- Gujarat
- 2 પત્નીઓના ઝઘડામાં 15 વર્ષ ચાલી પતિના PFની લડાઈ, સિવિલ કોર્ટે હવે પાસ કર્યો ઓર્ડર, જાણો શું છે મામલો...
2 પત્નીઓના ઝઘડામાં 15 વર્ષ ચાલી પતિના PFની લડાઈ, સિવિલ કોર્ટે હવે પાસ કર્યો ઓર્ડર, જાણો શું છે મામલો

તમને સાંભળીને હેરાની થશે, પરંતુ એક ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીના PF પર 15 વર્ષ લાંબી કાયદાકીય લડાઈ ચાલી. કોર્ટે હવે કર્મચારીના મોતના 21 વર્ષ બાદ ઉત્તરાધિકાર પ્રમાણપત્ર પર પોતાનો નિર્ણય આપ્યો છે. ત્યારબાદ કર્મચારીના પરિવારને EPFO તરફથી 10 લાખ રૂપિયાથી વધુની રકમ મળશે. વર્ષ 2004 સાથે જોડાયેલો સંબંધિત આ કેસ લાંબા સમય સુધી અટવાયેલો રહ્યો. 2 પત્નીઓના દાવાને કારણે કેસ ગુજરાત હાઇકોર્ટમાં પણ પહોંચ્યો, પરંતુ ગયા અઠવાડિયે અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટે આ અનોખા કેસનો નિકાલ કરી દીધો.
શું છે આખો મામલો?
અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા સુરેશચંદ્રનું મે 2004માં મોત થઇ ગયું હતું. ત્યારે તેણે કોઈ વારસાઈ કરી નહોતી. જાન્યુઆરી 2009માં, સુરેશની પત્ની વર્ષાને EPFOના કમિશનર તરફથી એક પત્ર મળ્યો, જેમાં તેને જાણ કરવામાં આવી હતી કે હિનારાણીએ સુરેશચંદ્રની વિધવાના રૂપમાં તેના PFની રકમનો દાવો કર્યો છે. જ્યારે વર્ષાએ આપત્તિ દર્શાવી તો EPFOએ ભાર આપીને કહ્યું કે તે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર પ્રાપ્ત કરે. વર્ષ 2010માં શહેરની એક સિવિલ કોર્ટે તેના નામે પ્રમાણપત્ર જાહેર કરવાનો આદેશ આપ્યો. હીનારાણી અને વિલાસપતિએ વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેમાં દાવો કરવામાં આવ્યો કે તેઓ સુરેશચંદ્રના કાયદેસર વારસદાર છે. તેમણે તર્ક આપ્યો કે વર્ષા અને વિક્રાંતે ઉત્તર પ્રદેશમાંમાં પેન્ડિંગ કેસ બાબતે વિગતો છુપાવી હતી. તેણે ખોટી રીતે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર મેળવ્યું હતું.

વર્ષ 2017માં ગુજરાત હાઇકોર્ટે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર રદ કર્યું અને શહેર સિવિલ કોર્ટને બંને પક્ષોને સાંભળ્યા બાદ આ મુદ્દા પર નવેસરથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો. સમય સાથે વિલાસ્પતિ, વર્ષા અને વિક્રાંતના દાવા સામે એકમાત્ર વાંધો ઉઠાવનાર બન્યા રહ્યા. વર્ષ 2022માં કોર્ટને કહેવામાં આવ્યું કે વિલાસપતિનું મોત થઈ ગયું છે. તેનો કોઈ વારસદાર નથી. ત્યારબાદ કોર્ટે વર્ષા અને વિક્રાંતની અરજી સ્વીકારી અને તેમને વ્યાજ સાથે PF રકમ ચૂકવવાનો આદેશ આપ્યો.

ખાનગી પેઢીના કર્મચારી સુરેશચંદ્રના મોતના લગભગ 21 વર્ષ બાદ તેની પત્ની વર્ષા શુક્લા અને તેના પુત્ર વિક્રાંતને 15 વર્ષની કાયદાકીય લડાઈ બાદ તેમનું પ્રોવિડન્ટ ફંડ (PF) મળશે. સુરેશચંદ્રની બીજી પત્ની હિનારાણી અને પુત્રી વિલાસપતિએ વર્ષાના PF દાવા પર આપત્તિ દર્શાવી હતી. ગયા અઠવાડિયે શહેરની સિવિલ કોર્ટે વર્ષા અને વિક્રાંતને ઉત્તરાધિકાર પ્રમાણ પત્ર આપ્યું, જેમાં કહેવામાં આવ્યું કે મૃતક કર્મચારીની 10 લાખ રૂપિયાથી વધુની PF રકમ તેમને સોંપી દેવી જોઈએ.
Related Posts
Top News
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...
Opinion
