નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે દેશભરમાં વિરોધ થઈ રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં લગભગ 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ભારે વિરોધ પ્રદર્શન બાદ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવો પડ્યો છે.

નેપાળના કુલ વેપારનો લગભગ 64% ભારત સાથે છે, જે લગભગ 8.0 બિલિયન ડોલર (USD) સુધી પહોંચે છે. ભારતમાંથી નેપાળની આયાત લગભગ 7.041 બિલિયન ડોલર છે, જ્યારે ભારતની નિકાસ 0.831 બિલિયન ડોલર છે. નેપાળનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ, સેવા અને પર્યટન પર આધારિત છે. નેપાળમાં અત્યારે માહોલ ગરમ છે, ત્યારે વ્યવસાય પર પણ કટોકટી આવી શકે છે. નેપાળના ઘણા ઉત્પાદનો અને કંપનીઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આજે અમે તમને 5 કંપનીઓ વિશે જણાવીશું, જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ઉત્પાદનો ભારતમાં પણ ઉપલબ્ધ છે. નેપાળી કંપનીઓ ભલે ભારત કે ચીન જેવી વૈશ્વિક દિગ્ગજ ન હોય, પરંતુ ઘણી બ્રાન્ડ્સ અને કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડી છે.

wai-wai2
businesstoday.in

1. CG કોર્પ ગ્લોબલ (ચૌધરી ગ્રુપ): તે નેપાળની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની છે, તેના Wai Wai Noodles સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તે નેસ્લેની મેગી અને ITCની યિપ્પી સાથે સીધી પ્રતિસ્પર્ધા કરે છે. કંપનીનો ભારતના ઇન્સ્ટન્ટ નૂડલ બજારમાં 25%થી વધુ હિસ્સો છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 8 બિલિયન રૂપિયા (96.2 મિલિયન ડોલર) છે. આ ઉપરાંત, CG કોર્પ હૉટલ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ અને ઉર્જા ક્ષેત્રમાં પણ કામ કરે છે. આ ગ્રુપનો 30થી વધુ દેશોમાં વ્યવસાય છે.

2. ચૌબંદી છાયા/નેપાળ ટી કલેક્ટિવ: નેપાળની ચા, ખાસ કરીને ઇલામ ચા, સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. નેપાળ ટી કલેક્ટિવ અમેરિકા, યુરોપ અને એશિયાના ઘણા ભાગોમાં નેપાળી ઓર્ગેનિક ચા નિકાસ કરે છે.

3. હિમાલયા હર્બલ પ્રોડક્ટ્સ (નેપાળ): નેપાળી હર્બલ કંપનીઓ આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન બનાવી રહી છે. હિમાલયા હર્બલ નેપાળ અને અન્ય સ્થાનિક બ્રાન્ડ્સ યુરોપિયન અને એશિયન બજારોમાં પ્રખ્યાત છે.

Yeti-Airlines
everesthikes.com

4. યેતી એરલાઇન્સ/બુદ્ધા એર: નેપાળી ઉડ્ડયન કંપનીઓ મુખ્યત્વે સ્થાનિક ફ્લાઇટ્સ માટે જાણીતી છે, પરંતુ યેતી એરલાઇન્સ અને બુદ્ધા એઇરે હિમાલય ક્ષેત્રમાં પ્રવાસી ફ્લાઇટ્સ માટે વિશ્વભરમાં ઓળખ મેળવી છે. આ બ્રાન્ડ્સ માઉન્ટ એવરેસ્ટ ઉપર ફ્લાઇટ્સ પૂરી પાડવા માટે વિશ્વભરના પ્રવાસીઓમાં લોકપ્રિય છે.

5. હિમાલયન ડિસ્ટિલરી/ખુકરી રમ: ખુકરી રમ નેપાળની સૌથી પ્રખ્યાત આલ્કોહોલ બ્રાન્ડ છે. તે વિશ્વના ઘણા દેશોમાં નિકાસ થાય છે અને નેપાળી ગોરખા સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે. ખુકરી રમ 1959માં નેપાળમાં શરૂ થઈ હતી. તેને નેપાળમાંથી બહાર આવનારી પ્રથમ ડાર્ક રમ બ્રાન્ડ માનવામાં આવે છે. ખુકરી રમનો 80%થી વધુ બજાર હિસ્સો નેપાળમાં છે. પરંતુ તે જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, ઇટાલી, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ નિકાસ થાય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.