ચૈત્ર નવરાત્રીના ઘટસ્થાપનનું મૂહુર્ત અને 9 દિવસ માતાજીની પૂજા વિશે જાણો

ચૈત્ર નવરાત્રીએ માં દુર્ગાની ઉપાસના કરાય છે. વર્ષમાં 4 વાર આવતી નવરાત્રીમાં આસો નવરાત્રી મુખ્ય મનાય છે. તેમાં પણ ચૈત્ર નવરાત્રી વધુ ફળ આપનારી છે. ચૈત્ર નવરાત્રીને વસંત નવરાત્રી પણ કહેવાય છે. માતાજીના નવ સ્વરૂપ છે. દરેક દિવસે અલગ અલગ રીતે માંની પૂજા કરવાનું મહત્ત્વ છે. આ દિવસે કળશ પુજા અને ઘટ સ્થાપન કરી નવ દિવસનું અનુષ્ઠાન કરાય છે. માતાજીની આરાધના માટે ચંડીપાઠ કરાય છે. ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ 6 એપ્રિલના રોજ અને ઘટસ્થાપનનું મૂહુર્ત સવારે 7.50થી 9.23 સુધી રહેશે. જ્યારે અભિજીત મૂહુર્તનો સમય 11.58થી 12.50 રહેશે. નવરાત્રીનો પ્રારંભ ચૈત્ર મહિનાની શુક્લપક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. ચૈત્ર નવરાત્રીમાં માં કુળદેવી અને દેવતાઓની પૂજા વિશેષ મનાઇ છે. આ નવ દિવસ માતાજીની પૂજા કરવાથી મનમાં આવતા ખોટા વિચારોથી દૂર રાખે છે. અને નવા સકારાત્મક વિચારોનું ચિંતન થાય છે. ચૈત્ર નવરાત્રી પ્રભુરામનો જન્મોત્સવ માનવામાં આવે છે.

9 દિવસ દરમિયાન માતાજીની પુજા આ રીતે કરવી

1. આ પ્રતિપદાના દિવસે ઘટસ્થાન કરવું

2. નવ દિવસ ઘીનો અખંડ દીવો કરવો

3.સાંજે દરરોજ ઘરમાં ગુગળની ધૂપ કરવી

4. આરતી-થાળ કરવા અને માતાજીની સ્તુતિ કરવી

5. દરરોજ કન્યા પૂજન કરવું, કુમારીકાઓના પગ ધોઇ કંકુ તિલ કરી પૂજન કરવું

 માતાજીના 9 નામો અને તેમની પૂજા

1. શૈલપુત્રીઃ પ્રથમ દિવસે શૈલપુત્રીમાંની પૂજા અને આરાધના કરાઇ છે. જે પર્વતરાજ હિમાલયની પુત્રી કહેવાય છે. જેમની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

2. બ્રહ્મચારીણીઃ બીજા દિવસે બ્રહ્મચારીણી માતાજીની પુજા કરાઇ છે. બ્રહ્યા શબ્દનો અર્થ થાય છે તપસ્યા. બ્રહ્યચારીણી માતાજીનો તાત્પર્ય છે તપથી ચારીણી એટલે આચરણ કરવાવાળી માતાજી, બ્રહ્યાચારીણીના ડાબા હાથમાં કમંડલ અને બીજા હાથમાં જપની માળા છે. માં બ્રહ્યચારીણીની પૂજા કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.

3. ચંદ્રઘંટા ત્રીજા દિવસે ચંદ્રધટા માતાજીની પુજા કરાઇ છે. માતાજીનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માતાજીના શરીરનો રંગ સુર્વણ જેવો ચમકતો છે, અને એમનું વાહન સિંહ છે.

4. કુષ્માંડાઃ ચોથા દિવસે કુષ્માંડા માતાજીની આરાધના થાય છે. જીવનમાં પ્રગતિ ધીમી હોય અને આગળ વધવાની ક્ષમતા ઓછી હોય તો કુષ્માંડા માતાજીની આરાધના કરવાથી હંમેશા જીવનને પ્રગતિશીલ અને આગળ વધવાની તાકાત પ્રદાન કરે છે.

5. સ્કન્દમાતાઃ કાર્તિકેયની માતા હોવાથી સ્કન્દમાતા કહેવામાં આવે છે. કમળના આસન ઉપર માં ભગવતી બિરાજમાન છે. સ્કન્દમાતા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરાવે છે.

6. કાત્યાયનીઃ મહર્ષિ કાત્યાયનની પુત્રી હોવાના કારણે માતાજીનું નામ કાત્યાયની પાડવામાં આવ્યું છે. માં કાત્યાયનીને ફળની દેવી તરીકે પણ પૂજાય છે. જે સઘળા દુઃખોને દૂર કરી મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે.

7. કાલરાત્રીઃ માં કાલરાત્રીનું સ્વરૂપ અત્યંત ભયાનક છે, પણ સદેવ શુભ ફળ આપે છે. માતાજીને શુભ ભડકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. માંની પૂજા કરવાથી દુષ્ટોનો વિનાશ અને ગ્રહ બાધાઓ દૂર કરે છે.

8. મહાગૌરીઃ માં મહાગૌરીએ માં ભગવતી જગદંબાને સમર્પિત છે. એમની શક્તિ અમોધ અને ફળદાયી છે. એમની પૂજા અને ઉપાસના કરવાથી શકિતઓ જાગૃત થાય છે. અને સિદ્વિની પ્રાપ્તિ કરાવે છે.

9. સિદ્ધદાત્રીઃ માં ભગવતી સિદ્ધદાત્રી બધા પ્રકારની સિદ્વીઓ પ્રદાન કરવાવાળી છે. માંનુ આ સ્વરૂપ નવદુર્ગાઓનું છેલ્લું સ્વરૂપ છે. માં સિદ્ધરાત્રીની પૂજા કરવાથી ક્લેશ, દુઃખ, ભય દૂર થાય છે. અને મનોકામના પુરી થાય છે.

 -આચાર્ય ભાવિન પંડ્યા

- આચાર્ય મનન પંડ્યા

Related Posts

Top News

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

  IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Lifestyle 
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
Gujarat 
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.