- Offbeat
- શરીરના આ અંગ પર તલ હોય તે વ્યક્તિ હોય છે ભાગ્યશાળી
શરીરના આ અંગ પર તલ હોય તે વ્યક્તિ હોય છે ભાગ્યશાળી

વ્યક્તિના શરીરના અલગ અલગ અંગ પર અલગ અલગ નિશાન હોય છે. કેટલાક નિશાન જન્મ પછી બને છે તો કેટલાક નિશાન જન્મજાત હોય છે. જન્મથી જ શરીર પર હોય તેને તલ તેમજ મસા કહેવાય છે. શરીરના અલગ અલગ અંગ પરના આ તલ ખૂબ ખાસ હોય છે. કારણ કે તલ વ્યક્તિના ભાગ્ય વિશે જાણકારી આપે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીર પરના તલના આધારે વ્યક્તિના ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. તેના ભવિષ્ય અંગે પણ તલ પરથી જાણી શકાય છે. શરીર પરના તલના આધારે તેનું ફળકથન કરવામાં આવે છે અને તેના પરથી તે વ્યક્તિ વિશે જાણી શકાય છે. કેવી રીતે થાય છે આ વિશ્લેષણ ચાલો સમજી લો તમે પણ અને સાથે જ એ પણ જાણી લો કે તમારા શરીર પર જો કોઈ તલ છે તો તેનું ફળકથન શુભ છે કે નહીં.
- કમર પર તલ હોય તે વ્યક્તિએ જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો પેટ પર તલ હોય તો વ્યક્તિ ખાવા-પીવાનો શોખીન હોય છે.
- જેની પીઠ પર તલ હોય તે વ્યક્તિ તેના જીવનકાળમાં અનેક યાત્રાઓ કરે છે.
- નાક પર તલ હોય તે વ્યક્તિને વિદેશ યાત્રા કરવાની તક મળે છે.
- જે સ્ત્રીને નાક પર તલ હોય તે ભાગ્યશાળી હોય છે. તે જીવનના તમામ સુખ ભોગવે છે.
- કપાળ પર તલ હોય તે વ્યક્તિ સમાજમાં માન-સન્માન મેળવે છે.
- માથા પર જમણી તરફ તલ હોય તેવી વ્યક્તિ ધનવાન બને છે.
- બંને ભ્રમરની વચ્ચેના ભાગમાં તલ હોય તે વ્યક્તિ લાંબી વિદેશ યાત્રા કરે છે.
- હોઠ પર તલ હોય છે તે વ્યક્તિ પ્રેમી હ્રદય હોય છે.
- જેના ગાલ પર લાલ તલ હોય છે તે પણ શુભ માનવામાં આવે છે. જમણા ગાલ પર તલ હોય તે વ્યક્તિ ધનવાન બને છે.
Top News
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
Opinion
