ગુજરાત પોલીસમાં નોકરી કરવાની સુવર્ણ તક, વર્ગ-3ની 3,000 જગ્યા પર સીધી ભરતીની જાહેરાત

યુવાનો માટે ગુજરાત પોલીસમાં જોડાવવાની સુવર્ણ તક આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે વર્ગ-3ની લોકરક્ષક તથા ટેકનિકલ કેડરમાં વિવિધ સંવર્ગની કુલ 3,000 ખાલી જગ્યા સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં લોકરક્ષક કેડરની 2,841 જગ્યાઓનો સમાવેશ થાય છે.

2,841 જગ્યા ભરાશે

બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC): 1,000 જગ્યા

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC): 1,000 જગ્યા

SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 841 જગ્યા

ટેકનિકલ કેડર (M.T.)માં પણ ભરતી

હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-2: 133 જગ્યા

મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ-2: 25 જગ્યા

ટેકનિકલ કેડરની આ જગ્યાઓ માટે ધોરણ-12 ઉપરાંત મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડનું સર્ટિફિકેટ અને સંબંધિત એપ્રેન્ટિસશિપની લાયકાત જરૂરી છે.

11

લોકરક્ષક કેડરની ભરતી માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ટેક્નિકલ કેડરની જગ્યાઓ માટે સંબંધિત ટેક્નિકલ લાયકાતની શરતો લાગૂ પડશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને શારીરિક કસોટીના નિયમો તપાસવા જરૂરી રહેશે.

ઉમેદવારો 26 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી વેબસાઈટ ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લા તારીખ 16 ડિસેમ્બર, 2026 છે. 26 નવેમ્બર, 2026થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની હોવાથી ઉમેદવારોએ અત્યારથી જ પોતાના જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો, જાતિના દાખલા અને અન્ય દસ્તાવેજો તૈયાર રાખવા હિતાવહ છે. ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાના નિયમો અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે.

પરિપત્રમાં આપેલી મહત્ત્વની સૂચનાઓ

જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ તથા ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in ઉપર મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે. લોકરક્ષક કેડર અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (Technical Cadre)ની ભરતી અંગે વિગતવારની તમામ સૂચનાઓ (જાહેરાત) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 26મી નવેમ્બર,2026ના રોજ અપલોડ કરવામાં આવશે.

12

આ તમામ સૂચનાઓ (જાહેરાત) કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર લોકરક્ષક કેડર (Lokrakshak Cadre), કોન્સ્ટેબલ ડ્રાયવર મિકેનિક (ગ્રેડ-૨) (Head Constable Driver Mechanic-Grade-2), મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર (ગ્રેડ-2)(Motor Transport Supervisor Grade-2) કેડર માટે અલગ અલગ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

લોકરક્ષક કેડર અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (Technical Cadre)ની ઓનલાઇન અરજીઓ 26મી નવેમ્બર,2026 (બપોરના કલાક: 14.00) થી 16મી ડિસેમ્બર,2026 (રાત્રિના કલાક: 23.59) સુધી OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર રહેશે.

ઉમેદવારોએ ઓનલાઇન અરજી કર્યા પછી કન્ફર્મ (CONFIRM) કરીને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.

ઉમેદવારે કોઈપણ સંજોગોમાં ટપાલથી, ઈ-મેઇલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ભરતી બોર્ડ / સરકારશ્રી / નામદાર હાઇકોર્ટ / નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી વખતોવખત જે નિર્ણય / ચુકાદો આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે. ઉપરોક્ત ભરતીને લગતી વખતોવખતની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસમાં નોકરી કરવાની સુવર્ણ તક, વર્ગ-3ની 3,000 જગ્યા પર સીધી ભરતીની જાહેરાત

યુવાનો માટે ગુજરાત પોલીસમાં જોડાવવાની સુવર્ણ તક આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે વર્ગ-3ની લોકરક્ષક તથા ટેકનિકલ કેડરમાં...
Gujarat 
ગુજરાત પોલીસમાં નોકરી કરવાની સુવર્ણ તક, વર્ગ-3ની 3,000 જગ્યા પર સીધી ભરતીની જાહેરાત

યુરિન ઇન્ફેકશનથી લઈને પથરી સુધી દરેકની થશે સારવાર... આયુષ્માન કાર્ડધારકોને સરકાર આપશે એક મોટી ભેટ

આયુષ્માન ભારત યોજનાનો લાભ લેનારા કરોડો લોકો માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (...
Business 
યુરિન ઇન્ફેકશનથી લઈને પથરી સુધી દરેકની થશે સારવાર... આયુષ્માન કાર્ડધારકોને સરકાર આપશે એક મોટી ભેટ

‘હું એકલો હતો, મને ચેલેન્જ કરવા લાગ્યા કે..’ BSF જવાને જણાવ્યું- શા માટે ઘૂસ્યા હતા બાંગ્લાદેશની અંદર

બાંગ્લાદેશના સિલહટમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને બાંગ્લાદેશાં ઘૂસનારા BSFના કોન્સ્ટેબલને ફ્લેગ મીટિંગ બાદ ભારતને પરત સોંપી દેવામાં આવ્યા છે. આ...
National 
‘હું એકલો હતો, મને ચેલેન્જ કરવા લાગ્યા કે..’ BSF જવાને જણાવ્યું- શા માટે ઘૂસ્યા હતા બાંગ્લાદેશની અંદર

85% ઈથેનોલથી ચાલતી Heroની ફ્લેક્સ-ફ્યૂલ બાઇક જાણો બે મહિનામાં કેટલા લોકોએ ખરીદી?

ભારતીય બજારમાં ઓટોમોબાઈલ કંપનીઓએ તેમના પોર્ટફોલિયોમાં ફ્લેક્સ-ફ્યૂલ વાહનોનો સમાવેશ કરવાનું શરૂ કરી દીધું છે, અને કેટલીક કંપનીઓએ આ સેગમેન્ટમાં...
Tech and Auto 
85% ઈથેનોલથી ચાલતી Heroની ફ્લેક્સ-ફ્યૂલ બાઇક જાણો  બે મહિનામાં કેટલા લોકોએ ખરીદી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.