ટાટા મોટર્સે બદલાવ સાથે લોન્ચ કરી નવી NEXON EV, સિંગલ ચાર્જમાં 465 કિ.મી જશે

ટાટા મોટર્સ કંપનીએ Tata Nexon EV ને બે અલગ અલગ બેટરી પેક સાથે ગુરુવારે લોન્ચ કરી છે, જેમાં મિડ રેન્જ ટૂંકા અંતર માટે વધુ સારી છે અને લાંબી રેન્જ તમને એક જ ચાર્જમાં 465 કિલોમીટર સુધીની મુસાફરી કરવાની સુવિધા આપે છે. કંપનીએ નવા Nexon EVમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. કારમાં નેટફલિક્સ ચલાવી શકશો અને એક કારથી બીજા કાર ચાર્જ પણ થઇ શકશે.

ટાટા મોટર્સે આજે Nexonના ICE વર્ઝનની સાથે જ તેના ઇલેકટ્રિક વર્ઝન Tata Nexon EVને પણ સત્તાવાર રીતે વેચાણ માટે લોન્ચ કરી છે. નવા Nexon EVનું એક્સિટીરિયર અને ઇન્ટિરિયર લગભગ ICE વર્ઝન જેવું જ છે, પરંતુ તેમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. આ SUVને બે બેટરી પેક સાથે લોન્ચ કરવામાં આવી છે. નવી Nexon EVની શરૂઆતની પ્રાઇસ 14.74 લાખ રૂપિયા એક્સ શો રૂમ રાખવામાં આવી છે.

Tata Nexon Electricના એક્સિટીરિયર લૂક અને ડિઝાઇન અગાઉના મોડલની સરખામણીમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કંપનીએ તેને એકદમ નવો અને ફ્રેશ લુક આપ્યો છે. કંપનીએ તાજેતરમાં Nexon ICE (Petro l-Diesel) મૉડલ રજૂ કર્યું હતું તેની લગભગ લગોલગ ડિઝાઇન રાખવામાં આવી છે. આ બંને મોડલની ડિઝાઇનમાં ઘણી સમાનતા છે.

કંપનીએ આ SUVમાં કોસ્મેટિક અપડેટની સાથે જ મિકેનિકલ અપડેટ્સ પણ આપ્યા છે. માત્ર SUVની ડ્રાઇવર રેન્જને જ શ્રેષ્ઠ બનાવાવમાં આવી છે એટલું જ નથી, પરંતુ તેમાં કેટલાંક એડવાન્સ ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે.

આ SUVનો દેખાવ અને ડિઝાઇન કંપનીના કોન્સેપ્ટ મોડલ Curvv થી પ્રેરિત છે. કંપનીનો દાવો છે કે, આ નવી ડિઝાઇન વધારે એરોડાયનામિક છે અને તેમાં નવી LED લાઇટિંગનો ઉપગોય કરવામાં આવ્યો છે.

ડ્યુઅલ ટોન પેઈન્ટ સ્કીમ સાથે આવતી આ SUVના ઉપરના ભાગમાં બ્લેક શેડ આપવામાં આવ્યો છે. ફક્ત ICE વર્ઝનમાં, ઉપરનો ભાગ શરીરનો રંગીન હશે. આ ઉપરાંત, નવા હેડલેમ્પ હાઉજિંગ સાથે, નવી અનોખી સ્લેટેડ ડિઝાઇન, તેના આગળના ભાગમાં સંપૂર્ણ LED લાઇટિંગ આપવામાં આવી છે. જે કર્વ કોન્સેપ્ટમાંથી લેવામાં આવી છે. આ LED લાઇટ્સ તમને ચાર્જિંગ સ્ટેટસ પણ જણાવે છે, જેમ કે તમે કેટલાક સ્માર્ટફોનમાં જોયું હશે.

