- Tech and Auto
- Xiaomiએ Redmi Note 15 Pro સીરિઝ કરી લોન્ચ
Xiaomiએ Redmi Note 15 Pro સીરિઝ કરી લોન્ચ
Xiaomiએ તેના નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ ચીનમાં Redmi Note 15 Pro+ અને Redmi Note 15 Pro રજૂ કર્યા છે, જે શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. નવી લાઇનઅપમાં, તમને 7000mAhની મોટી બેટરી મળે છે, જે 90W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Xiaomi ના સબ-બ્રાન્ડે વર્ષની શરૂઆતમાં ભારતીય બજારમાં Redmi Note 14 સિરીઝ લોન્ચ કરી હતી. હવે કંપની તેની આગામી સિરીઝ લાવી છે. જો કે, આ સ્માર્ટફોન સિરીઝ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં ભારતીય બજારમાં રજૂ કરી શકાય છે.
આમાં તમને રિવર્સ ચાર્જિંગ માટે સપોર્ટ પણ મળે છે. Note 15 Pro+ Qualcommના નવીનતમ પ્રોસેસર Snapdragon 7s Gen 4 પર કામ કરે છે. જ્યારે, Note 15 Pro વર્ઝનમાં MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર છે. બંને ફોન IP68 રેટિંગ સાથે આવે છે. કંપનીએ Redmi Note 15 Pro+ને 1899 યુઆન (લગભગ 23 હજાર રૂપિયા)ની શરૂઆતી કિંમતે લોન્ચ કર્યો છે. આ કિંમત ફોનના 12GB RAM+ 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. જ્યારે, ફોનના 12GB RAM+ 512GB સ્ટોરેજ વેરિઅન્ટ 2099 યુઆન (લગભગ 25 હજાર રૂપિયા) અને 16GB RAM+ 512GB સ્ટોરેજ વેરિઅન્ટ 2299 યુઆન (લગભગ 28 હજાર રૂપિયા)માં આવે છે.
Note 15 Proની વાત કરીએ તો, તેની કિંમત 1399 યુઆન (લગભગ 17 હજાર રૂપિયા)થી શરૂ થાય છે. આ ફોન ચાર રંગ વિકલ્પો અને ત્રણ કોન્ફીગ્રેશનમાં ખરીદી શકાય છે. ભારતમાં આ ફોનની લોન્ચ તારીખ વિશે હાલમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
Redmi Note 15 Pro+ને Hyper OS 2 મળે છે, જે Android 15 પર આધારિત છે. તેમાં 6.83-ઇંચ કર્વ્ડ ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે Xiaomi ડ્રેગન ક્રિસ્ટલ ગ્લાસ ઉપલબ્ધ છે.
આ હેન્ડસેટ સ્નેપડ્રેગન 7s Gen 4 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 50MP મુખ્ય લેન્સ, 50MP ટેલિફોટો લેન્સ અને 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ છે. જ્યારે, કંપનીએ ફ્રન્ટ પર 32MP સેલ્ફી કેમેરા આપ્યો છે. આ સ્માર્ટફોન 7000mAh બેટરી અને 90W ચાર્જિંગ સાથે આવે છે.
જ્યારે, Note 15 Proમાં MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર, 50MP+ 8MP ડ્યુઅલ રીઅર કેમેરા અને 20MP ફ્રન્ટ કેમેરા મળે છે. આ ફોન 7000mAh બેટરી સાથે પણ આવે છે. જોકે, તેમાં 45W ચાર્જિંગ મળે છે.

