- Business
- આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના 2 ટકા કર્મચારીઓને છટણી કરવા જઈ રહી છે. તેનો અર્થ છે કે, લગભગ 12,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. આ છટણી ખાસ કરીને મીડિયમ અને સીનિયર લેવલના મેનેજમેન્ટને પ્રભાવિત કરશે. TCSના આ પગલાને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી (IT) સેક્ટર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. TCS દેશની સૌથી મોટી IT કંપની છે. એટલે TCSમાં થઈ રહેલા બદલાવો દેશના IT સેક્ટરને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
TCSના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (CEO) કે. કૃતિવાસને Moneycontrolને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘અમે નવી ટેક્નોલૉજી, ખાસ કરીને AI અને ઓપરેટિંગ મોડેલમાં બદલાવો પર ભાર મૂકી રહ્યા છીએ. કામ કરવાની રીતો બદલાઈ રહી છે. આપણે ભવિષ્ય માટે તૈયાર અને સ્ફૂર્તિલા રહેવાની જરૂર છે. અમે મોટા પ્રમાણમા AIનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ભવિષ્ય માટે જરૂરી સ્કિલ્સનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.’
તેમણે વધુમાં જણાવ્યુ કે TCSએ કર્મચારીઓના વિકાસ અને કરિયર માટે ખૂબ રોકાણ કર્યું છે. કેટલીક ભૂમિકાઓમાં રી-ડિપ્લોયમેન્ટ સફળ થઈ શક્યું નથી. આ નિર્ણય લગભગ 2 ટકા બ્લોબલ વર્કફોર્સને પ્રભાવિત કરશે, ખાસ કરીને મિડલ અને સીનિયર લેવલને. આ એક મુશ્કેલ નિર્ણય છે અને CEO તરીકે મારા માટે સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક છે.’
TCS નવા બજારોમાં એન્ટ્રી લઈ રહી છે, નવી ટેક્નોલૉજિમાં રોકાણ કરી રહી છે અને મોટા પાયે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સને લાગૂ કરી રહી છે. આ પ્રક્રિયામાં, કંપની સ્ટાફને ફરીથી ટ્રેઇન અને રી-ડિપ્લોય એટલે કે ફરીથી તૈનાત કરી રહી છે, પરંતુ કંપનીમાંથી લગભગ 12,000 લોકોને પણ બહાર કરવા પડશે. કંપનીનું કહેવું છે કે, છટણી પર પ્લાનિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઈ પણ પ્રકારની સેવામાં વિક્ષેપ ન પડે. TCSમાં છટણીના અવાજની અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી.
ગગન શર્મા નામના એક યુઝરે લખ્યું કે, ‘TCSની છટણી માત્ર એક કંપનીની વાત નથી, આ સમગ્ર ગ્લોબલ સર્વિસ મોડેલ તૂટવાની શરૂઆત છે. હવે પહેલા ઓટોમેટ કરો, પછી ઓપ્ટિમાઈઝનો દૌર શરૂ થઈ ગયો છે. ભારતની વસ્તી આધારિત તાકત હવે બોજ બનતી જઈ રહી છે. આગામી દાયકા નાના, પરંતુ AIથી સશક્ત ટીમોનો હશે, મોટા ડિલિવરી સેન્ટર્સનો નહીં.’
TCSના નિર્ણય પર, ઇન્દ્રનીલ રોય લખે છે કે, ‘AIનું જોખમ આવવાનું નથી. તે તો પહેલાથી જ આવી ચૂક્યો છે. રવિવારે આવેલા મોટા કોર્પોરેટ સમાચારમાં TCSએ 12,000થી વધુ લોકોને છટણી કરવાનો નિર્ણય લીધો છે, જે ભારતીય IT સેક્ટર માટે મોટો ઝટકો છે. આ છટણી ખાસ કરીને મિડલ અને સીનિયર લેવલ પર થશે, જેમની સ્કિલ્સના ભવિષ્યની જરૂરિયાતો સાથે મેળ ખાતી નથી. આ એક ખૂબ જ મોટું પગલું છે.’
TCSમાં છટણી પાછળ AIનો પણ હાથ માનવામાં આવે છે. ગમે તે હોય, AI પર લોકોની નો આરોપ લાગે છે કે આ લોકોની નોકરી ખાઈ શકે છે. આ સવાલ TCSના CEO કે. કૃતિવાસનને પૂછવામાં આવ્યું કે, આ નિર્ણય AIને કારણે લેવામાં આવ્યો છે? તો તેમણે સ્પષ્ટ કહ્યું કે,
‘આ AIના કારણે નથી, પરંતુ ભવિષ્ય માટે જરૂરી સ્કીલ્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ નિર્ણય છે. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કેટલાક લોકોને નવી ભૂમિકાઓમાં તૈનાત કરવા શક્ય નહોતા, એટલા માટે નહીં કે અમને ઓછા લોકોની જરૂર છે.’ હવે સૌથી મોટું જોખમ એ છે કે શું આ છટણી માત્ર TCS સુધી સીમિત રહેશે? TCSના આ પગલાને કારણે આગામી દિવસોમાં ભારતીય IT સેક્ટરમાં ઘણા વધુ બદલાવ જોવા મળી શકે છે.

