'મોત તો તમને પણ આવશે’, સી.આર.પાટીલ વિશે અરવિંદ કેજરીવાલે આવું કેમ કહી દીધું?

ગુજરાતની વિસાવદર સીટ પર પેટાચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. કેજરીવાલે બુધવારે અમદાવાદમાં 'ગુજરાત જોડો સદસ્યતા અભિયાન'નો શુભારંભ કર્યો. આ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, એક દિવસ ભગવાન તેમને પૂછશે કે ધરતી પર શું કર્યું.

કેજરીવાલે કહ્યું કે, વિસાવદરમાં મળેલી જીત સામાન્ય જીત નથી. તેના દ્વારા ભગવાન ખૂબ મોટો સંદેશ આપવા માગે છે. ભગવાન જનતામાં વસે છે. જનતાનો નિર્ણય ભગવાનનો નિર્ણય હોય છે. તે કોઈ નાની વાત નથી, કોઈ સંયોગ નથી કે 2022માં અમે આ સીટ પર જેટલા મતોથી જીત્યા તેના કરતા 3 ગણા મતોથી જીત્યા. પેટાચૂંટણીમાં એ જ પાર્ટી જીતે છે, જેની સરકાર હોય છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે.

arvind kejriwal
facebook.com/AAPkaArvind

30 વર્ષથી પ્રશાસન પર જેની આટલી પકડ છે. જે પાર્ટીમાં કંઈપણ ખોટું કરવામાં સંયમ નથી. જેણે ગુંડાગર્દી કરવામાં કોઈ કસર છોડી નથી. ત્યાં તમે ત્યાં આટલી પ્રચંડ બહુમતથી જીતો છો, હું તો તેમાં કુદરતનો ખેલ માનું છું. ભગવાનનો સંદેશ માનું છું. ગીતામાં લખ્યું છે કે ભગવાન લોકો દ્વારા બોલે છે. કેજરીવાલે કહ્યું કે, ભગવાન કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોંગ્રેસે ગુજરાત પર 30 વર્ષ રાજ કર્યું, ભાજપે 30 વર્ષ રાજ કર્યું. હવે સમય બદલાઈ ગયો છે. હવે ભાજપનો જવાનો સમય આવી ગયો છે. હવે એક નવી પાર્ટી આવશે, ઈમાનદાર પાર્ટી આવશે.

કેજરીવાલે સુરતમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ માટે ભાજપ સરકારની નિંદા કરી. તેમણે કહ્યું કે, ‘30 વર્ષમાં શું હાલત કરી દીધી. સુરત જેવા શહેરમાં પૂર આવી ગયું છે. ઘરોની અંદર, જ્યાં લોકોએ કરોડોના ફ્લેટ અને બંગલા લીધા છે, તેમના બેડરૂમમાં પાણી ઘૂસી ગયું છે. 30 વર્ષમાં ભાજપે ગુજરાતની કેવી હાલત કરી દીધી. કેજરીવાલે કહ્યું કે આ પૂર ભ્રષ્ટાચારને કારણે છે. બિલ્ડરોને એવી રીતે પ્લોટ કાપીને આપવામાં આવ્યા કે પાણીનો નિકાલ બંધ થઈ ગયો.

arvind kejriwal
facebook.com/AAPkaArvind

કેજરીવાલે ભાજપના નેતા સી.આર. પાટીલ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મેં સી.આર. પાટીલનું નિવેદન સાંભળ્યું. તેમણે કહ્યું કે વિસાવદરના ધારાસભ્ય જતા રહ્યા, 2 વધુ સંપર્કમાં છે. હું કહેવા માગુ છું કે, થોડી શરમ કરો, ભગવાનથી ડરો. મૃત્યુ બાદ બધાએ ભગવાનના દરબારમાં જવાનું છે. મોત તો બધાને આવશે.

તેમણે કહ્યું કે, સી.આર. પાટીલ, મોત તો તમને પણ આવશે. જ્યારે તમે ઉપરવાળાના દરબારમાં જશો, ત્યારે ભગવાન પૂછશે સી.આર. પાટીલ તમે પૃથ્વી પર શું કર્યું, તો તમે શું જવાબ આપશો? અન્ય પાર્ટીઓના ધારાસભ્યોને તોડીને લાવ્યા, આ જવાબ આપશો? ભગવાન જવાબ આપશે ક્યાં મોકલું તેમને. તમને જનતાએ આટલી મોટી બહુમતી આપી, 30 વર્ષથી સરકાર છે તમારી. શાળાઓ બનાવતા, હૉસ્પિટલો બનાવતા, બાળકોને નોકરી આપતા, રસ્તાઓ બનાવતા, કોઈ સારું કામ કરતા 30 વર્ષની અંદર. આટલા અહંકારની શું વાત છે. 2 અન્ય ટચમાં છે.  શરમની વાત છે. 84 લાખ યોનીઓ બાદ મનુષ્યનો જન્મ મળે છે, તેનો ઉપયોગ કરો.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.