ગુજરાતમાં ધરતીપુત્રોની હાલત કફોડી: 3590 કિલો ડુંગળીના મળ્યા માત્ર ₹ 1974

દેશમાં ખેડૂતોના લાભ અંગે ખાસ્સી વાતો કરવામાં આવે છે, પરંતુ હકિકતમાં તેમની સ્થિતિમાં કોઈ સુધારો જોઈ શકાતો નથી. ગુજરાતમાં પણ જગતના તાતની હાલત આવી જ છે. જ્યાં ડુંગળી અને લસણની ખેતી કરનારા ખેડૂતોને ભારે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને તેમનું મહેનતાણું પણ મળી શકે તેમ નથી.

ધી હિંદૂના એક અહેવાલ અમુસાર, ગુજરાતના રાજકોટ જિલ્લામાં રહેતા ખેડૂત ધર્મેન્દ્ર નરસિંહ પટેલે 25 ડિસેમ્બરે પોતની 3590 કિલો ડુંગળીનો પાક ગોંડલ સ્થિત એગ્રી પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીમાં માત્ર 1974 રુપિયામાં વેચવા માટે મજબૂર બન્યા હતા.

ધર્મેન્દ્ર પટેલની જેમ જ ડુંગળી અને લસણની ખેતી સાથે સંકળાયેલા હજારો ખેડૂતો પોતાનો પાક ભારે નુક્સાનીમાં વેચવા માટે લાચાર છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ભાવનગર, રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં ડુંગળી અને લસણનો મબલક પાક લેવામાં આવે છે. જો કે પાકની કિંમતોમાં ચાલતી મંદીને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક ખેડૂતે જણાવ્યું કે, એગ્રી પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીમાં ડુંગળી અને લસણના પાકની કિંમત 20 થી 80 રુપિયા પ્રતિ કિલો મળી રહી છે. જેનો અર્થ છે કે, ખેડૂતોને તેમની પ્રતિ ક્વિન્ટલ પાક માટે માત્ર 250 થી 350 રુપિયા જ મળી રહ્યાં છે. આ વિસ્તારના અન્ય ભૂમિપુત્રોનું કહેવું છે કે, પાકની ઓછી કિંમત મળી રહી છે. આથી અમારે પાકને અમારા ઘરે રાખવા મજબૂર થવું પડ્યું છે.

ધ હિદૂ સાથે વાતચીતમાં ગુજરાતના જામનગરમાં રહેતા વધુ એક ખેડૂત ભીખાભાઈ મરકાનાનું કહેવું છે કે, મેં 2 વીઘા જમીન ઉપર 40 ક્વિન્ટલ ડુંગળીનો પાક લીધો હતો. જેમાંથી 23 ક્વિન્ટલ પાક 40 રુપિયા પ્રતિ 20 કિલોના ભાવે પાક વેચી ચૂક્યો છું. આ હિસાબે મારા એક ક્વિન્ટલ પાકના 200 રુપિયા જ મળ્યા છે. જયારે પાક પાછળ મજૂરી, વીજ, ફર્ટિલાઈજર્સ અને સિંચાઈ વગેરેનો ખર્ચ મેળવવામાં આવે તે 2 વીઘા માટે 12000 રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ પાક વેચવા પર મને માત્ર 8-10 હજાર રુપિયા જ મળ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આટલી મહેનત અને સમય ખર્ચ્યા બાદ પણ અમને કશું જ નથી મળતું. જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળે છે.

Top News

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.