- Sports
- ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વન-ડે રદ્દ થશે? મૌસમનો હાલ જાણો
ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વન-ડે રદ્દ થશે? મૌસમનો હાલ જાણો

ક્રિક્રેટના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. દેશની રાજધાની દિલ્હીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી મેચ બદલાયેલા હવામાનને કારણે ખોરવાઇ શકે છે. અત્યારનું વાતાવરણ જોતા મેચ રદ્દ કરવાની નોબત આવી શકે તેમ છે અથવા ઓછી ઓવરોની મેચ રમાડાશે. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે વન-ડે સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ મંગળવારે રમાવવાની છે. જોકે દિલ્હીના મૌસમને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મેચ વરસાદની ભેટ ચઢી શકે છે. અત્યાર સુધીની 3 વન-ડેની સીરિઝમાં 1-1ની બરાબરી છે. એવામાં જે ટીમ ત્રીજી વન-ડે જીતી જાય તે સીરિઝ પોતાના નામે કરી શકે છે. પરંતુ અત્યારની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, વરસાદ ભારત અને સાઉથ આફ્રિકા ટીમના અરમાનો પર પાણી ફેરવવા માટે તૈયાર છે.
દિલ્હીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે મંગળવારે રમાનારી ત્રીજી વન-ડેમાં પણ વરસાદનું વિઘ્ન આવી શકે છે. દિલ્હીમાં મંગળવારે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. આજે આખો દિવસ વાદળો છવાયેલા રહેશે અને ઉઘાડ નિકળવાની શક્યતા નહીવત હોવાનું મૌસમ વિભાગનું કહેવું છે. દિલ્હીમાં મંગળવારે 40 ટકા વરસાદની સંભાવના છે. હવામાન વેબસાઈટ Accuweather અનુસાર, આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની 61 ટકા સંભાવના છે. આ સાથે પવનની ગતિ પણ 20 કિમી પ્રતિ કલાકની રહેશે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 26 ODI મેચ રમાઈ છે. આમાં માત્ર બે જ વખત 300થી વધુ રન બન્યા છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે પિચ પર બોલરોનો થોડો દબદબો જોવા મળી શકે છે. અહીં છેલ્લી ત્રણ મેચમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 259 રહ્યો છે. બાદમાં બેટિંગ કરનાર ટીમે છેલ્લી ત્રણ મેચ જીતી છે.
ટીમ ઇન્ડિયાના ધૂંરધરો અત્યારે T-20 વર્લ્ડકપની તૈયારીમાં ઓસ્ટ્રેલિયા ગયા છે ત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે મેચની સીરિઝની જવાબદારી શિખર ધવનને સોંપવામાં આવી છે. ત્રીજી વન-ડેની મેચમાં આ ખેલાડીઓ સંભવિત સામેલ હશે. શિખર ધવન, શુભનન ગિલ, ઇશાન કિશાન, શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, શાહબાજ અહમદ.
જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમં તેમ્બા બાવુમા (કેપ્ટન) જેનમન મલાન, ક્વિન્ટન ડિકોક, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેન પાર્નેલ, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંગી એનગિડી, એનરિક નોર્ટેજનો સમાવેશ કરવામાં આવી શકે છે.
Related Posts
Top News
'પહેલા 40-50 વર્ષ સુધી ગાડીઓ ચાલતી હતી', જૂના વાહનો ભંગારમાં આપવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
કોંગ્રેસના સમર્થનથી BJP નેતાએ બીજા BJP નેતાને હરાવ્યા, અમિત શાહ, સોનિયા ગાંધી સહિત 600થી વધુ નેતાઓનું વોટિંગ
Video: પ્રિયંકા ગાંધીની ટી-શર્ટ પર તસવીર જોઇ રોષે ભરાઇ મિંતા દેવી, વોટિંગ કાર્ડમાં છે 124 વર્ષ ઉંમર, જાણો આખો મામલો
Opinion
-copy.jpg)