કારના સેન્ટર કન્સોલમાં રોટરી ડ્રાઇવિંગ મોડ સિલેક્ટર આપવામાં આવ્યું છે. જેની મદદથી તમે રેડિયો બટનને ચાલુ કરીને તમારો ડ્રાઇવિંગ મોડ પસંદ કરી શકો છો. એમાં 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

Nexon.evના ફેસલિફ્ટ મોડલને કંપનીએ હવે મિડ રેંજ અને લોંગ રેંજ નામની સાથે રજૂ કરી છે, જે પહેલા પ્રાઇમ અને મેક્સના નામ સાથે આવતી હતી. કંપનીએ મિડ રેંજમાં 30kWhની ક્ષમતા સાથેની બેટરી પેક આપવામાં આવ્યું છે, જે સિંગલ ચાર્જમાં 325 કિલોમીટરની રેન્જ આપે છે. જ્યારે લોંગ રેંજમાં પહેલાંની જેમ 40.5kWh ક્ષમતાની બેટરી પેક આપવામાં આવી છે જે સિંગલ ચાર્જમાં 465 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેંજ આપે છે.

બંને વેરિયન્ટની સાથે કંપની 7.2Kw ક્ષમતાનું AC ચાર્જર પણ આપી રહી છે. જેની મદદથી મિડ રેન્જ (MR) વેરિઅન્ટની બેટરીને ફુલ ચાર્જ થવામાં અંદાજે 4 કલાક 30 મિનિટનો સમય લાગશે અને લોંગ રેન્જ (LR) વેરિઅન્ટની બેટરીને ચાર્જ થવામાં અંદાજે 6 કલાકનો સમય લાગશે. જ્યારે ડીસી ફાસ્ટ ચાર્જર ચાર્જિંગનો સમય લગભગ 56 મિનિટ સુધી ઘટાડે છે.

ટાટા મોટર્સે Nexon Electric ના આ નવા અવતારમાં કેટલીક એવી સુવિધાઓ સામેલ કરી છે, જે અત્યાર સુધી માત્ર લક્ઝરી ઇલેક્ટ્રિક કારમાં જ જોવા મળતી હતી. આમાં કંપનીએ વ્હીકલ ટુ વ્હીકલ (V2V) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. જેની મદદથી તમે એક ઇલેક્ટ્રિક કાર અને બીજી ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરી શકશો.

Nexon.ev માં કંપનીએ એક ખાસ ફિચર વ્હીકલ ટૂ લોડ (V2L) સિસ્ટમ સામેલ કરી છે, જેનાથી તમે કારની બેટરીથી એક્સટર્નલ એપ્લાયન્સીસને પણ ચાર્જ કરી શકશો.

ટોપ-સ્પેક Nexon સુવિધામાં સમાવિષ્ટ કેટલાક અન્ય ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે જેમ કે, 360-ડિગ્રી કેમેરા, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ ચાર્જર, વેન્ટેડ ફ્રન્ટ સીટ્સ, એર પ્યુરિફાયર વગેરેનો સમાવેશ થાય છે. સલામતીની દ્રષ્ટિએ, તેમાં 6 એરબેગ્સ, ESC, તમામ સીટો માટે ત્રણ-પોઇન્ટ સીટ બેલ્ટ, ISOFIX તેમજ ઇમરજન્સી અને બ્રેકડાઉન કોલ આસિસ્ટન્ટની સુવિધા પણ આપવામાં આવી છે.

Top News

કાઠમંડુના મેયર બાલેન શાહ પાસે છે આટલી મિલકત, યુવાનોમાં ખુબ લોકપ્રિય

નેપાળના રાજકારણમાં વધુને વધુ લોકપ્રિય બનેલા કાઠમંડુ મેટ્રોપોલિટન મેયર બાલેન શાહ માત્ર એક સફળ રાજકારણી જ નહીં પરંતુ એક જાણીતા...
Business 
કાઠમંડુના મેયર બાલેન શાહ પાસે છે આટલી મિલકત, યુવાનોમાં ખુબ લોકપ્રિય

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 10-9-2025 વાર- બુધવાર મેષ - પેટને લગતી બીમારીઓમાં રાહત મળે, કોર્ટ કચેરીના કામમાં સાચવવું, આજે કોઈની સલાહ વગર કામ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.