ગંભીરા ઘટના બાદ એક પછી એક કાર્યવાહી, નર્મદાની નહેરો પર બનેલા 5 ખતરનાક પુલ બંધ

નર્મદા નદીની નહેરો પર બનેલા 5 પુલ અધિકારીઓએ બંધ કરી દીધા છે કેમ કે નિરીક્ષણ દરમિયાન તેમને વાહનોની અવરજવર માટે ખતરનાક જણાયા હતા. રાજ્ય સરકારે એક જાહેરતમાં કહ્યું કે, આ ઉપરાંત 4 અન્ય પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જ્યારે સંબંધિત જિલ્લા પ્રશાસનને સમારકામ માટે 36 અન્ય પુલોને તાત્કાલિક પ્રભાવથી બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બધા પુલ નર્મદા નહેર નેટવર્કનો હિસ્સો છે.

જાહેરતમાં કહેવામાં આવ્યું છે કે, ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત વિવિધ રસ્તાઓ અને પુલોનું સમારકામ અને મેન્ટેનેન્સનું કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ પર યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે રાજ્યમાં વ્યાપક નર્મદા નહેર નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોનું ટેક્નિકલ નિરીક્ષણ પણ કર્યું છે.

Narmada1
gujaratsamachar.com

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના જણાવ્યા અનુસાર, આ નહેર નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો અને ગ્રામીણ રસ્તાઓને જોડતા લગભગ 2,110 પુલ છે. આ પુલોની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભાવિત ક્ષતિ રોકવા અને આ સંરચનાઓને ટકાઉ બનાવવા માટે SSNNL દ્વારા હાલમાં આ બધા પુલો પર એક વ્યાપક નિરીક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, 5 પુલ પૂરી રીતે બંધ છે, તેમાંથી 2 મોરબી જિલ્લામાં છે જ્યારે 3 સુરેન્દ્રનગર જિલ્લામાં છે.

Narmada1
gujaratsamachar.com

તમને જણાવી દઈએ કે, 9 જુલાઈના રોજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો અને ત્યારે ઘણા વાહનો મહિસાગર નદીમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. રાજ્ય સરકારે હાલમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો સાથે સાથે ગામડાઓ, બ્લોકો અને શહેરોના આંતરિક રસ્તાઓનું સમારકામ ચાલુ કરી દીધું છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.