‘1 કચોરી, 2 સમોસા, ઈન મર્દો કા ક્યા ભરોસા’ સ્લોગન સોશિયલ મીડિયા પર કેવી રીતે વાયરલ થયું? શું સમજાવા માંગે છે છોકરીઓ?

દિલ્હીમાં હાલમાં મહિલાઓની સુરક્ષાને લઈને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. સેંકડો યુવતીઓ અને મહિલા વિદ્યાર્થિનીઓ મહિલા સુરક્ષાને લઇને રેલીઓ અને કૂચ કરી રહી છે. આ દરમિયાન વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેટ પર મહિલાઓ લગાવવામાં આવેલું એક સૂત્ર ‘એક કચોરી, બે સમોસા; આ પુરુષો પર શું ભરોસો’ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એક જમાનામાં જ્યારે લોકો ગંભીર થઇને પ્રદર્શન કરતા હતા, પરંતુ હવે 'મીમ કલ્ચર' અને શાનદાર સૂત્રોએ પ્રદર્શન તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

જો તમે ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોયો હોય, તો તેના 'ગોકુલધામ પ્રીમિયર લીગ'નો એપિસોડ જોયો હશે, જેમાં ક્રિકેટ મેચ પહેલાં દયા અમદાવાદની એક 'પોળ'માં પડોશીઓ સાથે વાતચીત કરી રહી હોય છે. આ દરમિયાન એક વ્યક્તિ એક પ્લેટમાં એક કચોરી અને બે સમોસા લઇને દયાને કહે છે, ‘હેલો દયા-બેન, મેં સચિન બોલ રહો હું. એક કચોરી, બે સમોસા, જીજા કી ટીમ કા ક્યાં ભરોસા? આ જ વાક્યને વિરોધ પ્રદર્શનમાં દરમિયાન સૂત્ર તરીકે અપનાવવામાં આવ્યું હતું.

protest2
ndtv.com

આજના યુગમાં ઇન્ટરનેટની પહોંચ દરેક જગ્યાએ છે, એવામાં લોકો પાસે ક્રિએટિવિટીનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે આનાથી લોકોનું ધ્યાન સરળતાથી ખેંચી શકાય છે. જુલાઈ 2026માં જંતર-મંતરમાં ખાતેના વિરોધ પ્રદર્શન દરમિયાન પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું. સૂત્રોચ્ચારની આ શૈલીથી સ્પષ્ટપણે જાણવા મળે છે કે મહિલાએ-વિદ્યાર્થિનીઓ એ જૂના અને દમ તોડતા સૂત્રોને છોડીને કટાક્ષ અને વ્યંગાત્મક રીતે દેશ સમક્ષ પોતાની ચિંતાઓ રજૂ કરી રહી છે.

એક કચોરી, બે સમોસા; આ પુરુષો પર શું? જેવા સૂત્રો દ્વારા યુવતીઓ જાતીય હિંસા અને તેમની વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓ અંગે પુરુષોની જવાબદારીના અભાવ પર સવાલ ઉઠાવી રહી છે. ઘણીવાર જ્યારે આવા ગુનાઓમાં સમાજની પ્રતિક્રિયા મહિલાઓ પર નિયંત્રણો લાદવામાં આવે છે, જ્યારે પુરુષોને ભાગ્યે જ જવાબદાર ઠેરવવામાં આવે છે. આ સૂત્રો દ્વારા મહિલાઓની સુરક્ષા, છેડછાડ અને તાજેતરની ગુનાહિત ઘટનાઓ અંગે તીવ્ર ટીકા કરી છે; તેઓ પોતાના માટે ખુલીને જીવવાના સુરક્ષિત માહોલની માંગ કરી રહી છે. છોકરીઓ પરંપરાગત રીતે પોતાનો રોષ વ્યક્ત કરવાને બદલે, તેઓ સમાજની પિતૃસત્તાક માનસિકતાને પડકારવા અને આ મુદ્દા તરફ વ્યાપક ધ્યાન દોરવા માટે કાવ્યાત્મક પંક્તિઓ અને મજેદાર સૂત્રોનો ઉપયોગ કરી રહી છે.

