- Gujarat
- નકલી પોલીસ બનીને લૂંટ કરતી ગેંગની મણિનગર પોલીસે કરી ધરપકડ
નકલી પોલીસ બનીને લૂંટ કરતી ગેંગની મણિનગર પોલીસે કરી ધરપકડ

આરોપીએ પોલીસની ઓળખ આપી યુવકને હોટલમાં જઈને કુટણખાનામાંથી આવે છે એવું કહીને તેની પાસેથી 60 હજાર પડાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આ અંગે પોલીસને જાણ થતા પોલીસે છટકું ગોઠવી આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રીઢા ગુનેગારો નકલી પોલીસ બની લોકોને લૂટંતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
થોડા દિવસ અગાઉ એક યુવકને વેશ્યાવૃતિમાં જઈને આવ્યો છે એવું જણાવી તેના પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી ત્યારે વધુ એક વખત આ રીતે વધુ એક યુવકને ટાર્ગેટ બનાવવા માટે તે આરોપીના ભાઈ ફિરોઝ હુસેન શેખે પ્રયાસ કર્યો હતો તે ફરિયાદી પાસેથી રૂપિયા લૂંટે એ પહેલા જ આરોપીને પોલીસ ઝડપી પાડ્યો છે. ત્યારે ઝડપાયેલ આરોપી ફિરોજ હુસેનએ એ ગઈ કાલે બપોર ના રોજ એક યુવક ને હોટેલ બહાર પકડી માર મારી કુટણખાના માં જઈ ને આવ્યો છે અને મહિલ પોલીસ માં રેપ ની ફરિયાદ કરવાની છે, તેથી જો સેટલમેન્ટ કરવું હોય તો 60 હજાર રૂપિયા આપી તેમ જણાવ્યું હતું પરંતુ ATM ન ચાલતા બીજા દિવસે બોલાવ્યો હતો અને તેજ સમયે મણિનગર પોલીસે નકલી પોલીસ બની આવેલ ફિરોજ ને પકડી પાડ્યો હતો.
આરોપી ફિરોજ હુસેન શેખ વટવા માં રહે છે. અગાઉ તેનો ભાઈ પણ નકલી પોલીસ માં ઝડપાયો હતો. વટવાના 4થી 5 યુવકોની નકલી પોલીસની ગેંગ સક્રિય થઈ છે જે બહારના યુવાનોને ટાર્ગેટ કરી હોટેલ બહાર જ પકડી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતા હતા. હાલ તો સમગ્ર મામલે મણિનગર પોલીસે ફિરોજની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)