- Business
- અનિલ અંબાણીની આ કંપની પર RBIએ કબજો કરી લીધો, બોર્ડનું વિર્સજન
અનિલ અંબાણીની આ કંપની પર RBIએ કબજો કરી લીધો, બોર્ડનું વિર્સજન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની બોર્ડને સોમવારે બરતરફ કરી દીધી છે અને કંપનીની સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે. બેંક ઓફ મહારાષ્ટ્રના પૂર્વ એક્ઝિકયૂટીવ ડિરેકટર નાગેશ્વર રાવને નવા એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે.
એની સાથે જ રિઝોલ્યૂશન પ્રોસેસ શરૂ કરવા માટે રિઝર્વ બેંકે National Law Tribunal (nclt)નો દરવાજો ખટખટાવવાનો પણ નિર્ણય કર્યો છે. રિલાયન્સ કેપિટલના શેરનો ભાવ શેરબજારમાં 5 ટકા જેટલો તુટીને 19.05 પર બંધ રહ્યો હતો અને આ શેરમાં લોઅર સર્કિટ લાગી છે.રિલાયન્સ કેપિટલના બોર્ડમાં અનિલ અંબાણી, રાહુલ સરીન, છાયા વિરાણી, થોમસ મેથ્યૂ અને ધનંજય તિવારી સહિત અન્ય લોકો હતા. પણ હવે RBIએ રિલાયન્સ કેપિટલની બોર્ડનું વિસર્જન કરી દીધું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જાણકારી આપી હતી કે રિલાયન્સ કેપિટલ તમામ લેણદારોને ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઇ છે. ઉપરાંત કંપનીના કોર્પોરેટ ગર્વનન્સની એવી કેટલીક માહિતી સામે આવી હતી જે ચિંતાજનક હતી. RBI એ કહ્યું કે કોર્પોરેટ ગર્વનન્સનો મુદ્દો ખુબ જ ગંભીર છે જેને અવગણી શકાય તેમ નથી. જૂન 2019માં કંપનીના ઓડીટર્સે ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો વિશે અનેક સવાલો ઉઠાવ્યા હતા, જેમાં હિસાબની પધ્ધિત પર પણ ઓડીટર્સે જવાબ માંગ્યા હતા.
રિલાયન્સ કેપિટલે 27 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી હતી કે કંપની એક્સિસ બેંક અને એચડીએફસી બેંકના 624 કરોડ રૂપિયાની લોનનું વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ ગઇ છે. આ વ્યાજ કંપનીએ 31 ઓકટોબર સુધીમાં ચૂકવવાનું હતું. કંપનીએ કહ્યું કે એચડીએફસીને વ્યાજ પેટે 4.77 કરોડ અને એક્સિસ બેંકને વ્યાજ પેટે 71 લાખ રૂપિયાની ચૂકવણી કરવાની હતી.
રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે રિલાયન્સ કેપિટલની ઇંસોલ્વેંસી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ નાદારી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પહેલા દિવાન હાઉસીંગ ફાયનાન્સ અને શ્રેઇ કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી..
રિલાયન્સ કેપિટલે ડિસેમ્બર 2018 થી પોતાના નાણાંકીય પરિણામો જાહેર જ નથી કર્યા. ડિસેમ્બર 2018માં કંપનીની આવક 568 કરોડ રૂપિયા હતી અને ચોખ્ખો નફો 89 કરોડ રૂપિયા હતો. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો માત્ર 1.51 ટકા જ છે, જયારે 97.85 ટકા હિસ્સો સામાન્ય રોકાણકારો પાસે છે. મતલબ કે રિલાન્યસ કેપિટલના રોકાણકારોને ભારે નુકશાન ગયું છે. કંપનીના પ્રમોટર્સમાં અનિલ અંબાણી પાસે 11.06 લાખ શેર છે, તેમની પત્ની ટીના અંબાણીની પાસે 2.63 લાખ શેર છે, તેમના 2 પુત્રો જય અનમોલ અંબાણી પાસે 1.78 લાખ શેર અને જય અંશૂલ અંબાણી પાસે પણ 1.78 લાખ શેર છે. અનિલ અંબાણીના માતા કોકિલાબેન પાસે રિલાયન્સ કેપિટલના 5.45 લાખ શેર છે.
Top News
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
Opinion
