- National
- Video: પ્રિયંકા ગાંધીની ટી-શર્ટ પર તસવીર જોઇ રોષે ભરાઇ મિંતા દેવી, વોટિંગ કાર્ડમાં છે 124 વર્ષ ઉંમર,...
Video: પ્રિયંકા ગાંધીની ટી-શર્ટ પર તસવીર જોઇ રોષે ભરાઇ મિંતા દેવી, વોટિંગ કાર્ડમાં છે 124 વર્ષ ઉંમર, જાણો આખો મામલો
બિહારની 35 વર્ષીય મિંતા દેવી અચાનક આખા દેશમાં છવાઈ ગઈ છે. તેનું કારણ એક ટી-શર્ટ છે, જેને કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધીએ પહેરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ બિહારમાં કથિત મત ચોરી અને ખાસ ઇન્ટેન્સિવ રિવિઝનને લઇને સવાલ ઉઠાવી રહી છે. આ અનુસંધાને મંગળવારે કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી મિંતા દેવીની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા. મિંતા દેવીની તસવીર અને નામ સાથે જ ટી-શર્ટ પર લખ્યું હતું- ‘124 નોટ આઉટ.’ તેના દ્વારા પ્રિયંકા ગાંધીએ બિહારમાં મતદાર યાદીમાં ગરબડીઓ તરફ ઈશારો કર્યો અને વિપક્ષ તેને મોટો મુદ્દો બનાવી રહ્યો હતો. જોકે, એ સમયે અજીબોગરીબ પરિસ્થિતિ ઊભી થઈ, જ્યારે મિંતા દેવી પ્રિયંકા ગાંધી પર ગુસ્સે થઈ ગઇ. તેમણે સવાલ કર્યો કે, પ્રિયંકા ગાંધીને આ અધિકાર કોણે આપ્યો છે.
સિવાનના દારૌંડા વિધાનસભા ક્ષેત્રના અરજાનીપુર ગામની રહેવાસી મિંતા દેવીના મતદાર કાર્ડમાં તેની ઉંમર 124 વર્ષ છે. જો કે, અરજાનીપુરના રહેવાસી ધનંજય કુમાર સિંહની પત્ની મિંતા દેવી 35 વર્ષની છે. પહેલી વાર મતદાર યાદીમાં તેનું નામ જોડવામાં આવ્યું છે. મિંતા દેવીએ કહ્યું કે, મારા આધાર કાર્ડમાં જન્મ તારીખ 15/7/1990 છે, જ્યારે મતદાર ઓળખપત્રમાં 15/7/1900 છે. પ્રિયંકા ગાંધીએ તેને જ મુદ્દો બનાવ્યો છે.
https://twitter.com/ANI/status/1955277398511124940
મિંતા દેવીએ પ્રિયંકા ગાંધી દ્વારા તેના નામ સાથે ટી-શર્ટ અને તસવીર છપાવવા પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે હું માત્ર એટલું જ કહીશ કે પ્રિયંકાને મારી ટી-શર્ટ પહેરીને વિરોધ કરવાનો અધિકાર કોણે આપ્યો. તેમણે પ્રિયંકા ગાંધી દ્વારા તેમના નામ અને તસવીર સાથે ટી-શર્ટ પહેરીને વિરોધ કરવા પર પણ આપત્તિ દર્શાવી. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી કોણ હોય છે. આ ભૂલ મેં નથી કરી.
તેમણે પ્રિયંકા ગાંધીને કારણે મુશ્કેલીનો સામનો કરવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે આજે સવારથી મીડિયાકર્મીઓ અને અન્ય લોકો ફોન કરી રહ્યા છે અને દરવાજા પર આવી રહ્યા છે. તેનાથી મને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે પ્રિયંકા ગાંધી વાયનાડથી સાંસદ છે અને તમને સપોર્ટ કરી રહ્યા છે, તો મિંતા દેવીએ કહ્યું કે પ્રિયંકા ક્યાંથી સપોર્ટ કરી રહ્યા છે. તે મને સપોર્ટ કરનાર કે વિરોધ કરનાર કોણ છે? તે મારી શું લાગે છે? મારો શું સંબંધ છે? તે મારી તસવીરવાળી ટી-શર્ટ પહેરશે અને મારા નામવાળી પરચી પહેરીને કેમ ફરશે? તે દુનિયાને તે કેમ બતાવશે?
NDTVના રિપોર્ટ મુજબ, મિંતા દેવીના સસરા તેજ બહાદુર સિંહે કહ્યું કે જ્યારે તેમણે TV અને મોબાઇલ પર આ મામલો જોયો, ત્યારે પરિવારને ખબર પડી કે મિંતા દેવીની ઉંમર તેના મતદાર કાર્ડમાં124 વર્ષ દર્શાવવામાં આવી છે. મારો પુત્ર અને પુત્રવધૂ છપરા જિલ્લાના સિવાનની બહાર રહે છે અને આ વિભાગની ભૂલ છે.

