- Tech and Auto
- 85% ઈથેનોલથી ચાલતી Heroની ફ્લેક્સ-ફ્યૂલ બાઇક જાણો બે મહિનામાં કેટલા લોકોએ ખરીદી?
85% ઈથેનોલથી ચાલતી Heroની ફ્લેક્સ-ફ્યૂલ બાઇક જાણો બે મહિનામાં કેટલા લોકોએ ખરીદી?
ભારતીય બજારમાં ઓટોમોબાઈલ કંપનીઓએ તેમના પોર્ટફોલિયોમાં ફ્લેક્સ-ફ્યૂલ વાહનોનો સમાવેશ કરવાનું શરૂ કરી દીધું છે, અને કેટલીક કંપનીઓએ આ સેગમેન્ટમાં પોતાની ગાડીઓ લોન્ચ પણ કરી રહી છે. Hero MotoCorpએ પણ બે ફ્લેક્સ-ફ્યૂલ બાઇક્સ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી છે. જો કે, સવાલ એ છે કે, શું લોકો આ ગાડીઓ ખરીદી રહ્યા છે?
Heroએ આ સવાલનો જવાબ આપ્યો છે. કંપનીની ફ્લેક્સ-ફ્યૂલ બાઇક્સને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર બે મહિનાથી થોડા વધુ સમયગાળામાં કંપનીએ 15,000 થી વધુ ફ્લેક્સ-ફ્યૂલ મોટરસાયકલો ડિસ્પેચ કરી છે. આ બાઇક્સની માંગ એવા બજારોમાં પણ છે જ્યાં અત્યારે આ પેટ્રોલ ઉપલબ્ધ નથી.

29 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી નાણાકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળાની 'અર્નિંગ્સ કોલ' દરમિયાન કંપનીના મેનેજમેન્ટે આ માહિતી આપી હતી. CEO હર્ષવર્ધન ચિતાલેએ જણાવ્યું હતું કે, શિપમેન્ટ શરૂ થયાના બે મહિનાથી થોડા વધુ સમયમાં કંપનીએ લગભગ 15,000 યુનિટ્સ ડિસ્પેચ કર્યા છે એટલે કે કંપનીએ આ ગાડીઓ તેના ડીલરશીપને વેચી છે.
નોંધનીય છે કે, હાલમાં આ ફ્લેક્સ-ફ્યૂલ બાઇક્સ માત્ર પસંદગીની ડીલરશીપ પર જ ઉપલબ્ધ છે. તેનું મોટું કારણ E85 ફ્યૂલની ઉપલબ્ધતા છે. આ પેટ્રોલ હાલમાં માત્ર કેટલાક પસંદગીના શહેરોમાં જ કેટલાક પેટ્રોલ પંપ પર મળે છે. જોકે, Hero MotoCorpએ એ જણાવ્યું નથી કે 15,000 યુનિટ્સમાં કયા મોડલની કેટલી ભાગીદારી છે.

Heroના પોર્ટફોલિયોમાં બે ફ્લેક્સ-ફ્યૂલ બાઇક્સ આવે છે. કંપનીએ Hero HF Deluxe Flex Fuel અને Hero Splendor Plus Flex Fuel લોન્ચ કરી છે. તેની કિંમત અનુક્રમે 72,792 રૂપિયા અને 82,710 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. બંને બાઇક્સમાં 97.2 ccનું, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન મળે છે.
આ એન્જિન 8.4 hp સુધીનો પાવર અને 8.3 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇક્સમાં E20 થી લઈને E85 સુધીના ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપયોગ કરી શકાય છે. નવી દિલ્હીમાં, E85 પેટ્રોલની કિંમત 82.12 રૂપિયા પ્રતિ લીટર છે. Hero ની આ બાઇક એ લોકો માટે સારો વિકલ્પ છે, જે ફ્યૂલમાં ઇથેનોલના મિશ્રણને લઈને ચિંતામુક્ત રહેવા માંગે છે.

