- Gujarat
- જૂનાગઢમાં મોહરમ પર અનોખી એકતા, હિન્દુ-મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને જોડાઈ
જૂનાગઢમાં મોહરમ પર અનોખી એકતા, હિન્દુ-મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને જોડાઈ

ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આ પર્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વર્ષો પહેલા નવાબ દ્વારા સૈયદ પરિવારને ભેટ તરીકે આપવામાં આવેલી ચાંદીની સેજ આજે પણ દર મોહરમમાં બહાર પડે છે અને હજારો હિન્દુ-મુસ્લિમ નાગરિકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા ઉમટી પડે છે.
મોહરમ પવિત્ર તહેવાર છે, જે હઝરત મુહમ્મદ પયગંબરના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના પરિવારજનોની કરબલા ખાતે 680 ખ્રિસ્તાબ્દના રોજ થયેલી શહીદીની યાદમાં મનાવવામાં આવે છે. કરબલાની આ ઘટનાએ સત્ય અને ન્યાય માટે શહીદ થવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જૂનાગઢના લિમડા ચોક નજીક આવેલ 'સેજનો ઓટો' વિસ્તારમાં દર વર્ષે મોહરમના નવમો અને દસમો દિવસે ખાસ રીતે ચાંદીની સેજ કાઢવામાં આવે છે. આશરે 300 વર્ષથી સૈયદ પરિવાર આ સેજની સંભાળ અને પરંપરા જાળવી રહ્યો છે. આ પ્રસંગે ચાર ચોકમાં સેજને સાત ચક્કરો ફેરવવામાં આવે છે, જેમાં હિન્દુ-મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને જોડાય છે.

ચાંદીની સેજમાં રહેલા મોતીને લઈ એક ખાસ માન્યતા પણ છે. એવું માનવામાં આવે છે કે આ મોતી પાસે રાખવાથી બાધાઓ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. લોકો અહીં દૂધ તેમજ વિવિધ ચઢાવા સાથે પોતાની મન્નતો પ્રગટ કરે છે.

આ રીતે મોહરમ દરમિયાન જૂનાગઢમાં ધર્મની હદો વળી કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દૃશ્ય સર્જાય છે. હિંદુ અને મુસ્લિમ સમુદાય સાથે મળીને આ ઐતિહાસિક પરંપરાને જીવંત રાખે છે – જે નવાબના સમયથી આજદિન સુધી અવિરત ચાલતી આવી છે.
Related Posts
Top News
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
Opinion
