- Agriculture
- ગુજરાતના આ શહેરની ગીરગાય દૂધ ઉત્પાદનમાં સૌથી આગળ રહી
ગુજરાતના આ શહેરની ગીરગાય દૂધ ઉત્પાદનમાં સૌથી આગળ રહી

રાજ્યની દૂધ હરીફાઈમાં મોરબીની ગીર ગાયે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેણે રૂ.51 હજારનું ઈનામ મેળવ્યું છે. 30 વર્ષથી દૂધ હરીફાઈ યોજવામાં આવે છે. ગીર ગાયની હરીફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવી છે. ગાય 12-15 વર્ષ જીવે છે અને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન 6થી12 વાછરડાં ઉત્પન્ન કરી શકે છે. ગીરના જંગલ પ્રદેશ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના આસપાસના જિલ્લાઓમાં જોવા મળે છે. આ ગાય સારી દૂધ ઉત્પાદકતા માટે જાણીતી છે.
ગીર ગાયના શરીરનો રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં જોવા મળે છે. કાન લાંબા હોય છે અને લટકતા રહે છે. તેની સૌથી અનન્ય વિશેષતા છે તેનો બાહ્ય કપાળ પ્રદેશ, જે તેને મજબૂત સૂર્યપ્રકાશ સામેનું કવચ પૂરું પાડે છે. ૩ વર્ષની ઉંમરમાં વાછરડાંને જન્મ આપે છે. રોજ 12 લીટર કરતાં વધુ દૂધ આપે છે. એક વેતરે 1590 કિલો દૂધ આપે છે જેમાં 4.5 ટકા ચરબી હોય છે.
વિવિધ આબોહવા અને ગરમ સ્થાનો પર પણ સરળતાથી રહી શકે છે. ગીર ગાયોના સંરક્ષણ રાજકોટના ભુતવડ ગામે પશુ ઉછેર કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલી છે. 2017-18માં 15 ગીર સાંઢ સંવર્ધન માટે નજીવી કિંમતે ફાળવવામાં આવેલા હતા. હાલ 173 ગીર ગાયના વંશ છે. ફ્રોજન સીમેન સ્ટેશન બની રહ્યું છે.
ધોરાજીના ભૂતવડ ગામે ગીર ગાયોની હરરાજી થઈ જેમાં 60 ગાયના વેચાણથી કૂલ રૂ.36 લાખ ઉપજયા હતા. 500 લોકો ગાયો ખરીદવા માટે આવ્યા હતા. જેમાં સૌથી વૃધ્ધ નવમા વેતરની હંસા નામની ગાય રૂ.2.21 લાખમાં વેચાઈ હતી. જે ગીર ગાયનું આંદોલન ચલાવતાં પરસોત્તમ સિદ્ધપરાએ ખરીદી હતી. જે તેમના ખાસ મિત્ર રાજેન્દ્રસિંહ ગોહિલને ભેટમાં આપી હતી. ઘણાં વાછરડાના રૂ.60થી 70 હજાર ઉપજ્યા હતા.
લોકોમાં ગીર ગાયની જાગૃતિ લાવવાનું કામ મનસુખ સુવાગીયાએ કર્યું છે. સૌરાષ્ટ્રની ગીર ગાય આજે દેશ અને દુનિયામાં વખણાતી થઈ છે. એમ્બ્રિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરી રખડતી ભટકતી ગાયને પણ ગીર ગાયની સરોગેટ મધર બનાવી શકાય તેમ છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવે તો લોકને ટ્રાફિકમાં અડચણરૂપ બનતી ગાયોનો પ્રશ્ન દૂર કરી શકાય તેમ છે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)