- Gujarat
- પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવા...
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે. આ કેસ કથિત નારીતે ણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગનો છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે લાંગાની અરજી પર નોટિસ જાહેર કરી હતી, જેમાં તેમણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવાનો ઇનકાર કરવાને પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન બેન્ચે સવાલ ઉઠાવ્યો હતો. આ કેવા પ્રકારના પત્રકાર છે?
બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ (અરજદાર તરફથી ઉપસ્થિત)ને કહ્યું કે સન્માન સાથે કહેવા માગીએ છીએ કે કેટલાક ખૂબ જ સાચા પત્રકાર હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે કહે છે કે, ‘અમે પત્રકાર છીએ અને તેઓ વાસ્તવમાં શું કરે છે, બધાને ખબર છે.’ તેના પર સિબ્બલે જવાબ આપ્યો કે આ બધા માત્ર આરોપ છે. તેમણે કહ્યું કે તેમને એક FIRમાં આગોતરા જામીન મળે છે, તો પછી બીજી FIR નોંધાય છે, તેમાં પણ તેમને આગોતરા જામીન મળે છે, પરંતુ હવે આવકવેરા ચોરી માટે તેમની સામે ત્રીજી FIR નોંધાઈ છે. તેમની વિરુદ્ધ ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. બેન્ચે નોટિસ જાહેર કરીને અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો છે.
31 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે લાંગાની જામીન અરજી એમ કહેતા ફગાવી દીધી હતી તેમની મુક્તિથી ફરિયાદ પક્ષના કેસને નુકસાન થશે. 25 ફેબ્રુઆરીના રોજ EDએ કહ્યું હતું કે, તેણે કથિત નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં લાંગાની ધરપકડ કરી હતી. આ અગાઉ ઓક્ટોબર 2024માં તેની GST છેતરપિંડીના કેસમાં પહેલી વખત ધરપકડ કરવામાં આવી હતી. લાંગા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ અમદાવાદ પોલીસની બે FIR પર આધારિત છે. જેમાં છેતરપિંડી, ગુનાહિત ગેરરીતિ, ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી અને લોકોને લાખો રૂપિયાનું ગેરકાયદેસર નુકસાન પહોંચાડવાના આરોપોનો સમાવેશ થાય છે.