protest1
deccanherald.com

વિદ્યાર્થિનીઓના વિરોધની આ લહેર દક્ષિણ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં 17 વર્ષની કિશોરી પર થયેલા ભયાનક સામૂહિક બળાત્કારની ઘટના બાદ શરૂ થઈ હતી. આ ઘટનાના વિરોધમાં લેડી શ્રી રામ કોલેજ, ગાર્ગી કોલેજ અને મિરાન્ડા હાઉસ જેવી જાણીતી સંસ્થાઓની 200થી વધુ વિદ્યાર્થિનીઓ રસ્તા પર ઉતરી આવી છે. તેઓ મજબૂત સુરક્ષા વ્યવસ્થા, સુરક્ષિત જાહેર પરિવહન અને રસ્તાઓ પર વધુ સારી લાઇટિંગની માંગ કરી રહી છે. આ ઉપરાંત, વિદ્યાર્થિનીઓ પ્રદર્શનોમાં પિતૃસત્તાક વલણ સામે પણ વિરોધ કરી રહી છે જેના કારણે કોઈ પણ ગુનો બને ત્યારે છોકરીઓને તેમના ઘરો કે હોસ્ટેલમાં સીમિત કરી દેવામાં આવે છે.

About The Author

Top News

એશિયન ગેમ્સની સમાપ્તિઃ 24 વર્ષ પછી રમતના મેદાનમાં મહિલાઓએ પુરુષોને પાછળ છોડી દીધા, જાણો કેવી રહી ટુર્નામેન્ટ

2026 એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન પૂર્ણ થયું છે. અંતિમ દિવસે બે અશ્વારોહણ સુવર્ણ ચંદ્રક ઇવેન્ટ્સ છે, પરંતુ કોઈ ભારતીય...
Sports 
એશિયન ગેમ્સની સમાપ્તિઃ 24 વર્ષ પછી રમતના મેદાનમાં મહિલાઓએ પુરુષોને પાછળ છોડી દીધા, જાણો કેવી રહી ટુર્નામેન્ટ

પૂર્વ CBI વડા રાજકારણમાં જોડાયા, પાર્ટીનું નામ 'સર્વજન સનાતન પાર્ટી', જણાવ્યું પોલિટિક્સ આવવાનું કારણ

CBIના પૂર્વ નિયામક એમ. નાગેશ્વર રાવે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે શનિવારે વારાણસી ખાતે 'સર્વજન સનાતન પાર્ટી...
Politics 
પૂર્વ CBI વડા રાજકારણમાં જોડાયા, પાર્ટીનું નામ 'સર્વજન સનાતન પાર્ટી', જણાવ્યું પોલિટિક્સ આવવાનું કારણ

અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ છોડવા માંગે છે? શું ઈશાન કિશન છે કારણ?

IPL 2027 શરૂ થવામાં હજુ લગભગ પાંચ મહિના બાકી છે, તેમ છતા તમામ ટીમોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી...
Sports 
અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ છોડવા માંગે છે? શું ઈશાન કિશન છે કારણ?

નાની નાની વાત પર 'પેરાસીટામોલ' લઈ લેનારા ચેતી જજો, 20 વર્ષીય યુવાનની કહાની સૌ માટે ચેતવણીરૂપ

વાયરલ તાવ હોય, શરીરનો દુ:ખાવો હોય, ડેન્ગ્યૂ હોય કે સામાન્ય શરદી-ખાંસી, આ તમામ બીમારીઓની સારવાર માટે...
Lifestyle 
નાની નાની વાત પર 'પેરાસીટામોલ' લઈ લેનારા ચેતી જજો, 20 વર્ષીય યુવાનની કહાની સૌ માટે ચેતવણીરૂપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.