અમિત શાહના આટલા બધા વખાણ કેમ કરી રહ્યા છે DyCM શિંદે? શેર-શાયરીઓ પણ કહી...

મહારાષ્ટ્રમાં હિન્દી લાદવાના આરોપને લઈને શાસક મહાયુતિ સરકાર અને વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) વચ્ચે રાજકીય ઘર્ષણ ચાલુ છે. આ દરમિયાન, શુક્રવારે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેએ જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જોરદાર વખાણ કર્યા. જ્યારે DyCM શિંદે બોલી રહ્યા હતા ત્યારે અમિત શાહ સ્ટેજ પર બેઠા હતા. પહેલા DyCM શિંદેએ હિન્દીમાં શાહના વખાણ કર્યા. આ પછી તેમણે ગુજરાતીઓની પ્રશંસા કરી. ભાષણના અંતે તેમણે 'જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત'ના નારા લગાવ્યા.

આટલું જ નહીં, અમિત શાહની પ્રશંસા કરતી વખતે DyCM એકનાથ શિંદેએ શેર શાયરીઓ પણ સંભળાવી. DyCM શિંદેએ કહ્યું, 'તમારા મજબૂત ઇરાદાથી પર્વતો પણ ડગમગી જાય છે, દુશ્મનો શું ચીજ છે, તોફાનો પણ પોતાની દિશા બદલી નાખે છે. તમારા આગમનથી અહીં હવાનો મૂડ બદલાઈ જાય છે, તમારું નામ સાંભળીને દરેક વ્યક્તિ આદરપૂર્વક નમી જાય છે.'

DyCM Shinde
livehindustan.com

DyCM શિંદેના આ નિવેદનને કારણે રાજ્યનું રાજકીય તાપમાન હવે વધી ગયું છે. કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથે DyCM એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે CM દેવેન્દ્ર ફડણવીસે DyCM શિંદેનો બચાવ કર્યો છે.

કોંગ્રેસના નેતા નાના પટોલેએ DyCM એકનાથ શિંદેના 'જય ગુજરાત' નારા પર કહ્યું કે, અમે તેની નિંદા કરીએ છીએ, તે મહારાષ્ટ્રની માતૃભૂમિ અને મરાઠી ભાષાનું અપમાન છે.

જ્યારે, ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર DyCM એકનાથ શિંદેના 'જય ગુજરાત' નારાની ક્લિપ શેર કરી. તેમણે એમ પણ લખ્યું, 'શાહા સેના, શાહા સેના!'

જોકે, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે DyCM એકનાથ શિંદેનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, DyCM શિંદેએ પુણેમાં એક કાર્યક્રમમાં 'જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત' કહ્યું હતું, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા અને તેમણે ગુજરાતીમાં સભાને સંબોધિત કરી હતી. CM ફડણવીસે કહ્યું કે, DyCM શિંદેએ 'જય ગુજરાત' કહ્યું તેનો અર્થ એ નથી કે, તેઓ મહારાષ્ટ્રને ઓછો અને ગુજરાતને વધુ પ્રેમ કરે છે. આવી સંકુચિત વિચારસરણી મરાઠી માનુષને શોભતી નથી.

DyCM Shinde
aajtak.in

CM ફડણવીસે એ પણ યાદ અપાવ્યું કે, જ્યારે કર્ણાટકના ચિકોડીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારે શરદ પવારે પણ સ્ટેજ પરથી 'જય મહારાષ્ટ્ર, જય કર્ણાટક' કહ્યું હતું. તેમણે પૂછ્યું કે શું આનો અર્થ એ છે કે શરદ પવાર કર્ણાટકને વધુ અને મહારાષ્ટ્રને ઓછો પ્રેમ કરે છે?

CM ફડણવીસે કહ્યું કે, અમે જ્યાં પણ જઈએ છીએ, ત્યાં લોકોની ભાવનાઓ અનુસાર બોલીએ છીએ. બધા નેતાઓ આવું કરે છે. હવે જો ગુજરાતી સમુદાયની વચ્ચે 'જય મહારાષ્ટ્ર, જય ગુજરાત' બોલાય છે, તો તેમાં આટલો બધો હોબાળો કરવાની જરૂર નથી. આપણે પહેલા ભારતીય છીએ. CM ફડણવીસે એમ પણ કહ્યું કે, જો કોઈ એવો પ્રશ્ન ઉઠાવી રહ્યું છે કે, આ નિવેદનને કારણે DyCM એકનાથ શિંદેનો મહારાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ ઓછો થયો છે, તો તે વ્યક્તિ ખૂબ જ સંકુચિત વિચાર ધરાવે છે.

DyCM Shinde
indianexpress.com

આ અગાઉ, મહારાષ્ટ્ર સરકારે ત્રણ ભાષા નીતિના અમલીકરણ અંગે 16 એપ્રિલના પોતાના આદેશને પાછો ખેંચી લીધો હતો, જેમાં અંગ્રેજી અને મરાઠી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને 'ફરજિયાત' ત્રીજી ભાષા બનાવવામાં આવી હતી. આ ઘટનાક્રમનો વિવિધ જૂથો અને રાજકીય પક્ષો તરફથી ભારે વિરોધ થયો હતો.

16 એપ્રિલ અને 17 જૂનના રોજ પસાર થયેલા ઠરાવો રદ કરવાની માહિતી આપતા, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે, રાજ્યમાં ત્રણ ભાષા ફોર્મ્યુલાના અમલીકરણ અંગે ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિનું નેતૃત્વ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ નરેન્દ્ર જાધવ કરશે.

CM ફડણવીસે જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રિભાષા ફોર્મ્યુલાના અમલીકરણ અંગે ચર્ચા કરવા માટે ડૉ. નરેન્દ્ર જાધવના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવશે. જ્યાં સુધી સમિતિ પોતાનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી, સરકારે બંને સરકારી ઠરાવો (16 એપ્રિલ અને 17 જૂન) રદ કર્યા છે.

DyCM Shinde
livehindustan.com

આ ઘટના પછી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ કહ્યું કે, સરકારી ઠરાવ ફક્ત મરાઠી લોકોના દબાણને કારણે રદ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભાના ચાલી રહેલા ચોમાસા સત્ર દરમિયાન, સોમવારે વિધાનસભા પરિસરમાં MVA નેતાઓએ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન પછી, NCP (SP)ના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું હતું કે, મરાઠી પત્રકારો અને સામાજિક સંગઠનો એક થયા પછી જ આ દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવી હતી.

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.