી રહી છે.

42

NSUIના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદ જાખરે જણાવ્યું હતું કે, જો સંગઠનને જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, તો તે કનોટ પ્લેસ પર જ ધરણા કરશે. તેમણે જણાવ્યું હતું કે NSUI આજે, કાલે અને પરમ દિવસે પણ પોતાનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.

NSUIની મહિલા કાર્યકરો અને દિલ્હી પોલીસ વચ્ચે થયેલા ઝપાઝપી સામે NSUI કાર્યકરોએ દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન, NSUI કાર્યકર્તાઓએ એ મહિલા પોલીસ અધિકારીની કારણે રોકવાની કોશિશ કરી કે જેણે NSUIની મહિલા કાર્યકરને થપ્પડ મારી હતી. કાર રોકવા માટે, કાર્યકરોએ તેની સામે વિરોધ પ્રદર્શન કર્યું.

આ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ રવિ પાંડેએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી મત ચોરી સામે સંગઠનની લડાઈ સંપૂર્ણ તાકાતથી ચાલુ રહેશે. વિરોધ પ્રદર્શનમાં માંગ કરવામાં આવી હતી કે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરને કથિત ચૂંટણી ગેરરીતિઓ માટે જવાબદાર ઠેરવવામાં આવે.

અહીં તમને બતાવી દઈએ કે, આ અગાઉ મંગળવારે ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ પણ કનોટ પ્લેસમાં પ્રદર્શન કર્યું હતું. જ્યારે, ભારે બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાને જંતર મંતર પહોંચ્યા પછી પોલીસે અટકાયતમાં લીધા હતા.

About The Author

Top News

USની ચૂંટણીમાં બિન-નિવાસી નાગરિક તરીકે મતદાન કરવાનો 3 પાકિસ્તાનીઓ સહિત 16 લોકો પર આરોપ!

USમાં મહત્વપૂર્ણ મધ્યવર્તી ચૂંટણીઓ માટે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે, US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે...
World 
USની ચૂંટણીમાં બિન-નિવાસી નાગરિક તરીકે મતદાન કરવાનો 3 પાકિસ્તાનીઓ સહિત 16 લોકો પર આરોપ!

જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાની ટૂલકીટ થયા સક્રિય

હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે....
National 
જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાની ટૂલકીટ થયા સક્રિય

વ્યક્તિએ એક વીડિયો બનાવીને દિવાળીની ભેટ માંગી; લોકોએ તેને એટલી બધી વસ્તુઓ મોકલી કે તેને કહેવું પડ્યું, 'ભાઈ બસ કરો!'

તમિલનાડુના મદુરાઈના એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને લાગ્યું કે તેને દિવાળી પર તેના ફોલોઅર્સ તરફથી કેટલીક મીઠાઈઓ મળશે. આ આશામાં, તેણે...
National 
વ્યક્તિએ એક વીડિયો બનાવીને દિવાળીની ભેટ માંગી; લોકોએ તેને એટલી બધી વસ્તુઓ મોકલી કે તેને કહેવું પડ્યું, 'ભાઈ બસ કરો!'

વિરોધ પ્રદર્શન દરમિયાન ડિટેન કર્યા પછી બસમાં એકબીજાના વાળ પકડ્યા, પછી જોરદાર થપ્પડ... NSUI કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી

મંગળવારે, કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન, NSUIએ દિલ્હીના કનોટ પ્લેસમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કર્યું....
National 
વિરોધ પ્રદર્શન દરમિયાન ડિટેન કર્યા પછી બસમાં એકબીજાના વાળ પકડ્યા, પછી જોરદાર થપ્પડ... NSUI કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.